આ છે સારા અલી ખાનની ફિટનેસનુ રહસ્ય, એકવાર વાંચો આ લેખ અને જાણો તમે પણ…

સારા અલી ખાનની ઉત્કૃષ્ટ અભિનય અને તેની સ્ટાઇલ-પરફેક્ટ ફિગરથી ચાહકો હાલ એકદમ આશ્ચર્યચકિત થઇ ગયા છે પરંતુ, શું તમે જાણો છો કે તે હંમેશા એટલી ફિટ નહોતી? એક સમય હતો જ્યારે સારા ખૂબ જ જાડી હતી. તેનું વજન ૯૬ કિલો હતુ. જો કે, સખત મહેનત પછી તેણે જબરદસ્ત શરીર પરિવર્તન કર્યુ. વજન ઘટાડ્યા પછી તેણે તેની પાછળનું રહસ્ય પણ શેર કર્યું.

image source

સારા કહે છે કે, વજન ઓછું કરવા માટે સૌથી મહત્વની બાબત વર્કઆઉટ છે. વર્કઆઉટ તમારા શરીરના વધારાના વજન અને ચરબીને બાળી નાખવામા ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય પણ તમારે કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સનું પાલન કરવુ પડશે.

ડાયટમાથી આ વસ્તુઓને દૂર કરો :

image source

સારા અલી ખાને કહ્યું કે, અમુક વસ્તુઓ તમને વજન ઘટાડવામાં રોકે છે જેમકે, ખાંડ, ચોખા અને બટાકા.તમે ખાંડને બદલે મધ અથવા સુગર ફ્રી અને ચોખાને બદલે બ્રાઉન રાઈસ લઈ શકો છો. જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો, તો આ ત્રણ વસ્તુઓનો ભોગ આપવો જરૂરી છે.

આ ચીજવસ્તુઓના સેવનનો રાખો આગ્રહ :

image source

વજન ઘટાડવા માટે ફળો ખાવા ખૂબ જ જરૂરી છે. તમે ફળોમાંથી તમામ પ્રકારના વિટામિન્સ અને ખનિજો મેળવી શકો છો. તમે આહારમાં નારંગી, સફરજન અથવા તો દ્રાક્ષ જેવા ફળોનો સમાવેશ કરી શકો છો.

ડિટોક્સ પાણીનુ કરો સેવન :

પાચન સુધારવા, વજન ઘટાડવા અને શરીરને ડિટોક્સ કરવા માટે આ વસ્તુઓનો ઉપયોગ વધુ પડતો થાય છે. તે આપણને તંદુરસ્ત રહેવામા ખુબ જ મદદ કરે છે અને આપણી સુંદરતામા પણ સારો એવો વધારો કરે છે.

સંતુલિત આહાર જરૂરી :

વજન ઘટાડવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે.તંદુરસ્ત આહાર ડાયાબિટીસ, કેન્સર અને હૃદય રોગ જેવા અમુક રોગોના વિકાસને રોકી શકે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

કાર્ડિયો અને ભારે વર્કઆઉટ્સ :

image source

સારાએ તેની જીવનશૈલીમાં ૯૬ કિલોથી ૫૫ કિલો સુધી આવવા માટે ઘણા ફેરફારો કર્યા હતા. તેણે પોતાના આહારમાં પિઝાને બદલે સલાડનો સમાવેશ કર્યો અને આળસ છોડી દીધી અને વર્કઆઉટ સાથે મિત્રતા કરી.તેણે વર્કઆઉટની શરૂઆત કાર્ડિયો અને ભારે વર્કઆઉટ્સ જેવી કે વોકિંગ, સાઇકલિંગ અને ટ્રેડમિલથી કરી હતી.