કોરોના બીમારી કરતાં વધારે ઘાતક લોકો માટે તેનો ભય સાબિત થઈ રહ્યો છે, આ છે તેનો દાખલો

જ્યારથી કોરોનાનો પહેલો કેસ ભારતમાં નોંધાયો છે ત્યારથી લોકોના મનમાં એટલી ચિંતા વધી છે કે વાત ન પુછો અને તેમાં અધુરું હતું કે લોકડાઉન જાહેર થયું. આ કારણે તો જાણે લોકોના સ્ટ્રેચ અને ચિંતાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે.

image source

કોરોનાનો ભય એટલો છે કે લોકો કોઈપણ પ્રકારની રિસ્ક લેવા માંગતા નથી અને આ જ કારણ છે કે રાજસ્થાનમાં લોકો ચલણી નોટ સળગાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં લોકો 10 રૂપિયાની નોટ સળગાવી રહ્યા છે.

આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નોટ સંક્રમિત કરી લેટર બોક્સમાં મુકાવામાં આવી છે જેથી લોકોમાં બીમારી વધુ પ્રમાણમાં ફેલાય આ ઘટના બાદ લોકોએ પોલીસને પણ જાણ કરી પરંતુ તેની સાથે સમજ્યા વિના રોડ પર નોટો સળગાવાનું પણ શરુ કરી દીધું.

ફરિયાદ બાદ પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ હતી. અધિકારીઓનું જણાવવું છે કે લોકોની ફરિયાદ હતી કે તેમના લેટર બોક્સમાં કોઈ 10 રૂપિયાની નોટને સંક્રમિત કરીને રાખી ગયું છે. પોલીસ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી તો તેમણે રસ્તા પર સળગેલી નોટો જોઈ જે લોકોએ બાળી નાખી હતી.

લોકોમાં આ વાયરસનો ડર એટલો છે કે અહીં લોકો પોતાની કોલોનીના બધા દરવાજા અને લેટર બોક્સને સંક્રમણ રહિત કરવા માટે હાઈડ્રોક્લોરાઈડને પાણીમાં ઉમેરી તેનાથી છંટકાવ કરે છે. જેથી બીમારી ફેલાય નહીં. સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાયરલ થયા છે જેમાં લોકો દ્વારા થૂંક લગાડવામાં આવી રહ્યું છે. જો કે આ ઘટના મામલે પોલીસનું માનવું છે કે લોકોમાં ડર ફેલાવવા કોઈએ આવી હરકત કરી છે. જેની તપાસ શરુ કરવામાં આવી છે.