પ્રાચીન સમયમાં લોકોના જીવ બચાવવા ઉપયોગમાં લેવાતી તમાકૂ

તમાકૂનો ઉપયોગ માણસ હજારો વર્ષોથી કરે છે. આ વાત હવે સાબિત થઈ ચુકી છે અમેરિકામાં મળેલા પુરાવા પરથી. અમેરિકાના ઉટામાં પુરાતત્વવિદોની એક ટીમે 12 હજાર વર્ષ જૂના તમાકુના બી શોધી કાઢ્યા છે. આ બી ગ્રેટ સોલ્ટ લેક ડેઝર્ટમાં મળ્યા છે. તેના પરથી સ્પષ્ટ થયું છે કે આ બીનો ઉપયોગ હજારો વર્ષોથી થાય છે. અમેરિકામાં રહેતા લોકોએ તે સમયમાં તમાકૂનો ઉપયોગ કર્યો હતો. જો કે તે સમયના લોકોએ તમાકુનો ઉપયોગ કઈ રીતે કર્યો હશે તે કહેવું મુશ્કેલ છે.

image source

તમાકૂ એવા છોડમાં આવે છે કે જેનો માણસ સારો અને ખરાબ બંને રીતે ઉપયોગ કરે છે. તે સામાજિક અને આર્થિક રીતે અસર પણ કરે છે. પ્રાચીન માયા સભ્યતાના સમયમાં તેને પવિત્ર ગણવામાં આવતી હતી. તેનો ઉપયોગ સારવારમાં થતો હતો. આ ઉપરાંત પ્રાચીન અમેરિકી લોકો પોતાની આર્થિક સદ્ધરતા વધારવા તેનો ઉપયોગ કરતા હતા. આ વાત ત્યારની છે જ્યારે અમેરિકાએ દુનિયાની શોધ કરવાની શરૂઆત કરી હતી.

image source

ધૂમ્રપાન કરવા, ચાવવા અને સુંઘવા ઉપરાંત પણ તમાકૂનો ઉપયોગ દુનિયાભરમાં અલગ અલગ રીતે થાય છે. પ્રાચીન માયા સભ્યતામાં તેનો ઉપયોગ એનીમા તરીકે થતો હતો. 18મી સદીમાં ઈંગ્લેંડના ડોક્ટર પાણીમાં ડુબેલા લોકોને બચાવવા માટે તમાકૂથી સ્મોક કરાવતા હતા જેથી તેનો જીવ બચી જાય.

image source

અત્યાર સુધીમાં તમાકૂના ઉપયોગના પુરાવા 3300 વર્ષ પહેલાના જ મળતા હતા. અલબામાંથી એક સ્મોકિંગ પાઈપ મળી હતી. આ ખોજ 2018માં થઈ હતી. ત્યારબાદ હવે સોલ્ટ લેકમાંથી 12,000 વર્ષ પહેલા પણ તમાકૂનું અસ્તિત્વ હતુ તેના પુરાવા મળ્યા છે. અહીં જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી તમાકૂના બીજ મળી આવ્યા હતા.

image source

આ જગ્યામાં કેટલાક પ્રાચીન વાસણ પણ મળી આવ્યા હતા જેના પર કલાકૃતિઓ દોરેલી હતી. આ સિવાય 2000થી વધુ હાડકાના ટુકડા મળ્યા હતા. મોટાભાગના હાડકા બતકના મળી આવ્યા હતા. તેના પરથી અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે લોકો તે સમયે બતક મારીને ખાતા હશે.

અહીંથી મળેલા તમાકૂના બીજનું જ્યારે કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું ત્યારે તે 12,300 વર્ષ જૂના છે તેમ ખબર પડી હતી. અહીંથી તમાકૂના 4 બી જ મળ્યા છે પરંતુ તે સાબિત કરે છે તે તમાકૂનું અસ્તિત્વ 12,000 વર્ષ કરતાં વધુ વર્ષ જૂનું છે.