આ કંપનીનો નવો ફોન એટલો મજબૂત છે કે ધૂળ અને પાણીથી નથી થતું નુકસાન, જાણો ક્યારે આવશે

Doogee એ તાજેતરમાં જ બજારમાં પોતાના પ્રથમ 5G ફોનની જાહેરાત કરી છે. રફ એન્ડ ટફ સ્માર્ટફોન નિર્માતાએ એક સારું કામ કર્યું છે. અને ડિવાઇસમાં અમુક શાનદાર ફીચર્સ શામેલ કર્યા છે. અન્ય Doogee સ્માર્ટફોનની જેમ Doogee V10 પણ એક લાજવાબ ડિઝાઇન વાળો મજબૂત સ્માર્ટફોન છે. આ ફોનમાં એક બાજુએ બે કસ્ટમાઇઝ બટન અને બીજી બાજુએ પાવર બટન, વોલ્યુમ રોકર અને ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. ફોનની વિશેષતા એ છે કે આ ફોન પડી જવાથી તૂટી નહિ જાય અને પાણીમાં ડૂબી જવાથી પણ ખરાબ નહિ થાય. ત્યારે

Doogee V10 નું સ્પેશિફિકેશન

image source

Doogee V10 માં સામેની બાજુએ કોર્નિંગ ગોરીલ્લા ગ્લાસ સુરક્ષા સાથે 6.39 ઇંચ HD + ડિસ્પ્લે છે. પંચ હોલ ડિસ્પ્લેમાં એક બાજુએ સેલ્ફી કેમેરો છે. ડિવાઇસ મીડિયાટેક ડાયમેનશન 700 SoC દ્વારા સંચાલિત છે જે 7 nm ટેક્નિક પર આધારિત ઓક્ટા કોર પ્રોસેસર સાથે આવે છે. ચિપ સેટ 8 GB સુધી LPDDR4X રેમ અને 128 GB UFS2.2 ROM ને પણ સપોર્ટ કરે છે.

Doogee V10 નો કેમેરો

image source

Doogee V10 પાછળ ટ્રિપલ કેમેરા સેટઅપ અને ફ્રન્ટમાં સિંગલ કેમેરા સાથે આવે છે. ટ્રિપલ કેમેરા સેટઅપમાં 48 MP નો પ્રાઇમરી કેમેરો, 8 MP નો વાઈડ એંગલ કેમેરો અને 2.MP નો પોટ્રેટ કેમેરો શામેલ છે. રિયર કેમેરા સાથે Doogee એ એક ઇન્ફ્રારેડ થર્મોમીટર પણ શામેલ કર્યું છે જે ઇન્ડસ્ટ્રી માટે થોડું નવું છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16 MP નો ફ્રન્ટ કેમેરો છે.

Doogee V10 ની દમદાર બેટરી

image source

ડિવાઇસ બોક્સમાં શામેલ 33 W ચાર્જર માટે એક મોટી 8500 mAh બેટરી આપવામાં આવી છે. ડિવાઇસ પર અન્ય ધ્યાન દેવા જેવી વિશેષતાઓ જોઈએ તો NFC, ગેમિંગ વાઇફાઇ એન્ટેના અને IP68 અને IP69K રેટિંગ છે. રેટિંગનો અર્થ એ છે કે ડિવાઇસ પાણી અને ધૂળ પ્રતિરોધક છે અને 1.5 મીટર સુધીની ઉંચાઈથી ડ્રોપ પ્રુફ છે. તેમાં 13 5G બેન્ડ માટે સપોર્ટ છે. આ ડિવાઇસને બજારમાં પ્રતિસ્પર્ધાથી અલગ રાખે છે.

23 ઓગસ્ટના રોજ આવશે બજારમાં

image source

ટૂંકમાં વાત કરીએ તો Doogee V10 ઠીક ફોન દેખાય છે અને 5G કનેક્ટિવિટી વાળા હાર્ડકોર યુઝર્સ માટે એક સારો વિકલ્પ છે. Doogee V10 23 ઓગસ્ટથી Ali એક્સપ્રેસ પર વેંચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ ફોન ચીની માર્કેટમાં આવશે અન્ય દેશોમાં આ ફોન ક્યારે આવશે તેના વિશે હજુ સુધી કંપનીએ કઈં જણાવ્યું નથી એટલે ભારતીય ગ્રાહકોના હાથમાં આ ફોન ક્યારે આવશે એ નક્કી નથી.