Site icon News Gujarat

બચપન કા પ્યાર પછી ‘બચપન કા પૈસા’ ગીત આવ્યું, માતા ને જોઈને દીકરાએ આ રીતે જોડી દીધા હાથ…

અત્યારે સોશ્યિલ મીડિયા નો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે સોશ્યિલ મીડિયા થકી નવા નવા સ્ટાર આપણ ને જોવા મળે છે. સહદેવ કુમાર સોશ્યિલ મીડિયામાં જ બચપન કા પ્યાર ગીત ગાઈ ને ફેમર્સ બન્યો છે સહદેવની સાથે બોલીવૂડ ના સિંગર બાદશાહે મુલાકાત કરી હતી. એવી જ રીતે આ એક છોકરો જે ગુજરાતી ગીત ગાય રહ્યો છે જેનો વિડિઓ સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે.

image source

છેલ્લા કેટલાક મહિનાઓથી ‘બચપન કા પ્યાર’ સોન્ગ લોકો વચ્ચે ફેમસ થયું હતુ. આ સોન્ગ ને કારણે છત્તીસગઢ ના સુકમા જિલ્લાનો બાળક સહદેવ દીરદો સુપર સ્ટાર બન્યો. બોલિવૂડ અને પંજાબી ગાયક બાદશાહે પણ બચપન કા પ્યાર ગીત થી ઘણી વાહવાહી મેળવી હતી. હવે આવું જ એક સોન્ગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ઇન્ટરનેટ પર વાયરલ ‘બચપન કા પૈસા’

image source

બચપન કા પ્યાર ગીત ની જેમ ‘બચપન કા પૈસા’ ગીત ઈન્સ્ટા ગ્રામ પર વાયરલ થયું છે, જેમાં એક પુત્ર તેની માતા ની સામે બાળપણમાં સંબંધીઓ પાસેથી મળેલા રૂપિયા પાછા માંગતો જોવા મળે છે. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ વીડિયો ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો મિન્ટૂ ઓફિશિયલ નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.

સહદેવ જેવા સ્ટાર બનવાનું સપનું

image source

ઉલ્લેખનીય છે કે અગાઉ ‘બચપન કા પ્યાર’ ગીતમાં સહદેવ દીરદો એ બાદશાહ સાથે ગાયું હતું. સહદેવ ના પિતા ખેડૂત તરીકે કામ કરે છે અને તેમના ઘરમાં ટીવી-મોબાઈલ જેવી મોંઘી વસ્તુઓ નહોતી. તેણે આસપાસના લોકોના મોબાઇલમાંથી સોન્ગ સાંભળ્યા પોતાની શાળામાં ગાયું. જ્યારે સહદેવ ને પૂછવામાં આવ્યું કે તે મોટો થઈને શું બનવા માંગે છે, ત્યારે તેણે કહ્યું કે તે સિંગર બનવા માંગે છે. આ સોન્ગ પછી લોકો વિવિધ પ્રકારના સોન્ગ ગાઈને સ્ટાર બનવા માંગે છે.

હવે જોવાનું એ છે કે સાહેદેવ ની જેમ આ ગાયક ને પણ સ્થાન મળશે કે નહીં, જોકે આ ગીત વાયરલ થવાની કિંમત એ છે કે તે તેમને ફ્લોર પર થી ઊંચકીને સિંહાસન પર ઇન્ટરનેટ પર પહોંચશે. આ ગીત સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે, આ વીડીયા ને ઘણા બધા લાઈક અને કોમેન્ટસ પણ મળ્યા હતા.

Exit mobile version