આજે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ અને કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે, સાથે જાણો એમના અંગત જીવન વિશે

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિને આવકારવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ટ્રમ્પની હાર બાદ જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. નોંધનિય છે આ રાષ્ટ્પતિની ચૂંટણી ઘણી રસાકસી ભરી રહી હતી. ટ્રમ્પે જો બાઈડન સામે ફ્રોડ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો કે આખરે કોર્ટે બાઈડનના પક્ષમાં નિર્ણય શંભળાવતા ટ્રમ્પે હાર સ્વિકારી હતી. જો બાઈજનની સાથે ભારતીય મુળના કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ પદ માટે શપથ ગ્રહણ કરશે. તમને જણાવી દઈએ કે વોશિંગ્ટન ડીસીમાં સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આ કાર્યક્રમ યોજાશે. ગયા વર્ષના અંત ભાગમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા હતા અને જો બાઈડને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ ચૂંટણીમાં પાછળ છોડી દીધા હતા. તેઓ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. આ શપથ ગ્રહણને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

image source

રાજકારણમાં બાઈડન ખૂબ લાંબો અનુભવ ધરાવે

તમને જણાવી દઈએ કે જો બાઈડન આ પહેલા બે વખત વર્ષ 1988 અને 2008માં તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સફળતા હાંસલ કરી શક્યા ન હતા. જો આ વખતે તેમનુ નશીબ ચમક્યું હતું અને ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજય મેળવવામાં સફળ રહ્યા હતા. નોંધનિય છે કે અમેરિકાના રાજકારણમાં બાઈડન ખૂબ જ લાંબો અનુભવ ધરાવે છે. તેમણે વોશિંગ્ટનમાં આશરે 50 વર્ષનો સમય પસાર કર્યો છે. આ ઉપરાંત વ્હાઈટ હાઉસમાં બરાક ઓબામાના શાસનકાળમાં તેઓ વર્ષ 2009થી 2017 સુધી વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. આ શાસનકાળમાં તેઓ એક ઉત્તમ નેતા તરીકેના ટેસ્ટમાંથી પસાર થઈ ચુક્યા છે.

image source

વર્ષ 1972માં પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા

તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો તેમને જન્મ વર્ષ 1942માં પેન્સિલવેનિયામાં એક કેથોલિક પરિવારમાં થયો હતો. વર્ષ 1972માં પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા અને સ્ટેટ ઓફ ડેલવેર માટે એક સેનેટર તરીકે છ મુદતથી સેવા આપેલી છે. તેમણે વર્ષ 1968માં સાઈરાક્યુસ યુનિવર્સિટીમાંથી કાયદામાં ડિગ્રી હાંસલ કરી હતી. તમને જણાવી દઈએ કે તેમણે બે વખત લગ્ન કર્યા છે અને વર્ષ 2020માં છેલ્લી માહિતી પ્રમાણે તેઓ આશરે 66.58 કરોડ રૂપિયા (9 મિલિયન ડોલર) સંપત્તિ ધરાવે છે. જોસેફ રોબિનેટ બાઈડન એક અમેરિકી રાજનેતા છે અને સેનેટની ચૂંટણી જીતનારા તેઓ સૌથી નાની ઉંમરના વ્યક્તિ હતા, તેમણે વર્ષ 1972માં સેનેટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

image source

બાઈડનને ફૂટબોલનો પણ ઘણો શોખ છે

તેમના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પિતા જોસેફ બાઈડન ભઠ્ઠીઓની સફાઈનું કામ કરવા ઉપરાંત જૂની કારોનું વેચાણ કરતા હતા. તેમની માતા કૈથરીન યુઝેનિયા જીન ફિનેગન એક ગ્રૃહિણી હતા. આ ઉપરાંત વર્ષ 2009થી વર્ષ 2017 દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે કામગીરી સંભાળી હતી. તેઓ અમેરિકાના 47માં ઉપરાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ હાંસલ કરી ચુક્યા છે. વર્ષ 2020માં તેઓ ડેમોક્રેટીક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. તેમના શૈક્ષણિક જીવન વિશે વાત કરીએ તો વર્ષ 1968માં જો બાઈડને સિરેક્યુઝ યુનિવર્સિટી કોલેજ ઓફ લોમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી ત્યારબાદ તેઓ વર્ષ 1969માં ડેલાવેયર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો જ્યાં તેમણે ઈતિહાસ, પોલિટીકલ સાયન્સના અભ્યાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે જો બાઈડનને ફૂટબોલનો પણ ઘણો શોખ છે. ત્યારબાદ તેમનો રાજકારણમાં રસ દાખવવા લાગ્યા. તેમણે જ્યુરિસ ડોક્ટરની ડિગ્રી મેળવી હતી.

