ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના વાયરલ વીડિયો પર અમૃતા રાવનું મીમ, જે જોઇને તમે પણ નહિં રોકી શકો હસવાનું

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો હાલમાં ચર્ચામાં રહી ચૂક્યા છે. તેઓએ સોફ્ટ ડ્રિંકના બદલે પાણી પીવાની લોકોને સલાહ આપી છે. તેમનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના કારણે સોફ્ટ ડ્રિંક નિર્માતા કંપનીએ અત્યાર સુધી 2 ખરબ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. તેની પર અનેક વાયરલ મીમ બની ચૂક્યા છે. આ વાયરલ મીમ અમૃકા રાવની ફિલ્મ વિવાહનું છે. તેમાં તે જલ લીજિએ કહેતી જોવા મળી રહી છે. તેની પર અમૃતા રાવે મોટી પ્રતિક્રિયા આપી છે.

image source

અમૃતા રાવે આ મીમ પર તેની ફિલ્મ વિવાહનો ડાયલોગ પણ આપ્યો છે. ટ્વિટર યૂઝરે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનના એક્શન અને અમૃતા રાવના ડાયલોગને મિક્સ કરીને એક મીમ બનાવ્યું છે. તેની પર પ્રતિક્રિયા આપતા અમૃતા રાવે ફોટો શેર કરીને લખ્યું છે, તમે શું કહી રહ્યા છો.. તેની સાથે તેઓએ પાણી પીતો અને હસતો ઈમોજી પણ શેર કર્યો છે. તેમની આ પોસ્ટને અત્યાર સુધી 15000થી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે. તો કેટલાકે આ માટેની પ્રતિક્રિયા પણ આપી છે.

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ કોકોકોલાની બોટલ તેના ટેબલ પરથી હટાવી હતી અને લોકોને પાણી પીવાની સલાહ આપી હતી. તેમની આ હરકત આંતરરાષ્ટ્રિય સ્તરે વાયરલ થઈ છે. કોકોકોલા કંપનીએ અત્યાર સુધી 2 ખરબ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો છે. અમૃતા રાવ ફિલ્મ અભિનેત્રી છે અને તેઓએ અનેક ફિલ્મમાં કામ કર્યું છે. તેમનો રોલ ખૂબ જ પ્રશંસનીય રહ્યો છે. તેઓ સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તેઓ પોતાના ફોટો અને વીડિયો શેર કરતા રહે છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફૂટબોલર છે. તે સૌથી ચર્ચિત અને લોકપ્રિય ફૂટબોલર છે. તેઓ સેશ્યલ મીડિયા પર પણ ફેમસ છે. તેમનું ફેન ફોલોઈંગ આંતરરાષ્ટ્રિય સ્તરે પણ જોવા મળી રહ્યું છે. ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ અનેક ગોલ કર્યા છે અને તેમના નામે અનેક વિશ્વ રેકોર્ડ પણ છે. તેઓ એક ફિટનેસ ફ્રિક પણ છે. તેઓ સતત લોકોને ફિટ રહેવાની અપીલ કરતા રહે છે.

image source

તમે પણ આ મીમ જોઈને કહેશો કે વાહ શું વાત છે. અમૃતા રાવે પોતાની ફિલ્મનો રોલ ખૂબ જ યોગ્ય અને ઉમદા રીતે મીમમાં શેર કર્યો છે.