આ કારણે દિવ્યાંકા ત્રિપાઠીએ પતિ વિવેક દહીયાને ધક્કો મારીને પાડી દીધા, વિડીયો જોઈ કંટ્રોલ નહિ થાય તમારું હસવાનું

ટીવીના પોપ્યુલર શો યે હે મોહબ્બતેથી ઘર ઘરમાં લોકોની વચ્ચે ઇશિતાના નામે ઓળખ બનાવનારી દિવ્યાંકા ત્રિપાઠી દહીયા આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. હાલના દિવસોમાં દિવ્યાંકા ત્રિપાઠી સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડીમાં દેખાઈ રહી છે. એ દરેક સ્ટંટ ખૂબ જ સરસ રીતે પૂરો કરી રહી છે. એવામાં દિવ્યાંકા ત્રિપાઠીનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિવ્યાંકા ત્રિપાઠી આ વીડિયોમાં પતિ વિવેક દહીયા સાથે દેખાઈ રહી છે. વિડીયો જોઈને તમે તમારું હસવાનું નહિ રોકી શકો.

image source

દિવ્યાંકા ત્રિપાઠીએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એ મોબાઈલ હાથમાં લઈને પતિ વિવેક દહીયાની પાસે આવતી દેખાય છે. વિવેક દહીયા સોફા પર સુતેલા દેખાઈ રહ્યા છે. દિવ્યાંકા ત્રિપાઠી પણ સોફા પર ચડીને વિવેકની બાજુમાં જ સુવા લાગે છે. એ સોફામાં ફિટ નથી થતી અને વિવેકને ધક્કો મારીને નીચે પાડી દે છે.

image source

વિવેક શોકમાં એમને જોવા લાગે છે. દિવ્યાંકા આ હરકત પછી આરામથી સોફા પર સુતા સુતા વિડીયો જોવા લાગે છે.

image source

દિવ્યાંકા ત્રિપાઠીએ વિડીયો શેર કરતા લખ્યું છે કે યોગ્ય પગલુ ભરો અને પોતાના સિંહાસન પર હક જમાવો. લોકો વિડીયો જોયા પછી પોતાનું હસવું રોકી નથી શકતા. એક પછી એક ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. લોકોના કમેન્ટ્સ પણ ખૂબ જ ફની છે. તમને જણાવી દઈએ કે દિવ્યાંકા ત્રિપાઠી અને એમના પતિ વિવેક દહીયાને લોકો ખૂબ પસંદ કરે છે. બન્નેની જોડી ખૂબ જ પોપ્યુલર છે. સોશિયલ મીડિયા પર બન્ને ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ઘણા બધા ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. એમના ફેન્સ પણ એમના સોશિયલ મીડિયા પોસ્ટ પર ખૂબ જ પ્રેમ વરસાવે છે.

ઘણા લાંબા બ્રેક પછી દિવ્યાંકા ત્રિપાઠી યે હે મોહબ્બતેમાં ફિમેલ લીડ તરીકે કાસ્ટ કરવામાં આવી. આ શોમાં જ દિવ્યાંકાને એમને હમસફર મળ્યા. વિવેક દહીયા આ જ શોનો ભાગ હતા અને બન્નેએ શો દરમિયાન એકબીજાને પસંદ કર્યા. વર્ષ 2016માં દિવ્યાંકાએ વિવેક સાથે લગ્ન કરી લીધા. દિવ્યાંકા ત્રિપાઠીના કરિયરની શરૂઆત વર્ષ 2004માં ઝીટીવીના ઈંડિયાઝ બેસ્ટ સીનેસ્ટારથી થઈ હતી. આ ટેલેન્ટ શોમાં ભાગ લેવા માટે એ ભોપાલથી દિલ્લી પહોંચી હતી. આ શોમાં એમને બ્યુટીફૂલ સ્કિનનો એવોર્ડ જીત્યો હતો. એ પછી એમને મિસ ભોપાલનો ખિતાબ પણ મેળવ્યો હતો. દિવ્યાંકા ત્રિપાઠીએ સિરિયલ બનું મેં તેરી દુલહન દ્વારા નાના પડદા પર પગ મૂક્યો હતો.