જાણો છેલ્લા 36 કલાકમાં કયા શહેરમાં થયો કેટલો વરસાદ

લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ગત સપ્તાહથી ચોમાસુ સક્રિય થયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. છૂટાછવાયા વરસાદ વચ્ચે સપ્તાહનો અંત અને રક્ષાબંધનનો પર્વ પણ અમીછાંટણા સાથે ઉજવાયો હતો. રાજ્યમાં શનિવાર અને રવિવાર એમ બંને દિવસ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો હતો.

image source

રાજ્યમાં છેલ્લા 36 કલાક દરમિયાન સારો એવો વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ રાજ્યમાં લાંબો બ્રેક રાખ્યા બાદ હવે છેલ્લા થોડા દિવસથી મેઘરાજાએ દેખા દીધી હતી. તેમાં પણ શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. ઘણા દિવસોથી વરસાદ થતો ન હોવાથી લોકો અને ખેડૂતો નિરાશ થવા લાગ્યા હતા પરંતુ તેવામાં મેઘ મહેર થતા લોકોએ રાહત અનુભવી હતી.

શનિવાર અને રવિવારે થયેલા વરસાદની વાત કરીએ તો શનિવારે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો હતો જ્યારે રવિવારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં રવિવારે સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદ થયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા 36 કલાકના વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વલસાડ તાલુકામાં ભારે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. આ સાથે જ સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ થતા લોકોએ રાહત અનુભવી હતી.

image source

ક્યાં કેટલો થયો વરસાદ ?

સુરત શહેર – પોણો ઈંચ

ચોર્યાસી – ૨ ઈંચ

ઓલપાડ – ૧.૪૮ ઈંચ

વલસાડ – ૪ ઈંચ

કપરાડા – ૪.૦૪ ઈંચ

ધરમપુર – ૨.૯૨ ઈંચ

પારડી – ૨.૪૮ ઈંચ

image source

વલસાડ જિલ્લામાં શનિ-રવિ દરમિયાન સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સપ્તાહમાં થયેલા વરસાદ બાદ અહીં આ મોસમના તાલુકા અનુસાર કુલ વરસાદના આંકડા નીચે દર્શાવ્યાનુસાર છે.

ઉમરગામ – ૪૯.૬૪ ઈંચ

કપરાડા – ૬૩.૮૦ ઈંચ

ધરમપુર – ૫૫.૬૪ ઈંચ

image source

પારડી – ૪૮.૧૨ ઈંચ

વલસાડ – ૪૯.૦૮ ઈંચ

વાપી – ૫૪.૧૨ ઈંચ