રાજેશ ખન્નાને છોડીને કેમ જતી રહી હતી પત્ની ડિમ્પલ કપાડીયા, છેલ્લા દિવસોમાં આવી નજીક.

બોલિવુડના દિગગજ અભિનેતા રાજેશ ખન્ના પોતાની શાનદાર એક્ટિંગના કારણે જેટલા જાણીતા રહ્યા એટલા જ એમના પ્રત્યે છોકરીઓની દીવાનગીને લઈને પણ. 70 અને 80ના દાયકો એવો હતો જ્યારે રાજેશ ખન્નાનું નામ જ બધાના મોઢે હતું. ભલે એમને દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું પણ એમના ફેન્સના દિલમાં એ હંમેશા માટે અમર થઈ ગયા છે.

Dimple Kapadia Leave RRKhanna
image source

રાજેશ ખન્નાની સુંદર જિંદગી વધુ સુંદર ત્યારે બની ગઈ જ્યારે એમની લીએફમાં એક્ટ્રેસ ડિમ્પલ કપડીયાની એન્ટ્રી થઈ. ડિમ્પલ કપડીયાની સુંદરતાએ એમને કાયલ બનાવી દીધા અને એમને પોતાના કરતા 16 વર્ષ નાની ડિમ્પલ સાથે લગ્ન કરી લીધા. રાજેશ ખન્નાના એ એક નિર્ણયે એમની આખી લાઈફ બદલી નાખી.લગ્નના થોડા વર્ષો સુધી તો બધું ઘણું સારું રહ્યું પણ સમયની સાથે એમના સંબંધમાં કડવાશે પોતાની જગ્યા બનાવવાની શરૂ કરી દીધી.

Dimple Kapadia and Rajesh Khanna
image source

રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડીયા વચ્ચે મોહબ્બતની શરૂઆત ફિલ્મ બોબીથી થઈ હતી. એ દિવસોમાં રાજેશ ખન્નાની ઉંમર 32 વર્ષની હતી અને ડિમ્પલની ફકત 16 વર્ષની હતી. લગ્નના થોડા સમય સુધી બન્ને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. પણ ધીમે ધીમે બન્ને વચ્ચે તણાવ વધવા લાગ્યો. લગ્નના થોડા વર્ષો પછી એમની પહેલી દીકરી થઈ ટ્વીનકલ ખન્ના અને પછી થોડા સમય પછી નાની દીકરી રીંકી ખન્નાનો જન્મ થયો.

Dimple Kapadia and Rajesh Khanna
image source

રાજેશ ખન્ના એક એવા વ્યક્તિ રહ્યા જેમનું ફિલ્મી કરિયર તો ખૂબ જ સારું રહ્યું પણ પર્સનલ લાઈફમાં એમનો મોટાભાગનો સમય તણાવમાં પસાર થયો. કહેવાય છે કે ડિમ્પલને લઈને એ ખૂબ જ પસેસીવ રહેવા લાગ્યા હતા. એ નહોતા ઈચ્છતા કે ડિમ્પલ કપાડીયા ફિલ્મોમાં કામ કરે. એમને ગુસ્સો પણ બહુ આવતો હતો. એવામાં જ્યારે બન્ને વચ્ચે કોઈ વાતને લઈને ઝગડો થતો તો ડિમ્પલ એમના પિતાના ઘરે જતી રહેતી હતી અને જલ્દી પાછી નહોતી આવતી. ધીમે ધીમે એમની વચ્ચે અંતર વધવા લાગ્યું. કહેવાય છે કે રાજેશ ખન્નાને ડિમ્પલ કપાડીયા સારી રીતે સમજી નહોતી શકી.

Dimple Kapadia and Rajesh Khanna
image source

ભલે બન્ને એકબીજાથી દૂર રહેતા હતા પણ એમને ક્યારેય ડિવોર્સ નહોતા લીધા. એ પાછળ ફક્ત એક કારણ છે એમની બે દીકરીઓ. આમ તો ડિમ્પલ લગ્ન કરીને ખુશ નહોતી પણ જ્યારે એમની બન્ને દીકરીઓ થઈ તો એમને પોતાના કરતા એમની દીકરીઓના ભવિષ્ય વિશે વિચાર્યું. એ એમની દીકરીઓને સારી લાઈફ આપવા માંગતી હતી. એ આ વાતને સારી રીતે જાણતી હતી કે એમના પિતા એટલે કે રાજેશ ખન્ના જ એમને એક સારી જિંદગી આપી શકે છે. એટલે ડિમ્પલે ક્યારેય પણ રાજેશ ખન્ના સાથે ડિવોર્સ લેવા વિશે ન વિચાર્યું.

Dimple Kapadia and Rajesh Khanna
image source

રાજેશ ખન્ના માટે છોકરીઓની દિવાગની તો ચરમ સીમા પર હતી જ પણ ઘણી અભિનેત્રીઓ સાથે એમના લિંકઅપની ખબરો પણ ડિમ્પલ સાથે એમના સંબંધમાં કડવાશ ભરતી રહી. સ્થિતિ એવી થઈ ગઈ કે લગ્નના 11 વર્ષ પછી ડિવોર્સ વગર જ ડિમ્પલ રાજેશ ખન્નાને છોડીને જતી રહી. રાજેશ ખન્ના ફિલ્મોના શૂટિંગમાં ખૂબ જ બીઝી રહેવા લાગ્યા. એ દરમિયાન ક્યારેક એમનું નામ અંજુ મહેન્ડ્રુ સાથે જોડાયું તો ક્યારેક ટીના મુનિમ સાથે.

image source

કહેવાય છે કે જ્યારે ડિમ્પલ કપાડીયા રાજેશ ખન્નાને છોડીને જતી રહી ત્યારે ટીના મુનિમ એમના ઘરે એમની સાથે રહેવા લાગી. ટીના રાજેશ ખન્ના સાથે લગ્ન કરવા માંગતી હતી પણ ડિમ્પલ સાથે એમનો ડિવોર્સ નહોતો થયો. જેના કારણે ટીનાને સમજણ આવી ગઈ કે રાજેશ ખન્ના એમની સાથે લગ્ન નહિ કરી શકે અને એટલે એ પણ થોડા સમય પછી એમને છોડીને જતી રહી.

image source

જ્યારે રાજેશ ખન્ના ઘણા બીમાર રહેવા લાગ્યા હતા ત્યારે ડિમ્પલ કપાડીયા એમની દેખરેખ કરવા માટે એમની પાસે આવીને રહેવા લાગી હતી. એમના છેલ્લા દિવસોમાં એમને એમના આખા પરિવારનો પૂરો સાથ અને પ્રેમ મળ્યો..