LIC ની આ પોલિસીમાં એક વખત રોકાણ કરીને મેળવી શકાય છે જીવનભર પેંશન

LIC ની નવી જીવન શાંતિ યોજનામાં રોકાણ કરવું ગ્રાહકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે કારણ કે તેમાં જીવનભર માસિક પેંશન મળી શકે છે. આ પોલિસી લીધા બાદ તરત જ માસિક પેંશ શરૂ થઈ જાય છે.

image source

LIC New Jeevan Shanti Policy : જો તમે પણ તમારી વૃદ્ધાવસ્થાને સલામત રાખવા માંગતા હોય તો તમારા માટે એક સારો વિકલ્પ છે. LIC એ એક નવી અને શાનદાર પોલિસીની જાહેરાત કરી છે. આ પોલિસી છે જીવન શાંતિ પોલિસી. આ પોલિસીમાં એક વખત રોકાણ કરવાથી તમને ગેરંટી સાથે જીવનભર પેંશન મળી શકે છે. તેનાથી તમે રિટાયરમેન્ટ બાદના ખર્ચને સરળતાથી પહોંચી વળશો એટલે કે તમને સુરક્ષિત રીતે પૈસા મળશે. ત્યારે ચાલો જાણીએ આ પોલિસી વિશે.

જાણો શું છે જીવન શાંતિ પોલિસી

image source

આ યોજના LIC ના જુના પ્લાન જીવન અક્ષય યોજના જેવી જ છે. જીવન શાંતિ પોલિસીમાં તમારી પાસે બે વિકલ્પ છે. પહેલો એ કે ઇમિડીએટ એન્યૂટી અને બીજો છે ડેફફર્ડ એન્યૂટી. આ એક સિંગલ પ્રીમિયમ પ્લાન કગે. પહેલા એટલે કે ઇમિડીએટ એન્યૂટી અંતર્ગત પોલિસી પ્લાન લીધા બાદ તરત પેંશન શરૂ થઈ જાય છે. જ્યારે બીજો વિકલ્પ એટલે કે ડેફફર્ડ એન્યૂટીમાં પોલિસી લીધાના 5, 10, 15 કે 20 વર્ષ બાદ પેંશન શરૂ થાય છે. સૌથી નોંધનીય બાબત એ છે કે તમે ઈચ્છો તો યોજનામાં તરત જ પેંશન શરૂ કરાવી શકો છો.

આ રીતે બને છે પેંશન (How Much Pension Will Be Received)

image source

આ યોજના અંતર્ગત પેંશનની રકમ નિશ્ચિત નથી. તમારા રોકાણ, ઉંમર અને ડિફરમેન્ટ પિરિયડ અનુસાર તમારી પેંશનની રકમ હશે. રોકાણ અને પેંશન શરૂ થવાના સમયગાળામાં જેટલો સમય જેટલો વધુ હશે કે તમારી ઉંમર જેટલી વધુ હશે પેંશન પણ એટલુ વધુ મળશે. LIC તમને રોકાણ પર બનતી ટકાવારી મુજબ પેંશન આપશે.

કોને મળશે ફાયદો (People Of This Age Can Take Benefits)

image source

LIC ની આ યોજના ઓછામાં ઓછા 30 વર્ષ અને વધુમાં વધુ 80 વર્ષના વ્યક્તિઓ માટે છે. એ સિવાય જીવન શાંતિ પ્લાનમાં લોન, પેંશન શરૂ થયાના 1 વર્ષ બાદ અને તેને સરેન્ડર પેંશન શરૂ થયાના 3 મહિના બાદ કરી શકાય છે. બન્ને વિકલ્પો માટે પોલિસી લેતા સમયે વાર્ષિક ટકાવારીની ગેરંટી આપવામાં આવશે. યોજના અંતર્ગત વિભિન્ન વાર્ષિક વિકલ્પ અને વાર્ષિક ચૂકવણી મોડ ઉપલબ્ધ છે. પરંતુ આ પોલિસી લીધા પહેલા ધ્યાન રાખવું કે એક વખત પસંદ કરેલા વિકલ્પને બદલાવી નથી શકાતો. આ યોજનાને ઓફલાઇન અને ઓનલાઇન પણ ખરીદી શકાય છે.