અરે જોજો હોં મોડું ના કરતા: 100 રૂપિયાથી પણ ઓછી કિંમતના છે Jioના આ 4 પ્લાન, સાથે મળી રહી છે આટલી બધી સુવિધાઓ પણ

Reliance Jioએ પોતાના ગ્રાહકો માટે શાનદાર પોસ્ટ પેઈસ પ્લાન્સ લોન્ચ કર્યા છે. કંપનીએ પાંચ નવા પોસ્ટપેઈડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સમાં તમને ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે OTT એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે.  100 રુપિયાથી ઓછી કિંમત વાળા Jio પ્રીપેડ રિચાર્જ 19, 52 અને 98 રુપિયામાં ઉપલબ્ધ છે. માત્ર Jio જ નહીં, અન્ય ટેલિકોમ કંપનીઓ જેમ કે એરટેલ અને
વોડાફોન પણ 100 રુપિયાથી ઓછી કિંમતમાં પ્રીપેઈડ પેક્સ ઓફર કરે છે.

image source

એરટેલ પાસે 40 રુપિયા, 98 રુપિયા અને 99 રુપિયાના પ્રીપેડ પ્લાન છે. Jioના 4G ડેટા વાઉચરમાં ઓછી કિંમતના રિચાર્જ પ્લાન મળી રહે છે. અહીં 11 રૂપિયા, 21 રૂપિયા, 51 રૂપિયા અને 101 રૂપિયાના પ્લાન છે. તો જાણો કયા પ્લાનમાં ગ્રાહકોને શું ફાયદા મળે છે તે વિશે.

image source

કોરોના વાયરસથી બચવા માટે લોકો ઘરે થઈ કામ કરી રહ્યા છે ત્યારે શક્ય છે કે તેમના ડેટાનો વધારે ઉપયોગ થાય. આ સમયે રિલાયન્સ જિઓએ ગ્રાહકોની સુવિધા માટે સસ્તા 4G વાઉચર્સની સુવિધા આપી છે. કંપનીએ સસ્તા વાઉચરની શરૂઆતની કિંમત 11 રૂપિયા રાખી છે. Jioના 4જી વાઉચરમાં ઓછી કિંમતના રિચાર્જ પ્લાન મળી રહ્યા છે. તેમાં 11 રૂપિયા, 21 રૂપિયા, 51 રૂપિયા અને 101 રૂપિયાના પ્લાન છે. તો જાણો દરેક પ્લાનના ફાયદા પણ.

11 રૂપિયાનો પ્લાન

image source

તેમાં તમને 800 એમબી ડેટા મળે છે. એટલું નહીં તેમાં કોલિગ માટે 75 મિનિટ પણ મળે છે.  જિઓથી નોન જિઓ કોલિંગ માટે પણ તમે આ મિનિટનો ઉપયોગ કરી શકો છો.

21 રૂપિયામાં 2GB અને કોલિંગ પણ

image source

આ પ્લાનમાં ફક્ત 21 રૂપિયામાં ગ્રાહકોને Unlimited 2GB ડેટા મળે છે. આ સિવાય તેમાં 200 મિનિટ મળે છે જેમાં જિઓથી નોન જિઓ  નેટવર્ક પર પણ વાત કરી શકાય છે.

51 રૂપિયામાં મળે છે 6GB ડેટા

ગ્રાહકોને અનલિમિટેડ 6GB ડેટા આપવામાં આવે છે. એટલું નહીં તેમાં Jio to Non-Jio માટે 500 મિનિટ આપવામાં આવે છે. એટલે કે તમે કોઈ પણ કંપનીના ફોન પર સરળતાથી વાત કરી શકો છો.  રિલાયન્સ Jioએ તાજેતરમાં જ ડબલ ધમાકા ઓફર લોન્ચ કરી છે. આ ઓફર અંતર્ગત એરટેલને પડકાર આપવા માટે Jio પોતાના દરેક પેકમાં 1.5GB ડેટા ફ્રી ઓફર કરી રહી છે. પરંતુ Jioના 100 રુપિયાથી ઓછા ભાવમાં અનેક પ્રીપેડ રીચાર્જ પેક ઉપલબ્ધ છે.

image source

101 રૂપિયામાં મળે છે અનેક ફાયદા

કંપની આ પ્લાનમાં 12GB ડેટા આપે છે. આ સાથે ખાસ વાત એ છે કે કોલિંગ માટે તેમાં 1000 મિનિટ મળે છે. તેમાં તમે જિઓથી નોન જિઓ નેટવર્ક પર પણ વાત કરી શકો છો.

એરટેલ-વોડાફોન પ્લાનમાં ફેરફાર

image source

જિઓના આ નવા પોસ્ટપેઈડ પ્લાન્સ બાદ ટેલીકોમ કંપનીઓમાં સ્પર્ધા વધી શકે છે. જિઓને ટક્કર આપવા માટે એરટેલ અને વોડાફોન-આઈડિયા પણ હવે પોતાના પોસ્ટપેઈડ પ્લાન્સમાં વધારે OTT સર્વિસ આપી શકે છે અને અનેક આકર્ષક ઓપર રજૂ કરી શકે છે અથવા પોતાના હાલના પ્લાન્સમાં ફેરફાર કરી શકે છે.