Site icon News Gujarat

રાકેશ બાપટનું દિલ આવ્યું શમિતા શેટ્ટી પર, કહ્યું કંઇક આવું…

બિગ બોસ ઓટીટીના ત્રીજા અઠવાડિયાની શરૂઆત થઈ ગઈ છે. આ અઠવાડિયામાં પહેલા દિવસથી જ ઘરમાં ઘણું બધું નવું જોવા મળી રહ્યું છે. એક બાજુ જ્યાં નેહા ભસીને પોતાના નવા પાર્ટનર તરીકે પ્રતીક સહજપાલને પસંદ કર્યા તો બીજી બાજુ શમિતા શેટ્ટીએ આ વખતે એમના જુના પાર્ટનર રાકેશ બાપટ સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.

image source

હાલમાં જ શમિતા શેટ્ટીએ કહ્યું હતું કે શોના પહેલા અઠવાડિયામાં રાકેશ અને એ એકબીજા સાથે વધુ કનેક્ટ નહોતા નહોતા કરી શકતા. પણ જેમ જેમ ગેમ આગળ વધતી ગઈ રાકેશ સાથે ખૂબ જ સારું મહેસુસ કરવા લાગી. બન્ને વચ્ચે ધીમે ધીમે કનેક્શન અને બોન્ડિંગ ગાઢ થતું ગયું. અઠવાડિયાની શરૂઆતમાં હાર્ટ એક્સેપટ કરતા રાકેશે કહ્યું કે મારી સાથે મારા પોતાના લોકો હંમેશા રહેવા જોઈએ. મને શમિતા ખૂબ જ પોતીકી લાગે છે અને હું એમની સાથે જ બિલોન્ગ કરું છું એટલે હું એમની સાથે જ રહેવા માંગુ છું.

image source

જીજાજી રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ શમિતા શેટ્ટીને લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી. જો કે, તેણે આ વાત પર ધ્યાન આપ્યું નહીં અને રાકેશ બાપત સાથે મજબૂત કનેક્શન બનાવ્યું. જેમ-જેમ શો આગળ વધી રહ્યો છે તેમ-તેમ શમિતા અને રાકેશ વચ્ચેની નિકટતા જોવા મળ રહી છે. થોડા દિવસ પહેલા જ રાકેશ શમિતા સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો હતો.

image source

બિગ બોસ ઓટીટી હાઉસમાં 17માં દિવસની શરૂઆત પ્રેમ અને રોમાન્સ સાથે થઈ.આ દરમિયાન દિવસની શરૂઆતમાં જ રાકેશ બાપટે શમિતા શેટ્ટીને મોર્નિંગ કિસ કરીને એને જગાડી. છેલ્લા કેટલાક દિવસથી રાકેશ શમિતા માટે ખૂબ જ કેરિંગ દેખાઈ રહ્યા ચર. કન્ટેસ્ટન્ટસ છેલ્લા કેટલાક દિવસથી રાકેશ અને શમિતાનું સ્ટ્રોંગ થતા બોન્ડિંગ વિશે ચર્ચા કરતા દેખાય છે. આમ તો હમણાં રાકેશ અને શમિતા એકબીજાની દોસ્તી એન્જોય કરી રહ્યા છે આગળ જોવું રસપ્રદ હશે કે બન્નેનું કનેક્શન કેટલું આગળ સુધી વધી શકે છે.

તો નેહા ભસીન અને પ્રતીક સહજપાલની નવી જોડી બન્યા પછી બિગ બોસ ઓટીટી હાઉસની અંદર નવો રોમાન્સ જોવા મળી રહ્યો છે. બન્ને વચ્ચે નવો પ્રેમ ફૂટતો જોવા મળી રહ્યો છે. બન્નેને ઘણીવાર મસ્તી ભર્યા અંદાજમાં ઝગળતા પણ જોવામાં આવ્યા છે. નેહા ભસીન અને પ્રતીક સહજપાલ હંમેશા એકબીજાની સાથે જ દેખાય છે. હવે તો ઘરનાલોકોને પણ એમના સંબંધ વિશે શંકા થવા લાગી છે. અમુંક ઘરના લોકો એને સાચું કહી રહ્યા છે તો અમુકને હજી પણ વિશ્વાસ નથી આવી રહ્યો.

Exit mobile version