હિન્દી નહોતું આવડતું એટલે zomatoએ આપી સજા, ન કર્યું રીફન્ડ

ચેન્નઈના એક ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે કંપનીના એક કર્મચારીએ હિન્દી ભાષાને લઈને એની સાથે જીભાજોડી કરી. ગ્રાહકે આ બહેસની ચેટનો સ્ક્રીનશોટ ટ્વીટર પર શેર કરી દીધો. એ પછી ખુદ ઝોમેટોએ પબ્લિકલી આ વિશે માફી માંગી છે. તો સંબંધિત કર્મચારીને નોકરી પરથી હટાવી દેવામાં આવ્યો છે, અને પછી તેને ફરી કામ પર રાખી પણ લેવામાં આવ્યો છે. જાણી લો આખો કિસ્સો…

image source

વાત જાણે એમ છે કે વિકાસ નામની વ્યક્તિએ ટ્વિટર પર ઝોમેટો કર્મચારી સાથેની તેની વાતચીતના સ્ક્રીનશોટ ટ્વિટ કર્યા હતા. વિકાસને તેનો ઓર્ડર મેળવવામાં સમસ્યા આવી રહી હતી, જેના માટે તેણે કર્મચારીને રેસ્ટોરન્ટનો સંપર્ક કરવા કહ્યું. જેના પર ઝોમેટોના કર્મચારીએ વિકાસને કહ્યું કે તેણે પાંચ વખત રેસ્ટોરન્ટમાં ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ “ભાષા અવરોધ” ના કારણે તેમની સાથે યોગ્ય રીતે વાત થઈ શકી નથી.

આ માટે, વિકાસએ કહ્યું કે જો ઝોમેટો તમિલનાડુમાં સેવાઓ આપી રહી છે, તો તેણે ભાષા સમજવા માટે તમિલ ભાષી વ્યક્તિને રાખવી જોઈએ. તેણે ઝોમેટોના કર્મચારીને રેસ્ટોરન્ટ પાસેથી પૈસા રિફંડ મેળવવા કહ્યું. જવાબમાં, કર્મચારીએ કહ્યું- “તમારી માહિતી માટે હિન્દી અમારી રાષ્ટ્રીય ભાષા છે. તેથી તે ખૂબ સામાન્ય છે કે દરેકને થોડું હિન્દી આવડવું જોઈએ


શુ છે ગ્રાહકનો આરોપ?

image soource

વિકાસે પોતાના ટ્વિટમાં લખ્યું- ‘ઝોમેટોમાંથી જમવાનું ઓર્ડર કર્યું, પરંતુ તેમાં એક વસ્તુ રહી ગઈ. જ્યારે મેં કસ્ટમર કેર સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે પૈસા પરત કરી શકાતા નથી, કારણ કે હિન્દી નથી આવડતું. આ એક પ્રકારનો પાઠ પણ છે કે એક ભારતીય તરીકે મારે હિન્દી જાણવુ જોઈએ. મને ‘જૂઠો’ કહી દેવામાં આવ્યો. પૈસા પરત કરવામાં તેની અસમર્થતા પર વિકાસએ કહ્યું કે ભાષાની સમસ્યા તેની સમસ્યા નથી. કંપનીએ પૈસા પરત કરવા જોઈએ.

.
ગ્રાહકે ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો

સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે વિકાસ કેવી રીતે ઝોમેટોના ચેટ સપોર્ટ એક્ઝિક્યુટિવ ગ્રાહક સાથે તેના ઓર્ડર અંગે દલીલ કરે છે. ચર્ચાનું આ ટ્વીટ પોસ્ટ થયા બાદ આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

zomatoએ માંગી માફી

સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવતા જ ઝોમેટોએ ખુદ ટ્વીટ કરીને માફી માંગી હતી. ઝોમેટોએ તેના ટ્વિટમાં લખ્યું- “વનકમ વિકાસ, અમે અમારા કસ્ટમર કેર એજન્ટના વર્તન માટે માફી માગીએ છીએ. અમે આ ઘટના પર સત્તાવાર નિવેદન આપ્યું છે. અમને આશા છે કે આગલી વખતે તમે અમને વધુ સારી રીતે સેવા આપવાની તક આપશો.”

કંપનીએ ભાર મૂક્યો હતો કે કર્મચારીની ટિપ્પણીઓ ભાષા અને વિવિધતા પર ઝોમેટોના વલણને રજૂ કરતી નથી. હાલમાં, ઝોમેટો એપનું તમિલ વર્ઝન પણ કામમાં છે. કંપની આ મામલે તપાસ કરી રહી છે.

image source

બીજી બાજુ, ઝોમેટોના સ્થાપક દીપેન્દ્ર ગોયલે કહ્યું કે – ફૂડ ડિલિવરી કંપનીના સપોર્ટ સેન્ટરમાં કોઈએ અજાણતા કરેલી ભૂલ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. આપણા દેશમાં સહિષ્ણુતા અને ઠંડકનું સ્તર આજના કરતા ઘણું વધારે હોવું જોઈએ. અહીં દોષ કોનો? અમે હાલમાં અમારા કર્મચારીને પન:સ્થાપિત કરી રહ્યા છીએ. એવું કઈ નથી જેના માટે એને કાઢી મુકવો જોઈતો હતો.

ગોયલે વધુમાં ઉમેર્યું કે, યાદ રાખો, અમારા કોલ સેન્ટર એજન્ટો યુવાન લોકો છે, જેઓ તેમના શિક્ષણના વળાંકમાં છે અને તેમની કારકિર્દીની શરૂઆતમાં છે. તે ભાષાઓ અને પ્રાદેશિક લાગણીઓમાં નિષ્ણાત નથી, અને હું પણ નથી.

ડીએમકે સાંસદે ટ્વિટ કર્યું

આ મુદ્દે ડીએમકેના સાંસદ સેન્થિલ કુમારે વિકાસનું ટ્વીટ શેર કર્યું અને ઝોમેટોને જવાબદારી નિશ્ચિત કરવાની માંગ કરી. તેમણે કહ્યું- “હિન્દી રાષ્ટ્રીય ભાષા ક્યારે બની છે. તમિલનાડુમાં ગ્રાહકે હિન્દી કેમ જાણવી જોઈએ અને તમે તમારા ગ્રાહકને કયા આધારે સલાહ આપી કે તેને ઓછામાં ઓછું હિન્દીનુ જ્ઞાન હોવું જોઈએ. મહેરબાની કરીને તમારા ગ્રાહકની સમસ્યાનું સમાધાન કરો અને માફી માંગો