પેટ્રોલના ભાાવનું ટેન્શન છોડો, લઈ આવો ઈલેક્ટ્રિક કાર, જાણો શું છે કંપનીનો મોટો દાવો

ઇલેક્ટ્રિક વહિકલ ઇન્સ્ટ્રીમાં ફાસ્ટ ચાર્જીંગ ટેક્નિક કોઈ નવી વાત નથી. અનેક ઇલેક્ટ્રિક કારો અને દ્વિચક્રી વાહનો હવે ફાસ્ટ ચાર્જીંગ સાથે આવે છે. આ બેટરી ઓન બોર્ડને ઓછા સમયમાં જલ્દી ચાર્જ કરવા માટે ઓળખાય છે. જો કે ચીનની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા GAC Aion એવો દાવો કરી રહી છે જેને લાઈટનિંગ ફાસ્ટ ચાર્જીંગ કહેવામાં આવે છે અને ઘણા લોકોને આના પર ભરોસો નથી આવી રહ્યો. ઇલેક્ટ્રિક વહિકલ નિર્માતાનો દાવો છે કે તેની નવી ચાર્જીંગ ટેક્નિક એક EV ને એટલા સમયમાં ચાર્જ કરી દેશે જેટલો સમય ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવામાં થાય છે.

image source

EV કંપનીના દાવા મુજબ તેની આવનારી Aion V EV આ ટેક્નિક સાથે જ આવશે. કંપનીનું એમ પણ કહેવું છે કે આનાથી સુપર ફાસ્ટ ચાર્જીંગ બેટરીને કોઈ નુકશાન નહિ થાય.

image source

GAC Aion ની 3C ફાસ્ટ ચાર્જીંગ બાબતે એવો દાવો કરાયો.છે કે તે EVs ને 16 મિનિટમાં 0 થી 80 ટકા સને 10 મિનિટમાં 30 થી 80 ટકા સુધી ચાર્જ કરી દેશે.

GAC Aion ના દાવા મુજબ તેણે એક સ્કેલેબલ ગ્રાફીન બેટરી સિસ્ટમ બનાવી છે. ઇલેક્ટ્રિક ગાડીઓમાં ઉપયોગ કરવામાં આવતી હાલની લી આયન બેટરીની સરખામણીએ આ બેટરી ટેક્નિક સુપર ફાસ્ટ ચાર્જ કરે છે. સ્કેલેબલ ગ્રાફીન બેટરીને એક વખત ચાર્જ ચાર્જ કરવાથી 1000 કિલોમીટર રેન્જ મળવાનો દાવો કરવામાં આવે છે. આ આધારે GAC Aion એ પહેલાં દાવો કર્યો હતો કે તેની Aion S EV તેની ટોપ રેન્જ સાથે ટેસ્લાને મ્હાત આપવા સક્ષમ હશે.

image source

જો કે EV કંપનીના આ પ્રકારના દાવાને ઘણા લોકોએ માન્યો નથી. બેટરીના નિષ્ણાંતો અનુસાર EV માં ઉપયોગ માટે સ્કેલેબલ ગ્રાફીન બેટરી હજુ કેટલાક વર્ષો પછીની વાત છે. સોલિડ સ્ટેટ બેટરીઓ પણ વિકાસની પ્રક્રિયામાં છે. વિશ્વભરમાં અનેક વાહન નિર્માતા આ ટેક્નિક પર કામ કરી રહ્યા છે. સોલિડ સ્ટેટ બેટરી બાબતે એવો દાવો કરાય છે કે તે સારી એનર્જી ડેન્સીટી સાથે આવે છે જે ઇલેક્ટ્રિક વાહનને સારી રેન્જ તથા ચાર્જીંગ ટાઇમને શ્રેષ્ઠ બનાવે છે.

image source

Aion, Guangzhou ઓટોમોબાઇલ કોર્પોરેશન (GAC) સમૂહના માલિકીનું એક ઉપ બેન્ડ છે. ઓટો નિર્માતા માત્ર ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેણે અત્યાર સુધીમાં ચીનની બજારમાં ચાર ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કર્યા છે.