ડોક્ટરને ભગવાનનો દરજ્જો લોકો આપે છે. તેમાં પણ કોરોના કાળમાં તો ડોક્ટરોને કોરોના વોરિયર્સ કહેવામાં આવ્યા, તેમનું સમ્માન કરવામાં આવ્યું. આ સમય દરમિયાન ડોક્ટરોએ પણ દિવસ રાત જોયા વિના દર્દીઓની સેવામાં ખડેપગે રહ્યા અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં ડોક્ટર ભગવાન નહીં પણ હેવાન બની ગયા હોય તેવું દ્રષ્ટિમાન થાય છે.
આ ઘટના બની છે ગુજરાતના ગાંધીનગરમાં. જી હાં જ્યાં આપણા રાજ્યના મુખ્યમંત્રીથી લઈ દરેક નેતાનો વસવાટ છે ત્યાં જ એક ડોક્ટરે એક મહિલા સાથે અનહદ અમાનવિય કહી શકાય તેવું કૃત્ય સરાજાહેર કર્યું છે. આ ઘટનાના ઘેરા પડધા પડ્યા છે અને ચોતરફથી લોકો આ ડોક્ટર પર ફીટકાર વરસાવી રહ્યા છે. જાણવા મળતી વાત એમ છે કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે રુમાલ વેંચી અને પેટીયું રડતી મહિલા સાથે ત્યાંના એક જાણીતા ડોક્ટરે અમાનવિય વર્તન કર્યું છે.
ડોક્ટરે મહિલા સાથે એવું કામ કર્યું છે કે જેના વિશે જાણી કોઈપણ વ્યક્તિને ડોક્ટર પર રોષ ફુટી નીકળે. એક તરફ રાજ્યના મુખ્યમંત્રીથી લઈ દરેક નેતા સ્ત્રી સશક્તિકરણ, મહિલાઓના રક્ષણની વાતો કરે છે અને તેવામાં તેમના જ નાક નીચે આવી ઘટના જાહેરમાં બનતા હોબાળો મચી ગયો છે. આ ઘટનાની મળતી માહિતી આ મુજબ છે.
ગાંધીનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ઝરીનાબેન નામની એક મહિલા હાથ રૂમાલ સહિતનાં કપડાં વેંચી પોતાનું ગુજરાન ચલાવે છે. આ મહિલાએ જાણે ખૂબ જ મોટો ગુનો કરી નાખ્યો હોય તેમ અચાનક ગાંધીનગર સિવિલમાં ઓર્થોપેડિક વિભાગમાં જ ઉચ્ચ હોદ્દા પર ફરજ બનાવતા ડો વિકી પરીખે આ મહિલાના હાથ બાંધી અને તેને 50 ફૂટ જેટલું જમીન પર ઢસડી હતી. ડોક્ટરે અચાનક આવું શા માટે કર્યું તે સામે આવ્યું નથી.
આ ઘટનામાં ભોગ બનનારી મહિલાની હાલત ખૂબ કફોડી થઈ હતી. ઘટના બાદ તેણે કહ્યું હતું કે તે સિવિલના દરવાજે બેસીને વેપાર કરે છે. તેના પતિ અવસાન પામ્યા છે અને તેને કોઈ સંતાન પણ નથી. આ મહિલાનો વાંક એટલો હતો કે શનિવારે વરસાદ પડતો હોવાથી તે સિવિલના ગેટની બિલકુલ નીચે બેસી અને વેપાર કરતી હતી. આ સમયે ડોક્ટર વિકી પરીખ આવ્યા હતા અને તેને અપશબ્દો બોલવા લાગ્યા. તેમણે મહિલાના સામાનનો થેલો પણ ફેંકવા માટે ઉપાડ્યો. મહિલાએ થેલો ફેંકી ન દે તે માટે પકડી લીધો તો ડોક્ટરે મહિલાને પણ થેલા સાથે ઢસડી 50 ફૂટ દૂર ખસેડી નાખી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!