દીકરાને નહિ ખવડાવો પારલે જી તો થશે અનહોની….બસ એટલે જ વેચાઈ ગયા બધા જ પારલે જી બિસ્કિટ

પારલે જી એક એવું બિસ્કીટ છે કે જેને ખાઈને દરેક વ્યક્તિ મોટા થયા છે. માત્ર બાળકો જ નહીં નાના -મોટા બધા જ પારલે જી ખાય છે. પારલે જી વિશ્વમાં સૌથી વધુ વેચાતું બિસ્કીટ છે. પણ અચાનક સમાચાર આવ્યા કે પારલે જીનો સ્ટોક બધી દુકાનોમાંથી ખાલી છે. આ સમાચાર સાંભળીને લોકો પારલે જીને લેવા દુકાનો પર દોડી આવ્યા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે, જો આપણે તેની તપાસ કરીએ, તો એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે. હકીકત જાણવા માટે તમારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર નજર કરવી પડશે

image source

બિહારના સીતામઢીમાં પારલે જી બિસ્કિટની અફવાઓ ફેલાઈ કે કરિયાણાની દુકાનની બહાર ભારે ભીડ જમા થઈ ગઈ હતી. ભીડ એટલી વધી ગઈ કે બધી દુકાનોમાંથી ફક્ત પારલે જી બિસ્કિટનક સ્ટોક ખતમ થઈ ગયો. બિહારના સીતામઢીમાં પારલે જી બિસ્કિટ સાથે જોડાયેલી એક અફવા એટલી ઝડપથી ફેલાઈ કે બધા કારીયાણાની દુકાન વાળા એના પર સટ્ટો લગાવવા લાગ્યા.કહેવામાં આવી રહ્યું છે કે સીતામઢીમાં એ અફવા ફેલાવવામાં આવી કે પારલે જી બિસ્કિટ સ્થાનિક જિતયા પર્વ સાથે જોડાયેલું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘરના બધા છોકરાઓને પારલે જી બિસ્કિટ ખવડાવવાના છે નહીં તો એમની સાથે કઈ અનપેક્ષિત ઘટના બની શકે છે. તમને જણાવી દઈએ કે સીતામઢીમાં જિતીયા પર્વ માતાઓ એમના દીકરાની લાંબી ઉંમર, સ્વાસ્થ્ય માટે કરે છે.

image source

અફવાઓનો ડર એટલો હતો કે ત્યાંની દુકાનોમાં પારલે જી બિસ્કિટનો સ્ટોક ખતમ થઈ ગયો. જાણકારી અનુસાર અફવાઓ પર હજી લોકો વિશ્વાસ કરી રહ્યા છે. સીતામઢી જિલ્લાના બેરગનીયા, ઢેનગ, નાનપુર, ડુમરા, બાજપટ્ટી, મેજરગંજ સહિત વિસ્તારોમાં અફવાઓ ફેલાઈ હતી

image source

અફવા ક્યાં અને ક્યારે ફેલાઈ એ તો ખબર નથી પણ અફવાના કારણે પારલે જી બિસ્કિટના વેચાણમાં અચાનક ઉછાળો આવ્યો. મોડી રાત સુધી લોકો પારલે જી ખરીદતા દેખાયા જ્યારે એમને પૂછવામાં આવ્યું કે એ પારલે જી કેમ ખરીદે છે? તો એમને કહ્યું કે જો અમે પારલે જી નહિ ખાઈએ તો કઈ અનહોની બની શકે છે. દુકાનદારે એ પણ કહ્યું કે સવારથી બધા પારલે જી ખરીદવા આવી રહ્યા હતા.