ક્યારેક સંજય દત્તની પત્ની સાથે લિવ ઇનમાં રહેતા હતા લિએન્ડર પેસ, હવે છે કિમ શર્મા સાથે અફેરની ખબરો

મનોરંજન જગતનો ખેલ જગત સાથે હંમેશાથી એક અલગ સંબંધ રહ્યો છે. બોલીવુડની ઘણી અભિનેત્રીઓએ ઘણા ખેલાડીઓ સાથે લગ્ન કર્યા છે. તો ઘણી અભિનેત્રીઓના લગ્ન ન પણ થયા હોય તો કોઈ ખેલાડી સાથે અફેરની ખબરો સામે આવી જાય છે બૉલીવુડ અભિનેત્રી કિમ શર્મા પણ હાલના દિવસોમાં ટેનિસ દુનિયાના જાણીતા ખેલાડી લિએન્ડર પેસ સાથે ડેટિંગની ખબરોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ બન્નેને ગોવામાં સ્પોટ કરવામાં આવ્યા. એમના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા.

image source

હાલ બંનેના સંબંધને અત્યાર સુધી ઓફિશિયલ નથી કરવામાં આવ્યો પણ એમના ફોટા જોઈને માનવામાં આવી રહ્યું છે કે બન્ને એકબીજા સાથે રિલેશનશિપમાં છે. તમને જણાવી દઈએ કે લિએન્ડર પેસ કિમ શર્મા પહેલા મહિમા ચૌધરી અને સંજય દત્તની પત્ની અને મોડલ રિયા પિલ્લાઈ સાથે પણ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે લિએન્ડર અને રિયાએ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. એટલે સુધી કે બન્ને લિવ ઇનમાં રહેતા હતા પણ એમના પ્રેમનો ખૂબ જ દર્દનાક અંત થયો હતો.

image source

લિએન્ડર પેસનું દિલ બોલીવુડની હસીનાઓ માટે હમેશા ધડકતું રહે છે..રિયાના એમના જીવનમાં આવતા પહેલા એ અભિનેત્રી મહિમા ચૌધરીને ડેટ કરી રહ્યા હતા. બન્ને લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. જો કે જણાવવામાં આવે છે કે રિયાના કારણે લીએન્ડરે મહિમાને છોડી દીધી હતી. ખુદ મહિમાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે એમના સંબંધમાં અંતર રિયાના કારણે આવ્યું હતું.

image source

લિએન્ડર પેસ વર્ષ 2003માં પહેલી વાર મોડલ અને આર્ટ ઓફ લિવિંગની ટ્રેનર રિયા પિલલાઈને મળ્યા હતા. જો કે એ સમયે રિયા પરણિત હતી. એમને વર્ષ 1998માં જ સંજય દત્ત સાથે લગ્ન કરી લીધા હતા. કહેવાય છે કે સંજય દત્ત સાથે લગ્ન કરેલા હોવા છતાં એ લીએન્ડરની નજીક આવી હતી. તો સંજુ દત્તનું નામ પણ બોલીવુડની ઘણી હસીનાઓ સાથે જોડાતું રહેતું હતું. એ પછી બન્નેનો સંબંધ ખતમ થઈ ગયો હતો અને વર્ષ 2008માં બન્નેના ડિવોર્સ થઈ ગયા.

image source

રિયાનું કહેવું હતું કે એમને વર્ષ 2005માં જ પેસ સાથે લગ્ન મરી લીધા હતા અને બન્નેની એક દીકરી ક્ષહે આઈના. રિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2007 પહેલાં લિએન્ડર વર્ષમાં 20 દિવસ માટે ઘરે રહેતા હતા. 40 દિવસ પોતાની રમત અને અન્ય કામમાં વ્યસ્ત રહેતા હતા. વર્ષના 10 મહિના એ ઘરની બહાર જ રહેતા હતા પણ ક્યાં એ એમને ખબર નથી. તો લિએન્ડરે ક્યારેય એ વાતનો સ્વીકાર નથી કર્યો કે એમને રિયા સાથે લગ્ન કર્યા છે. જો કે એ રિયા અને એમની દીકરી સાથે દરેક જગ્યાએ દેખાતા હતા.

image source

એવામાં એમના સંબંધ વધુ બગડ્યા. તો રિયાએ લિએન્ડર અને એમના પિતા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો. જ્યારે પેસનું કહેવું હતું કે એમને ક્યારેય રિયા સાથે લગ્ન નથી કર્યા. બીજી બાજુ રિયાનું કહેવું હતું કે એમની દીકરી આઈનાને બ્રેઇન ટ્યુમર છે અને વર્ષ 2009થી એ એકલે હાથે જ ઘર અને દીકરીને સંભાળી રહી હતી. એમની આર્થીક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી.

image source

એ પછી એમને રિયાને દોઢ લાખ રૂપિયા મેઇન્ટેનન્સ તરીકે આપવાનું શરૂ કર્યું. પછીથી લીએન્ડરે પોતાની દીકરીની કસ્ટડી માંગી. એમને કહ્યું હતું કે રિયાએ એમને પ્રેગ્નનસીની ખબર પણ નહોતી આપી પણ એ સમય સુધી એમના સંબંધનો દર્દનાક અંત થઈ ચૂક્યો હતો.