તમન્ના ભાટિયાની જેમ તમે પણ સવારમાં કરો આ કામ થઈ જશે બધી તકલીફ દૂર

તમન્ના ભાટિયા ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે. દરેક વ્યક્તિ એમની સુંદરતાનું રહસ્ય જાણવા માંગે છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે અભિનેત્રી તમન્ના ભાટિયા સવારના સમયે એક બ્યુટી ટ્રિક અપનાવે છે જેના કારણે એમના ચહેરા પરથી બધો થાક અને સોજા ઉતરી જાય છે. સવારના સમયમાં આ કામ કરવું તમારા ચહેરાને યંગ લુક આપે છે.

તમન્ના ભાટિયા કઈ સમસ્યા માટે અપનાવે છે ટ્રિક?

image source

તમન્ના ભાટિયાએ જણાવ્યું કે જ્યારે શૂટિંગના કારણે અમુક વાર એ આખી રાત સુઈ નથી શકતી કે પછી ઓછી ઊંઘ લે છે તો એમના ચહેરા પર સોજા આવી જાય છે. વાત જાણે એમ છે કે ઓછી ઊંઘ લેવાના કારણે કે પછી સુઇને ઉઠવા પર ઘણા લોકોને ચહેરા પર સોજા કે પછી ચહેરો ફૂલી જવાની સમસ્યા થાય છે. તમન્ના ભાટિયા આગળ કહે છે કે આ સમસ્યાના કારણે ચહેરા પર મેકઅપ ટકી નથી શકતો. એટલે ચહેરા પર સોજાથી રાહત મેળવવી જરૂરી છે.

ચહેરા પરના સોજા હટાવવા માટે અપનાવો આ ટ્રિક?

image source

તમન્ના ભાટિયાએ પોતાના બ્યુટી સિક્રેટ પરથી પડદો હટાવતા જણાવ્યું કે એક મોટા વાસણમાં ઘણા બધા આઈસ ક્યુબ અને પાણીને ઉપર સુધી ભરી લો. એ પછી ધીમે ધીમે પાણીની ઉપર તમારો ચહેરો લગાવો. પહેલા નાક અને મોઢું પાણીની અંદર નાખો અને પછી ચહેરાની બન્ને સાઈડને પાણીની ઉપર રાખો. એ જ રીતે થોડીવાર સુધી આવું કરતા રહો. એનાથી ખીલ, ચહેરા પરના સોજા અને પફી ફેસની તકલીફ દૂર થઈ જશે અને ફ્રેશ ફેસ મળશે.

ચહેરા પર આઈસ કે પછી આઈસ વોટરનો ઉપયોગ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન.

image source

જો તમે ચહેરા પર આઈસ લગાવી રહ્યા છે કે પછી આઈસ બાઉલમાં ચહેરો ડુબાડી રહ્યા છો તો અમુક વાતોનું ધ્યાન રાખો.

સૌથી પહેલા તમારો ચહેરો સાફ કરી લો.

જો તમારા ચહેરા પર આઈસ ક્યુબ લગાવી રહ્યા છો તો એને કોઈ એક પાતળા અને કોટન કપડામાં લપેટી લો.

આઈસ બાઉલમાં ચહેરો ડૂબાળતી વખતે ચહેરો બહુ અંદર ન નાખી દો.

ચહેરાને વધુ સમય સુધી એક જ જગ્યા બરફ કે બરફના પાણીના સંપર્કમાં ન રાખો.

image source

પાંચ મિનિટથી વધુ આઈસ બાઉલનો ઉપયોગ ન કરો..એનાથી આઈસ બર્ન થઈ શકે છે.