આ જોડિયા બાળકોનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ, પછી કોરોનાને મ્હાત તો આપી પણ માતાનો પ્રેમ ના મેળવી શક્યા, પિતા પર તૂટી પડ્યુ આભ અને નથી રોકી શકતા આસુંને…

નવજાત જોડિયા બાળકોએ કોરોનાને તો આપી માત પણ જન્મતાવેંત ગુમાવી દીધી માતાની છત્રછાયા.

સવા મહિના પહેલા વડોદરાની સયાજી હોસ્પિટલની રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં જન્મ લેતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દેનાર જોડિયા બાળકોએ સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં કોરોનાની 15 દિવસની સારવાર લઈને કોરોનાને મ્હાત આપી છે.

તમને જણાવી દઈએ કે આ જોડિયા બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ પોતાના ઘરે જશે. પોતાની પત્નીને ગુમાવનાર અને જોડિયા બાળકોના પિતા અશોકભાઈ (નોંધ- નામ બદલ્યુ છે )એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સવા મહિના પહેલા તેમની પત્ની જાગુબેને(નામ બદલ્યું છે) સયાજી હોસ્પિટલની રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં 2.700 કિલો ગ્રામ અને 2.800 કિલો ગ્રામ વજનના સ્વસ્થ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

image source

અશોકભાઈ અને તેમના પરિવારમાં જાગુબેને નવજાત બાળકોને જન્મ આપ્યો એ કારણે આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. જો કે આ આનંદ પરિવાર માટે થોડા કલાકો પૂરતો જ સાબિત થયો. . જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતા જાગુબેનનું મૃત્યુ થઈ ગયું જેના કારણે તેમના પતિ અશોકભાઈ અને સમગ્ર પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયા.

જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું અવસાન થતાં આ બંને બાળકોને હોસ્પિટલ દ્વારા જરૂરી સારવાર સાથે કુત્રિમ દૂધ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. નવજાત જોડિયા બાળકો સ્વસ્થ થયા બાદ રજા આપી દેવામાં આવી હતી. ત્યાર બાદ 15 દિવસના થયેલા નવજાત બાળકોને અચાનક ઝાડા-ઉલટી થઈ ગયા. એટલે તેમના પિતા અને પરિવારજનો સયાજી હોસ્પિટલમાં પિડીયાટ્રીક વિભાગમાં લાવવામાં આવ્યા હતા.

જ્યારે આ જોડિયા બાળકોની સારવાર પૂર્વે બંનેના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે બંનેના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ પિડીયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરની દેખરેખ હેઠળ આ બંને જોડિયા બાળકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. બે અઠવાડિયાની સારવાર બાદ બંને બાળકોનો ફરી કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આ બંને બાળકોએ કોરોનાને હરાવ્યો છે.

image source

આ સમગ્ર બાબતે સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરે દિવ્ય જણાવ્યું હતું કે, કોરોનાને મ્હાત આપનાર 15 દિવસના બાળકોમાં કોરોના તેમના પિતામાંથી આવ્યો હતો. બાળકોમાં કોરોના પોઝિટિવ આવતા તેમના પિતાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને એ પણ પોઝિટિવ મળ્યા હતા.

તેમને આગળ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવનાર જોડિયા બાળકોની ઉંમર હાલ સવા મહિનાની છે. જન્મ બાદ ગણતરીના કલાકોમાં જ જોડિયા બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દિધી હોવાથી અમારા તમામ સ્ટાફ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી હતી. એટલું જ નહીં આ જોડિયા બાળકો સ્ટાફના પ્રિય થઇ ગયા છે. હાલ તો આ જોડિયા બાળકોએ કોરોનાને હરાવી હરાવી દીધો છે. બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે હાલ 7 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સારવાર માટે એક પણ બાળકને દાખલ કરવામાં આવ્યું નથી. આ જોડિયા બાળકોના પિતા અશોકભાઈ માતાની છત્રછાયા ગુમાવી દેનાર પોતાના બાળકોને ઘરે લઇ જવા માટે ભારે ઉત્સુક છે. આ બાળકોના પિતા પોતાના આંસુ રોકી નથી શકતા. એટલું જ નહીં આ જોડિયા બાળકોને જોઈને હોસ્પિટલ સ્ટાફનક આંખો પણ ભીની થઇ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!