અમર ઉપાધ્યાય નહોતા ક્યોંકી સાસ ભી કભી બહુ થીના મિહિરને રોલ માટે પહેલી પસંદ.

નાના પડદા પર એકથી લઈને એક ચડિયાતા ટીવી શો બન્યા જેમમે વર્ષોના વર્ષ દર્શકોમાં દિલો પર રાજ કર્યું. એમાં એકતા કપૂરનો શો ક્યોંકી સાસ ભી કભી બહુ થીનું નામ પણ સામેલ છે. એ ટીવીનો અત્યાર સુધીનો સૌથી લાંબો ચાલનારો શો હતો જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. આ સીરિયલમાં કામ કરનાર મોટા ભાગના પાત્રો ફિલ્મો અને ટીવી પર સક્રિય છે. તો શોની મુખ્ય નાયિકા તુલસી એટલે કે સ્મૃતિ ઈરાની તો કેન્દ્રીય મંત્રી બની ચુકી છે. શોની વાર્તાએ દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું હતું.

image source

આ સીરિયલમાં જ અમર ઉપાધ્યાયે મિહિરનો રોલ કર્યો હતો. આ પાત્રથી એમને કરોડો લોકોનું દિલ જીત્યું હતું તો તુલસી અને મિહિરની કેમસ્ટ્રીના તો બધા દીવાના થઈ ગયા હતા. ઘર ઘરમાં ઓળખ બનાવનાર અમરને એમની પ્રતિભાના દમ પર સીરિયલમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. જો કે તમને એ જાણીને નવાઈ લાગશે કે જે રોલને ભજવીને એ દર્શકોમાં આટલા લોકપ્રિય થઈ ગયા એ રોલ માટે એ પહેલી પસંદ નહોતા. વાતનો ખુલાસો અમર ઉપાધ્યાયે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

image source

અમરે જણાવ્યું હતું કે મિહિરનો રોલ એમને શૂટિંગ શરૂ થયા થોડા કલાક પહેલાં જ મળ્યો હતો. એમને એ સમયે વિશ્વાસ જ નહોતો થતો કે એમને આ રોલ માટે અપ્રોચ કરવામાં આવી રહ્યા છે. ઓફર વિશે સાંભળીને એ તરત સેટ પર પહોંચી ગયા હતા. જો કે શોમાં એક વ્યક્તિ મિહિરને રોલ કરવા માટે પસંદ કરી લેવામાં આવ્યો હતો. એમને એક દિવસ શૂટિંગ પણ કરી લીધું હતું.

image source

અમરે કહ્યું કે પછી ખબર નહિ શુ થયું જેના કારણે એ વ્યક્તિએ શો છોડી દીધો. એ પછી મેકર્સે મને ફોન કર્યો અને અમુક બીજા એક્ટર્સને પમ અપ્રોચ કર્યા. હું ત્યાં પહોંચ્યો અને મારો સ્ક્રીન ટેસ્ટ આપ્યો. સિરિયલનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું હતું અને મિહિરને રોલ માટે એ કોઈ એવા વ્યક્તિને શોધી રહ્યા હતા એ તરત શૂટિંગ શરૂ કરી દે.

image source

અમરે આગળ કહ્યું કે મેં સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને એને શોભાજી અને એકતાજીને મોકલવામાં આવ્યો અને એમને કહ્યું કે આ જ આપણો મિહિર હશે. મેં પણ આ રોલ માટે હા પાડી દીધી અને એમને એ જ દિવસથી શૂટિંગ શરૂ કરવા માટે મને કહ્યું ને હું તરત તૈયાર થઈ ગયો. એ પછી મિહિરને રોલમાં અમરે કઈક એવો જાદુ ચલાવ્યો કે એ બધાના ફેવરિટ બની ગયા.

image source

તમને જણાવી દઈએ કે અમર સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થી સિવાય કસોટી જીંદગી કી, કુસુમ, વિરાસત અને સાથ નિભાના સાથિયા જેવા શોમાં પણ કામ કરી ચુક્યા છે. એકતા કપૂરના આ શોમાં જેટલા પણ રોલ હતા એ બધા આજે ટીવી અને ફિલ્મ જગતમાં સફળ છે. અમર અને સ્મૃતિ સિવાય સીરિયલમાં સુધા શિવપુરી, હિતેન તેજવાની, ગૌરી પ્રધાન, રક્ષધાં ખાન, કેતકી દવે અને હુસેન ક્વાઝેરવાલા સહિત ઘણા કલાકારો દેખાયા હતા.