Site icon News Gujarat

દીપિકા પાદુકોને કેબીસીમાં અમિતાભ બચ્ચનને કરી રણવીર સિંહની ફરિયાદ, બિગ બીએ કરી દીધો ફોન

સોની ટીવીનો જાણીતા રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ દર્શકોનો સૌથી પ્રિય શોમાંથી એક છે. તો, KBC સીઝન 13 માં સામેલ થનાર કન્ટેસ્ટન્ટ લાખો અને કરોડો રૂપિયા જીતીને એમની સાથે ઘરે લઈ જઈ રહ્યા છે. આ શો ફક્ત કન્ટેસ્ટન્ટની કિસ્મત બદલવાનો નથી, પરંતુ ટીવી પર દરેક પ્રેક્ષકોમાં તેના વિશે જબરદસ્ત ઉત્સુકતા છે. કેટલીક મોટી હસ્તીઓ અને સામાન્ય લોકો દરરોજ આ શોમાં આવતા રહે છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન આગામી એપિસોડમાં જોવા મળશે. આ શુક્રવારનો ‘શાનદાર શુક્રવાર એપિસોડના એક ભાગમાં દીપિકા અને ફરાહ ખાન કેબીસીમાં રમતા દેખાશે. કેબીસીના નવા પ્રોમોમાં અમિતાભ સાથે દીપિકા અને ફરાહ ખાન ખૂબ જ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

image source

આ પ્રોમો વીડિયોમાં દીપિકાર રણવીર સિંહની ફરિયાદ કરી છે. દીપિકા કહે છે કે એમને મને પ્રોમિસ કર્યું હતું કે એક દિવસ એ મને બ્રેકફાસ્ટ બનાવીને ખવડાવવાના હતા. આજ સુધી એવું નથી થયું. એના પર અમિતાભ બચ્ચન રણવીર સિંહને ફોન કરે છે.

image source

અમિતાભ કહે છે કે તમારી જે પત્ની છે એ બહુ ફરિયાદ કરે છે. એના પર રણવીર કહે છે કે બેબી વોર્મ રિગાર્ડસ આપવાને બદલે તું મારી ફરિયાદ કરે છે. કમાલ છે યાર. અમિતાભ બચ્ચને કહ્યું કે તમે જમવાનું નથી બનાવતા આટલા વર્ષોથી એવું કહી રહી છે. એના પર રણવીર જવાબ આપે છે કે હવે બચ્ચન સાહેબે કહી દીધું હવે તને ખોળામાં બેસાડીને ઓમલેટ ખવડાવીસ.

image source

એ પહેલાં પણ મેકર્સે એક પ્રોમો રજૂ કર્યો હતો, પ્રોમોમાં જોઈ શકાય છે કે શોના હોસ્ટ અમિતાભ બચ્ચન, ફરાહને એ વાતની ફરિયાદ કરી રહ્યા છે કે એમને બિગ બીને ક્યારેય એમની ફિલ્મમાં કાસ્ટ નથી કર્યા. અમિતાભ અહીંયા ફરાહને કહે છે કે તમને ક્યારેય એવું ન લાગ્યું કે હું તમને મારી ફિલ્મમાં કાસ્ટ કરવા માગું છું. એના પર ફરાહ જવાબ આપતા કહે છે કે સર તમે તો બધાનું ડ્રિમ છો. ચાલો એક સીન આપણે અહીંયા જ કરી લઈએ. એ પછી દીપિકા પાદુકોણ એમની ડેબ્યુ ફિલ્મ ઓન શાંતિ ઓમનો સુપરહિટ સીન એક ચૂંટકી સિંદૂરને રીક્રિએટ કરે છે

સાથે જ દીપિકા પાદુકોણ પણ અમિતાભએ શીખવાડે છે કે કેવી રીતે એમને ડાયલોગ બોલવાના છે. એ પછી આ સીનના 2 3 રિટેક લેવામાં આવે છે. સોની ટીવીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપશનમાં લખ્યું છે કે ફરાહ લઈ રહી છે એબી સરનું ઓડિશન, કોસ્ટાર દીપિકા સાથે. શુ એ થશે આ ઓડિશનમાં પાસ? જોઈ લો આ ખાસ ઓડિશનની મજેદાર પળને કેબીસી 13ના શાનદાર શુક્રવાર સ્પેશિયલ એપિસોડમાં. 10 સપ્ટેમ્બર રાત્રે 9 વાગે.

Exit mobile version