નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET અને JEE Main પરીક્ષાના નિયમોમાં કર્યો આ ફેરફાર

NEET 2021 : વર્ષ 2021 માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE main અને NEET 2021 ની પરીક્ષાના નિયમોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. નીટ અને જેઇઈ મેનના અભ્યાર્થીઓ માટે આ મહત્વના સમાચાર છે.

image source

નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA એ પોતાના નિયમોમાં ફેરફાર કરતા બંને પરીક્ષાઓની રેન્ક લિસ્ટમાં વધુ ઉંમર ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાના પ્રાવધાનને હટાવી લીધું છે.

image source

એ તો સૌ કોઈ જાણે છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દર વર્ષે JEE Main, NEET (UG), CMAT, GPAT, UGC NET જેવી અનેક પરિક્ષાઓનું આયોજન કરે છે. અસલમાં આ પહેલા NEET અને JEE MAIN ના રેન્ક લિસ્ટમાં એ વિદ્યાર્થીઓને પહેલી પસંદગી મળતી હતી જેઓની ઉંમર વધારે હોય. આને એ રીતે પણ સમજી શકાય કે જો બે વિદ્યાર્થીઓને 720 માર્ક મળ્યા હોય તો પણ એ બન્ને પૈકી પ્રથમ પસંદગી એ વિદ્યાર્થીને મળશે જેની ઉંમર વધારે હોય.

આ નિયમ વર્ષ 2020 સુધી અમલમાં હતો પરંતુ વર્ષ 2021 થી આ નિયમને હટાવી દેવામાં આવ્યો છે. જેઇઈ મેઈન એન્ડ નીટ 2031 ના રેન્ક લિસ્ટને તૈયાર કરવામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એક ટાઈ બ્રેકીંગ નીતિનો ઉપયોગ કરે છે જેથી બે ઉમેદવારોને એક જ રેન્ક ન મળી શકે.

image source

વર્ષ 2020 મ જેઇઈ મેઈન એન્જીનીયરીંગ પેપર માટે જે ટાઈ બ્રેકીંગ પોલિસી અપનાવવામાં આવી હતી તેમાં ગણિતમાં ઉચ્ચ સ્કોર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. ત્યારબાદ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીને. જો તેમ છતાં પણ ટાઇ એમને એમ રહે તો ઓછી નકારાત્મક પ્રતિક્રિયાઓ વાળા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ ઉંમરમાં મોટા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ વખતે નીટ 13 ભાષાઓમાં આયોજિત થઈ રહી છે

image source

અસલમાં આ વખતે NEET ની પરીક્ષા નવી પેટર્ન પર આયોજિત કરવામાં આવશે. મેડિકલ ઉમેદવારો પાસે પરીક્ષામાં આંતરિક વિકલ્પ હશે. એ સીવાય વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની ભાષામાં પરીક્ષા આપવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. અત્રે એ પણ નોંધનીય છે કે દેશમાં પ્રથમ વખત નીટ પરીક્ષા 13 ભાષાઓમાં આયોજિત કરવામાં આવી રહી છે.

આ ભાષાઓમાં આયોજિત થઈ રહી છે પરીક્ષા

image source

ઉપર વાત કરી તેમ દેશમાં પ્રથમ વખત નીટ પરીક્ષા 13 ભાષાઓમાં આયોજિત કરવામાં આવી રહી છે. આ ભાષામાં અંગ્રેજી, હિન્દી, અસમિયા, બંગાળી, ગુજરાતી, મલયાલમ, કન્નડ, મરાઠી, ઓડિયા, તમિલ, તેલુગુ, ઉર્દુ, પંજાબી સહિતની ભાષાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ પરીક્ષાનું ફોર્મ ભરતા સમયે પોતાની પસંદગીની ભાષા સિલેક્ટ કરી શકે છે.