13 ઓગસ્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કરશે ગાંધીનગરથી મોટી જાહેરાત, 15 વર્ષ જૂના સવા કરોડ વાહનો થશે ભંગાર

દર વર્ષે પ્રદૂષણનો આંકડો વધી રહ્યો છે. પ્રદૂષણ રોકવા માટે સરકાર અનેક પગલાંઓ ભરનુહી છે. દેશભરમાં વિવિધ ક્ષેત્ર દ્વારા થતા પ્રદૂષણમાં વાહનોથી થતા પ્રદૂષણનું પ્રમાણ ઘણું વધારે છે. હાલમાં સરકારે આ માટે એક નિર્ણય લીધો છે જે વિશે અહી માહિતી આપવામાં આવી છે. ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસી અંગે હવે ગુજરાતમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આગામી 13મી ઓગસ્ટે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો આ વિશે એક કાર્યક્રમ ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છે.

image source

મળતી માહિતી મુજબ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે અને તેમાં ગુજરાતના સવા કરોડથી વધુ વાહનોને રોડ પર ઉતારવાની મનાઈ કરવામાં આવશે. જે વાહનો 15 વર્ષ જૂનાં છે તેવા વાહનોનો સ્ક્રેપ ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે રોડમેપ જાહેર કરવામાં આવશે. આ માટે સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં જ આ સ્કેપ વ્હીકલ યાર્ડ બનવાની જાણકારી મળી છે. જો કે સરકારે આ અંગે ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી.

image source

હવે આ પોલિસી ગુજરાતમાં પણ લાગુ પાડવા જઈ રહી છે અને તેના ભાગરૂપે જ આ કાર્યક્રમ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાહેરાત કરશે. આ પોલિસીની ગુજરાત પર અસર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને આનાથી પ્રભાવિત થશે. આ વાહનોને હવે સીધાં ભંગારવાડે પહોંચશે અને તે માટે રોડ મેપ પણ જાહેર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ વાહનોની વ્યસ્થા રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ ત્રણ ‘R’ મુજબ કરવામાં આવશે. આ પ્રમાણે જ પોલિસીનો રોડ મેપ જાહેરાત કરવામાં આવશે.

આ માટે સ્ક્રેપ યાર્ડ પણ ઓટોમોબાઇલ હબની આસપાસ બનાવવામાં આવે તેના પર ધ્યાન આપવામાં આવશે. આ ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન:ઉપયોગ કરવામાં મદદ મળશે. જો કે આ પાછળનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે જૂનાં વાહનોથી રાજ્યમાં પ્રદૂષણ વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે જેથી આ પગલાં હાથ ધરવામાં આવશે. આ અગાઉ પણ આ પ્રદૂષણની માત્રાને નિયંત્રિત કરવાની બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્રારા ભારત સરકાર અને રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે.

image source

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વાહનો 15 વર્ષ જૂનાં છે તેમનાં પર પ્રતિબધં મૂકવો જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં લેતા જ ગત બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે 15 વર્ષ જૂનાં વાહનોને ભંગારવાડે લઈ જઈ અને તેમને સ્ક્રેપ કરવામાં આવશે. આ અગાઉ આ સમસ્યા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે કોઈ મહત્ત્વની સિસ્ટમ અને પોલિસી હતી નહી અને તેના કારણે આવા જૂનાં વાહનો જે બહોળી માત્રામાં પ્રદૂષણ કરે છે તે રસ્તા પર દોડતા રહ્યા છે. હવે આવા વાહન અકસ્માત, પ્રદૂષણ તેમજ ભંગાર વાહનોના નિકાલના પ્રશ્નો મોટી સમસ્યા બનતા તે માટે આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

જાણવા મળ્યું છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં 15 વર્ષ જૂનાં વાહનોના હવે રોડ પર દોડી શકશે નહી. આ અંગે વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ આ વાહનોના સ્ક્રેપ માટે નવા ઉદ્યોગોની દિશા ખોલવા ભારત સરકાર હવે તૈયાર છે જેના ભાગરૂપે ગુજરાતમાં આવેલા ઓટોમોબાઇલ હબની આસપાસ આવા ભંગારવાડા તૈયાર કરવામાં આવશે અને તે માટે સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી, જ્યાં ઓટોમોબાઇલ સેઝ આવેલા છે તેની અંદર જ આ સ્કેપ વ્હીકલ યાર્ડ બનશે. આગામી દિવસોમાં હવે 15 વર્ષ જૂનાં વાહનોનો ઉપયોગ લોકો કરી શકશે નહીં.