Site icon News Gujarat

પોતાના કરતા લગભગ બમણી ઉંમરના વ્યક્તિ સાથે કર્યા હતા લગ્ન આશા ભોંસલેએ.

દેશની સૌથી લોકપ્રિય ગાયિકા આશા ભોંસલેનો જન્મદિવસ છે. તે 88 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933 ના રોજ સાંગલીમાં થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર મરાઠી અને માતા શેવંતી ગુજરાતી હતા. આશા ભોંસલેના પિતા એક અભિનેતા અને ક્લાસિકલ સિંગર હતા. જ્યારે આશા 9 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું. પછી તેણે પરિવારને ટેકો આપવા માટે તેની મોટી બહેન લતા મંગેશકર સાથે ફિલ્મોમાં ગાવાનું અને અભિનય કરવાનું શરૂ કર્યું

image source

આશા ભોંસલે પહેલીવાર વર્ષ 1943 માં મરાઠી ફિલ્મ ‘માજા બાલ’ નું ગીત ‘ચલા ચલા નવ બાલા’ ગાયું હતું. વર્ષ 1948 ની ફિલ્મ ‘ચુનારિયા’ નું ગીત ‘સાવન આયા’ એમનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલું ગીત હતું. તેમણે ફિલ્મ ‘રાત કી રાની’ (1949) માં પ્રથમ સોલો હિન્દી ગીત ગાયું હતું. જ્યારે આશા ભોંસલે 16 વર્ષની હતી ત્યારે તેણે 31 વર્ષના ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યા હતા. તેણે આ લગ્ન પરિવારની ઈચ્છા વિરુદ્ધ કર્યા હતા.

આશા ભોંસલેને શરૂઆતમાં બોલીવુડમાં કામ તો મળ્યું પણ પોપ્યુલરિટી ન મળી શકી. વર્ષ 1952 માં, તેમણે ‘સંગદિલ’ ના ગીતોથી ઓળખ મેળવવાનું શરૂ કર્યું. આ પછી, તેમણે બિમલ રોયની ‘પરિણીતા’ અને રાજ કપૂરની ફિલ્મ ‘બૂટ પોલિશ’ના ગીતોથી લોકપ્રિયતા મેળવી. આ પછી, તેણે ક્યારેય પાછું વળીને જોયું નહીં અને એકથી પછી એક સુપરહિટ ગીત અને ડાન્સ નંબર આપ્યા.

આશા ભોંસલે આરડી બર્મનના કમ્પોઝીનમાં બનેલા ડાન્સ નંબર આજા આજા, ઓ હસીના ઝુલ્ફો વાલી અને ઓ મેરે સોના રે સોન્ગ ગાયા. એમાં એમની સાથે મોહમ્મદ રફી હતા. એ દરમિયાન આશા ભોંસલે અને આરડી બર્મનના કોલેબોરેશનનું આ પરિણામ આવ્યું કે બન્નેના ઘણા બધા ગીતો હિટ થયા અને બન્નેએ લગ્ન કર્યા. આશા ભોંસલેએ એમની સિગિંગ સ્ટાઈલથી ઘણા સ્ટીરિયોટાઈપને તોડ્યા હતા.એમને રેખા સ્ટારર ફિલ્મ ઉમરાવજાનની બધી ગઝલો ગાઈ. એ માટે એમને નેશનલ ફિલ્મ એવોર્ડ મદયી. એના થોડા વર્ષો પછી એમને મેરા કુછ સામાન સોન્ગ માટે પણ નેશનલ એવોર્ડ મળ્યો. એમને એમની સિગિંગને ઉંમરમાં આ સ્ટેજ પર પણ ચાલુ રાખી છે. .

આશા ભોંસલેએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા મોટા મ્યુઝિક કંપોઝર સાથે કામ કર્યું. એમને ઓ.પી. નયયર, ખય્યામ, રવિ, એસ. ડી.બર્મન, એ. આર રહેમાન, શંકર જયકીશન અનુ મલિક સહિત ઇન્ડસ્ટ્રીના દરેક સમયના મ્યુઝિક કંપોઝર સાથે કામ કર્યું. એ સિવાય આશા ભોંસલેએ લાઈવ કોન્સર્ટ અને શો પણ કર્યા. એ પોતાની આલ્બમમાં પણ ગાઈ ચુકી છે. આશા ભોંસલે સિંગરની સાથે એક રેસ્ટોરેન્ટની માલિક પણ છે.

Exit mobile version