Site icon News Gujarat

સૈફ અને કરીનાએ પોતાના નાના દીકરાનું નામ રાખ્યું જહાંગીર, નવા વિવાદને આમંત્રણ?

બૉલીવુડ સેલિબ્રિટી જોડી સૈફ અલી ખાન અને કરીના કપૂરે પોતાના પહેલા દીકરાનું નામ તૈમુર રાખીને વિવાદ ઉભો કરી દીધો છે કરીના કપૂરે જ્યારે આ વર્ષે 21 ફેબ્રુઆરીએ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે ત્યારથી બધા એ વિચારી રહ્યા છે કે હવે એમનું નામ શું હશે. થોડા દિવસ પહેલા ખબર આવી કે કરીના અને સૈફએ પોતાના નાના દીકરાનું નામ જેહ જહયું છે પણ હવે ખબર આવી રહી છે કે જેહ બીજું કંઈ નહીં પણ જહાંગીરનું ટૂંકું નામ છે. એટલે કે એમને પોતાના નાના દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. રિપોર્ટ્સ અનુસાર કરીના કપૂર અને સૈફના પરિવારે પણ આ વાતની પુષ્ટિ કરી છે. એમનું કહેવું છે કે બાળકના નામની ઓફિશિયલ ઘોષણા સૈફ અને કરીના જાતે કરશે.

9 ઓગસ્ટએ કરીના કપૂરે કરીના કપૂર કી પ્રેગ્નનસી બાઇબલ: ધ અલ્ટીમેટ મેન્યુઅલ ફોર મોમ ટૂ બી શીર્ષકથી એક બુક લોન્ચ કરી છે. જે એમની ગર્ભાવસ્થાના બન્ને અનુભવો પર આધારીત છે. એક રિપોર્ટ અનુસાર પુસ્તકમાં કરીના કપૂરના નાના દીકરાનો ફોટો પ્રકાશિત થયો છે જેની નીચે એમના બાળકનું નામ જહાંગીર લખેલું છે. ઉલ્લેખનીય છે કે પુસ્તકમાં અન્યત્ર એમને જેહ કહેવામાં આવ્યા છે.

20 ડિસેમ્બર 2016ના રોજ જ્યારે કરીના કપૂરે એમના પહેલા દીકરાને જન્મ આપ્યો તો એમનો ગોળમટોળ ચહેરો જોઈને દરેક વ્યક્તિ અભિભૂત થઈ ગઈ હતી. પણ ક્યારે સૈફ અને કરીનાએ ઘોષણા કરી કે એમના દીકરાનું નામ તૈમુર છે તો ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો. લોકો એ વાતથી નારાજ હતા કે એમને ભારત પર આક્રમણ કરનાર ક્રૂર આક્રમણકારી તૈમુર લૂંગન નામ પરથી પોતાના દીકરાનું નામ રાખ્યું હતું. આ મુદ્દા પર એમને ટ્રોલ પણ કરવામાં આવ્યા.

image source

જો કે 2018માં એક વાતચીત દરમિયાન કરીના કપૂરે કહ્યું હતું કે સૈફએ મને પ્રેગ્નનસી દરમિયાન કહ્યું હતું કે આપણે આપણા દીકરાનું નામ ફૈઝ રાખવું જોઈએ. એ એક ખૂબ જ કાવ્યાત્મક અને રોમેન્ટિક નામ છે. પણ મેં ના પાડી દીધી. મેં કહ્યું કે જો આપણે દીકરો આવે તો હું એને ફાઈટર બનાવીશું. તૈમુરનો અર્થ છે લોખંડ અને હું એક લોહપુરુષને જન્મ આપીશ. મને ગર્વ છે કે મેં એનું નામ તૈમુર રાખ્યું છે.

image source

લેટિનમાં જહાંગીરનો અર્થ છે ભૂરી આંખો વાળું પક્ષી. જ્યારે પારસીમાં જેહનો અર્થ છે આવવું, લાવવું. જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા, વિમાનનના દાદા અને ભારતમાં એક અનુભવી બિઝનેસમેન જેઆરડી ટાટાની પણ નામ હતું. મુગલ બાદશાહ જહાંગીર એમના ન્યાય માટે જાણીતા હતા. ફારસીમાં જહાંગીરનો અર્થ વિશ્વ વિજેતા થાય છે.

Exit mobile version