પતિએ તેની વર્ષગાંઠ પર આપ્યો તેની પત્નીને હાર, તો પતિએ જવું પડયું પોલીસ સ્ટેશન…

સોશિયલ મીડિયા પર રુઆબ બતાવવા માટે લોકો શુ શુ નથી કરતા? મુંબઈના ભીંવડી, કોંગાવ વિસ્તારમાં રહેતા બાલા કોલીને આવું કરવું ભારે પડી ગયું. એક વિડીયો સોશિયલ મીડિયા ઓર શેર થયો હતો, જેમાં બાલા કોલીની પત્ની એકદમ ભારે હાર પહેરેલી દેખાઈ હતી, આ હાર એટલો લાંબો હતો કે મહિલાના ઘૂંટણ સુધી પહોંચી રહ્યો હતો. દરેક વ્યક્તિ આટલા મોટા સોનાના હાર જોઈને છક થઈ ગયા.

image source

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર હાર સાથે જોડાયેલા ફોટા અને વીડિયો વાયરલ થયા તો કોંગાવ પોલીસ સ્ટેશનના પોલીસની પણ એના પર નજર પડી. પોલીસે પછી બાલા કોલીને પોલીસ સ્ટેશને બોલાવી લીધા. એક સિનિયર ઇન્સ્પેક્ટરના કહેવા અનુસાર બાલા કોલી અને એમનો પરિવાર સુરક્ષા માટે એવું કરવું જરૂરી હતું. બાલા કોલીએ પછી જે પોલીસને જણાવ્યું, એ પરથી હારની કંઈક જુદી જ કહાની સામે આવી.

image source

બાલા કોલીના કહેવા અનુસાર લગ્નની વર્ષગાંઠ એમને કંઈક અલગ રીતે માનવવા વિશે વિચાર્યું હતું. એટલે વર્ષગાંઠના દિવસે કેક કાપવામાં આવી અને બાલા કોલીએ આ મોકા પર પત્ની માટે ફિલ્મી ગીત પણ ગાયું. એ જ મોકા પર બાલા કોલીની પત્નીએ જે હાર પહેર્યો હતો એ હાર સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો આવ્યા પછી બધાનો રસ એ પ્રત્યે વધ્યો.

બાલા કોલીએ પોલીસને જણાવ્યું કે આ હાર અસલી સોનાનો નથી અને એને કલ્યાણના એક જવેલરી પાસે બનાવડાવ્યો છે. પોલીસે જવેલર પાસે પણ પુષ્ટિ કરી છે કે હાર સોનાનો નથી

image source

બાલા કોલીએ એ પછી સ્પષ્ટ કર્યું કે પત્નીને વર્ષગાંઠ પર આપવા માટે આ હાર ઘણા સમય પહેલા બનાવડાવ્યો હતો. એક કિલો વજનના આ હારની કિંમત 38 000 રૂપિયા છે. આ હારને લગ્નની વર્ષગાંઠ પર પહેર્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા પછી પોલીસે મને પોલીસ સ્ટેશન બોલાવ્યો તો મેં બધી હકીકત જણાવી દીધી.

image source

પોલીસે બાલા કોલીને સમજાવ્યો કે સોશિયલ મીડિયા પર આ રીતના ફોટા અને વીડિયો મુકવા એ ખૂબ જ જોખમી ચર. પોલીસે લોકોને પણ અપીલ કરીને કહ્યું કે સોનાના આભૂષણ પહેરીને આ પ્રકારના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવા અપરાધિઓને આમંત્રણ આપવા જેવું છે. પૂછપરછ પછી પોલીસે બાલા કોલીને પોલીસ સ્ટેશનમાંથી જવા દીધો.