image source

30 વર્ષની ઉંમરે સંયુક્ત રાજ્યના સેનેટ પદના શપથ લીધા હતા

તેમની રાજકિયી કારકિર્દી વિશે વાત કરીએ તો વર્ષ 1968માં અભ્યાસ કરતી વખતે તેઓ ડેમોક્રેટીક પાર્ટીના સભ્ય પણ બન્યા હતા. તેમણે વર્ષ 1970માં ન્યૂ કેસલ કાઉન્ટીના કાઉન્સિલર બન્યા હતા. વર્ષ 1972માં તેમણે સેનેટની ચૂંટણીમાં વિજય મેળવ્યો અને સૌથી યુવા સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 3 જાન્યુઆરી, 1973ના રોજ 30 વર્ષની ઉંમરે સંયુક્ત રાજ્યના સેનેટ પદના શપથ લીધા હતા ત્યારબાદ વર્ષ 2009 સુધી તેઓ સતત સેનેટમાં સેવા આપતા રહ્યા હતા. નોંધનિય છે કે બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા તે સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા તે અગાઉ 15 જાન્યુઆરી 2009ના રોજ સેનેટના પદ પરથી રાજીનામુ આપ્યુ હતું. બે વખત વર્ષ 1988 અને 2008માં તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સફળતા હાંસલ કરી શક્યા ન હતા. જો કે તેઓ આ વખતે ટ્રમ્પને હરાવવામાં સફળ રહ્યા છે.

image source

અમારી સરકાર ફેમિલી વિઝાનું સમર્થન કરશે

તો બીજી તરફ અમેરિકામાં રહેતા ભારતીયો માને છે કે બાઈડન-હેરિસ એડમિનિસ્ટ્રેશન અમેરિકન ડ્રીમને પુનર્જીવિત કરશે, જેમાં તમામનો વિકાસ સામેલ છે. નોંધનિય છે કે ટ્રમ્પના કાર્યકાળમાં લાગુ કરાયેલી નીતિઓ અમેરિકાની પ્રગતિમાં અવરોધ સર્જે છે, એમાં સૌથી ખરાબ વાત એ છે કે માઈગ્રેશન પોલિસી, કારણ કે એનાથી સેંકડો ભારતીય લોકો પ્રભાવિત થયા છે.

image source

આ ઉપરાંત અમેરિકાને પણ ભારે નુકસાન વેઠવુ પડ્યું છે. બાઈડનના નજીકના લોકો જણાવે છે કે અમારી સરકાર ફેમિલી વિઝાનું સમર્થન કરશે. પહેલાં હાઈસ્કિલ્ડ ધરાવતા અને શ્રમિકો માટેની વિઝાનીતિમાં સુધારો કરવામાં આવશે. બાદમાં ગ્રીનકાર્ડ અને વિઝા નિયમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

વર્ષોની પરંપરા તૂટશે

image source

તમને જણાવી દઈએ કે અમેરિકામાં વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે. જેમા નવા ચૂંચાયેલા પ્રમુખને આમંત્રિત કરીને જ પૂર્વ પ્રમુખ વ્હાઈટ હાઉસ છોડે છે. આ સાથે તેઓ નવા પ્રમુખને શપથગ્રહણ માટે કેપિટલ હિલ પણ લઈ જાય છે અને ત્યાં સમારંભમાં સામેલ પણ થાય છે, જોકે ટ્રમ્પ આવું નહીં કરે. જેથી વર્ષોથી ચાલી આવતી પરંપરા તૂટશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત