શિલ્પાએ પુછપરછમાં પોલીસ સામે જાણો રાજ કુંદ્રાનો કઈ રીતે કર્યો બચાવ: લેપટોપ, આઈપેડ કરાયું જપ્ત

રાજ કુંદ્રાની પોલીસે ગત સોમવારે પુછપરછ બાદ ધરપકડ કરી હતી. પોલીસે રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મો બનાવવા મામલે ધરપકડ કરી હતી. ત્યારે આ કેસની કડી હવે શિલ્પા શેટ્ટી સુધી પહોંચી છે. શિલ્પા શેટ્ટીની પણ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ પુછપરછ કરી હતી. પોલીસ અધિકારીઓએ અંદાજે 6 કલાક સુધી અભિનેત્રીની પુછપરછ કરી હતી. આ પુછપરછ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ઘણી જાણકારી શેર કરી હોવાનું સામે આવ્યું છે.

image source

આ સાથે જ આ કેસમાં હવે ઈડીની પણ એન્ટ્રી થઈ છે. જાણવા મળ્યાનુસાર રાજ કુંદ્રા મામલે ઈડીએ મુંબઈ પોલીસ પાસેથી રાજ કુંદ્રા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અને તપાસ સંબંધિત દસ્તાવેજો માંગ્યા છે. શિલ્પા શેટ્ટીની પુછપરછની વાત કરીએ તો પોલીસે તેના ઘરે જઈ તેની પુછપરછ કરી હતી. અભિનેત્રીની પુછપરછ દરમિયાન તેને પુછવામાં આવ્યું હતું કે વિયાન કંપની તેણે ગત વર્ષ અચાનક કેમ છોડી દીધી હતી ? આ સાથે પોલીસે જ્યારે તેને હોટશોટ એપ વિશે પુછ્યું તો તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે તેને ખબર નથી કે હોટશોટ એપ શું છે અને તે કઈ રીતે કામ કરે છે.

image source

શિલ્પા શેટ્ટીએ પોલીસ સામે માત્ર એટલી કબૂલાત કરી હતી કે તેને બસ એટલી જ ખબર હતી કે તેના પતિની કંપની વેબસીરિઝ અને શોર્ટ ફિલ્મો બનાવે છે. શિલ્પા શેટ્ટીએ પણ પોલીસને એમ જણાવ્યું કે ઈરોટિક અને પોર્ન કન્ટેટ અલગ હોય છે અને તેનો પતિ નિર્દોષ છે. તેણે ઉમેર્યું હતું કે રાજના પાર્ટનર અને તેના બનેવી પ્રદીપ બક્ષીએ તેના નામનો ખોટો ઉપયોગ કર્યો છે.

image source

અકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરવાની વાત પર શિલ્પાએ કહ્યું હતું કે ખાતામાં પૈસા આવ્યા તે અંગે તેને કોઈ આઈડિયા નથી. શિલ્પાએ જણાવ્યું કે તે પોતે એક અભિનેત્રી છે અને તે ક્યારેય કોઈ યુવતીને ન્યૂડ સીન કરવા દબાણ ન કરી શકે ન તો તે આવું થવા દે. જો કોઈપણ દબાણ કરવામાં આવ્યું હતું તો તે સમયે જ પોલીસ ફરિયાદ કરી દેવી હતી.

image source

પોલીસ સામે શિલ્પાએ એવા પ્રશ્ન પણ ઉઠાવ્યા કે જો યુવતીઓને આ કામ કરવાથી સમસ્યા જ હતી તો તેમણે પૈસા શા માટે લીધા ? આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવ્યા હોવાનું તેણે જણાવ્યું હતું. આ સિવાય શુક્રવારે પોલીસે તેના ઘરેથી હાર્ડ ડિસ્ક, શિલ્પા શેટ્ટીનું લેપટોપ, આઈપેડ સહિત કેટલાક દસ્તાવેજ પણ જપ્ત કરી લીધા છે. પોલીસને શંકા છે કે રાજ કુંદ્રાએ ફેબ્રુઆરીમાં આ કેસમાં તેનું નામ આવ્યા બાદ પુરાવાનો નાશ કરવા ઘણો ડેટા ફોન, લેપટોપમાંથી ડિલીટ કર્યો છે જેની હવે તપાસ કરવામાં આવશે.