ઓલિમ્પિકમાં મેડલ જીતનાર રવિ દહિયાએ કહ્યું, મેડલ જીતવામાં દિલ્હી સરકારે બહુ મદદ કરી

દિલ્હી સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર રવિ દહિયાનું સન્માન કરતી વખતે દિલ્હીના આદર્શ નગરમાં આવેલી રાજકીય બાળ વિદ્યાલયનું નામ બદલીને રવિ દહિયા બાલ વિદ્યાલય રાખ્યું છે. ખાસ વાત એ છે કે રવિ દહિયાએ દિલ્હીની આ જ સરકારી શાળામાંથી શાળાનું શિક્ષણ પૂરું કર્યું.

દહિયા દેશના યુથ આઈકોન

image source

દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, ‘દિલ્હીની સરકારી શાળામાં અભ્યાસ કરતા રવિ દહિયા પોતાની મહેનત અને સમર્પણથી દેશના યુથ આઈકોન બન્યા છે. તે જ સમયે, રવિ દહિયાએ કહ્યું છે કે, ‘દિલ્હી સરકારે ઓલિમ્પિક મેડલ લાવવામાં ખૂબ જ સહયોગ આપ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર તેમને ત્યારથી મદદ કરી રહી છે જ્યારથી ઓલિમ્પિક માટે મારી પસંદગી નહોતી થઈ. કોરોના સમયે, જ્યારે બધે લોકડાઉન હતું, ત્યારે પણ દિલ્હી સરકારે મારી તાલીમ રોકવા દીધી નહોતી. હકીકતમાં, દિલ્હી સરકારે રવિ દહિયાને મિશન એક્સેલન્સ હેઠળ ટ્રેનિંગ દરમિયાન ટેનિંગ અને કોચ અને અન્ય સ્પોટ્સ ઈક્વિપમેન્ટ માટે મદદ કરી હતી.

શાળામાં દહિયાની તસવીર લગાવવામાં આવશે

image source

આદર્શ નગરની આ શાળામાં રવિ દહિયાનું એક મોટું પોટ્રેટ પણ લગાવવામાં આવશે જેથી બાળકો તેને જોઈને પ્રેરિત થાય, તેના જેવા મોટા સ્વપ્નો જુએ અને રમત -ગમત ક્ષેત્રે સારું નામ કરે. મનીષ સિસોદિયાએ કહ્યું કે, ‘દિલ્હી સરકાર રાજધાનીમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

image source

સરકાર રમતગમત માટે એક અલગ સ્કૂલ ઓફ સ્પેશીલાઇઝ્ડ એક્સેલન્સ અને સ્પોર્ટ્સ યુનિવર્સિટી શરૂ કરવા જઈ રહી છે. તેનો ઉદ્દેશ ખેલાડીઓને પ્રારંભિક તબક્કાથી જ ખેલાડીઓની પ્રતિભાને ઓળખીને તેમને વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ આપીને ઓલિમ્પિક માટે તૈયાર કરવાનો રહેશે. આ શાળા અને યુનિવર્સિટીમાં પ્રવેશ આગામી વર્ષથી શરૂ થશે.

દિલ્હી સરકારનું મિશન એક્સીલેંસ?

image source

રમતગમતમાં વધુ સારું પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓની મદદ માટે દિલ્હી સરકારે 3 સ્તરે એક યોજના શરૂ કરી છે. પ્રથમ સ્તર પર 14 વર્ષ સુધીના ખેલાડીઓને 2 લાખ, બીજા સ્તર પર 17 વર્ષ સુધીના ખેલાડીઓને 3 લાખ અને ત્રીજા સ્તર પર 17 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓને તેમની તાલીમ દરમિયાન 16 લાખ રૂપિયા સુધીની સહાયતા રાશી આપવામાં આવશે. જેથી ખેલાડીઓ શ્રેષ્ઠ તાલીમ મેળવી શકે. મિશન એક્સેલન્સનો ધ્યેય ખેલાડીઓને તેમની તાલીમ દરમિયાન મદદ કરવાનો અને તેમને મેડલ જીતવા માટે સક્ષમ બનાવવાનો છે.