વાયરલ વીડિયોઃ જોઈ લો નાગેશ્વરીનો કમાલ, કઈ રીતે સરળતાથી પકડી લે છે કિંગ કોબરાને પણ…

સોશ્યલ મીડિયા પર છાશવારે કમાલ કરી દેનારા વીડિયો વાયરલ થતા રહે છે. આ વીડિયો ખાસ કરીને તમને ચોંકાવી દેનારા હોય છે. સોશ્યલ મીડિયા પર હાલમાં એક વીડિયો ટ્રેન્ડ કરી રહયો છે. આ વીડિયો એક રીતે ખૂબ જ ખતરનાક હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં એક યુવતી ઝેરીલા સાપને પકડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે તો સાપનું નામ સાંભળીને લોકો ડરી જાય છે અને કોસો દૂર ભાગે છે. અને તેમાં પણ જો કોઈ મોટો સાપ જેમકે કિંગ કોબરા હોય તો લોકોને એમ જ પરસેવો છૂટી જાય છે. આ વીડિયો ખાસ એટલા માટે છે કે તેમાં નાગેશ્વરી નામની યુવતી જરા પણ ડર્યા વિના કે કોઈ પણ સુરક્ષાને ફોલો કર્યા વિના સામાન્ય રીતે જ દોરી પકડી રહી હોય તેમ કિંગ કોબરાને પકડતી જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ પર યુવતીનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

image source

હાલમાં ઈન્સ્ટાગ્રામ પર નાગેશ્વરી નામની યુવતીનો કમાલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ વીડિયોમાં એક યુવતી ખૂબ જ બહાદુરી અને નીડરતા સાથે સાપને પકડતી જોવા મળે છે. આ કોઈ નાનો સાપ કે તેનું બચ્ચું નથી પણ કિંગ કોબરા છે.

શું બતાવાયું છે વીડિયોમાં

image source

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નાગેશ્વરી નામની આ યુવતી તેના ઘરની પાછળ પડેલી ટાઈલ્સમાં બેઠેલા સાપને પકડી રહી છે. તેને વિના સંકોચ આ સાપને તેની પૂંછડીના ભાગથી રકડી લીધો છે. આ સમયે સાપ પણ પોતાને છોડાવવા માટે વલખા મારી રહ્યો છે.

કેટલા લોકો જોઈ ચૂક્યા છે ઈન્સ્ટાગ્રામનો આ વીડિયો

image source

સાપને પકડ્યા બાદ પણ નાગેશ્વરીના મોઢા પર સામાન્ય સ્મિત જોવા મળી રહ્યું છે, જાણે કે તે તેની જીત હોય, ઈન્સ્ટાગ્રામ પર વીડિયોને nageshwari_snakelover એકાઉન્ટથી શેર કરાયો છે. ઈન્સ્ટાગ્રામ પર આ પ્રકારના અનેક વીડિયો તેણે પોતે શેક કર્યા છે. પરંતુ આ વીડિયોને 80 લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને તેણે 21મેના રોજ અપલોડ કર્યો હતો.

વાયરલ થઈ ચૂક્યો છે આ વીડિયો

image source

વીડિયોના વાયરલ થયા બાદ યૂઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે શાનદાર કામ કર્યું છે. જે રીતે તમે સાપને પકડ્યો છે જોઈને મજા આવી ગઈ. તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે આ કામ જોવામાં જ ખતરનાક લાગી રહ્યું છે પણ તમે તેને સરળતાથી નિભાવ્યું છે.

વીડિયો જોયા બાદ અનેક લોકો ભારતની આ યુવતી જે સરળતાથી સાપને પોતાના વશમાં કરીને પકડી લે છે તે નાગેશ્વરીના વખાણ કરતા થાકતા નથી. ખરેખર કમાલની છે આ યુવતી.