નવ્યા નવેલી નંદાએ પણ જોયું ઇન્ડિયન આઇડલનું ફીનાલે, આ કન્ટેસ્ટન્ટને કરી રહી હતી ચીયર.

ઇન્ડિયન આઇડલ 12નું ફીનાલે રવિવારે હતું જેમાં પવનદીપ રાજનને ઇન્ડિયન આઇડલ 12ના વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. જ્યાં ફેન્સે એમની જીતનું સેલિબ્રેશન કર્યું તો મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા આ સીઝનના એક એલિમિનેટેડ કન્ટેસ્ટન્ટ સવાઈ ભટ્ટને ફીનાલેમાં પરફોર્મ કરતા જોઈ રોમાંચિત હતી.

સવાઈ ભટ્ટને ચીયર અપ કરી રહી હતી નવ્યા.

image source

નવ્યાએ રવિવારે રાત્રે એમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ખુલાસો કર્યો હતો કે એ ઇન્ડિયન આઇડલ 12નું ફીનાલે જોઈ રહી હતી. એમને 12 કલાકના ફીનાલે દરમિયાન સવાઈ ભટ્ટના ગીતોનો વિડીયો પણ બનાવ્યો અને એમને ટેગ કર્યા. જો કે એમને કોઈ કેપ્સન નહોતું લખ્યું પણ એમને પોતાની ભાવના વ્યક્ત કરવા માટે હાથ ઉઠાવેલા હોય તેવા ઇમોજીનો ઉપયોગ કર્યો હતો.

image source

સવાઈ ભટ્ટની ફેન છે નવ્યા નવેલી નંદા.

ઇન્ડિયન આઇડલ 12ને ફોલો કરનાર ફેન્સ આ વાતથી વાકેફ હશે કે અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા સવાઈ ભટ્ટની બહું મોટી ફેન છે. એ ઘણીવાર એમના ગીતોના વિડીયો શેર કરે છે. અને સવાઈ ભટ્ટના એલિમિનેશન વિશે જાણ્યા પછી નવ્યા નવેલી નંદાએ નિરાશા પણ વ્યક્ત કરી છે.

image source

સ્પોટબોય સાથે વાત કરતા સવાઈ ભટ્ટે નવ્યા નવેલી નંદાનો સમર્થન કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે. એમને જણાવ્યું કે શ્રી અમિતા બચ્ચન સરની ભાણી નવ્યા નવેલી નંદાજી તરફથી આટલો પ્રેમ અને સ્નેહ મેળવવો મારા માટે ખૂબ જ સમ્માનની વાત છે. હું રોજે રોજ મારા પરફોર્મન્સ પ્રત્યે એમના સમર્થનથી ઉત્સાહિત છું. એ ચોક્કસપણે મારી ભાવનાઓને વધારે છે અને મને સારા પરફોર્મન્સ માટે પ્રેરિત કરે છે

પવનદીપ રાજન બન્યા ઇન્ડિયન આઇડલ 12ના વિનર.

image source

ઇન્ડિયન આઇડલ 12ને આ વખતના વિજેતા મળી ગયા છે. પવનદીપ રાજને ઇન્ડિયન આઇડલ 12ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે પવનદીપ રાજન અન્ય કન્ટેસ્ટન્ટ અરુણીતા કાંજીવાલા, સાયલી કાંબલે, મોહમ્મદ દાનીશ, નિહાલ તોરા અને શનમુખપ્રિયને હરાવીને ટ્રોફી જીતવામાં સફળ રહ્યા. ટ્રોફીની સાથે સાથે એમને 25 લાખ રૂપિયા કેશ પ્રાઇઝ અને એક કાર પણ આપવામાં આવી.

image source

તમને જણાવી દઈએ કે ઈનામમાં મળેલી રકમથી શું કરીશ તેમ પૂછતાં પવનદીપે જણાવ્યું ‘હું ઉત્તરાખંડથી છું અને ત્યાંની સ્થિતિ અત્યારે સારી નથી. તેથી હું મારા રાજ્ય માટે કંઈક કરવા માગીશ. મને બાળકો માટે મ્યૂઝિક સ્કૂલ ખોલવાનું પણ ગમશે કે જેથી ટેલેન્ટેડ બાળકોને યોગ્ચ માર્ગદર્શન મળે’.