ત્રેતાયુગની જેમ કળિયુગમાં પણ થયો સ્વયંવર, ધનુષ તોડીને વરરાજાએ દુલ્હનને પહેરાવી વરમાળા, લોકો જોતા રહ્યાં

ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામના સ્વયંવરની કથા સૌ કોઈએ સાંભળી હશે. સીતા સ્વયંવર વખતે રાજા જનકના દરબારમાં અનેક યુવરાજ પહોંચ્યા હતા. રાજા જનકે સીતા માટે યોગ્ય વર પસંદ કરવા માટે શિવનું ધનુષ બધા વચ્ચે મૂક્યું હતું અને તે ધનુષને ઉપાડવા કહ્યું હતું. જે કોઈ તે સિદ્ધ કરી શકે તેની સાથે સીતાના લગ્ન કરાવામાં આવશે. ત્યાં ઉપસ્થિત સૌ કોઈ યુવરાજોએ આ માટે પ્રયત્નો કર્યા પરંતુ કોઈ સફળ થયું ન હતું. આ પછી રામે આગળ આવ્યા અને ધનુષ ઉઠાવ્યું હતું અને સીતા સાથે લગ્ન કર્યા હતા.

image source

હવે કળિયુગમાં પણ આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું છે જે હાલ ચર્ચામાં આવી છે. મળતી માહિતી આ કિસ્સો બિહારના સારન જિલ્લામાંથી સામે આવ્યો છે. અહી પણ સ્વયંવરનું આયોજન રામાયણ કાળની જેમ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વરરાજાએ પહેલાં ધનુષ્ય તોડયું હતું અને ત્યારબાદ કન્યાના ગળામાં વરમાળા પહેરાવી હતી. આ અનોખા લગ્નનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો સરાન જિલ્લાના સોનપુર બ્લોક હેઠળના સબલપુર પૂર્વ વિસ્તારમાં આ અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો. આ દરમિયાન ધનુષ સ્વયંવરનું આયોજન ત્રેતાયુગની જેમ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામે જે રીતે ધનુષ તોડ્યું હતું અને માતા સીતા સાથે ત્રેતાયુગમાં લગ્ન કર્યા હતા તે જ રીતે સાબલપુર પૂર્વમાં કળયુગમાં મોડી રાત્રે ધનુષ સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું.

image source

ત્રેતાયુગમાં યોજાયેલ સ્વયંવર અને કળયુગમાં થયેલાં આ સ્વયંવરમાં માત્ર એટલો જ તફાવત હતો કે ત્રેતાયુગના સ્વયંવરમાં મહાન યોદ્ધાઓ હતા. રાજા જનકની પ્રતિજ્ઞા હતી પરંતુ અહીં વરરાજા પહેલેથી જ નક્કી થઈ ગયો હતો.

image source

આ લગ્ન સમારોહમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન મંડળ પર પંડિત દ્વારા મંત્રોચ્ચાર કરીને ભગવાન શ્રી રામના સ્વયંવરની જેમ લગ્નની બધી વિધિઓ કરવામાં આવી રહી હતી. મંચ પર હાજર વરરાજાએ ધનુષ્ય ઉપાડતા પહેલા શિવને હાથ જોડીને પ્રાર્થના કરી અને પછી ધનુષ ઉઠાવ્યું હતું.

image source

હવામાં ધનુષ ઉઠાવ્યા પછી તે વરરાજાએ ધનુષ તોડી નાખ્યું કે તરત જ સમારોહમાં ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું હતું. લોકોએ ફૂલો વરસાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન મંગલ ગીત ગાતી સહેલીઓ સાથે કન્યા ને મંચ પર લાવવામાં આવી. જે બાદ કન્યાએ વરને માળા પહેરાવી હતી. આ સાથે કોરોના સમયગાળા દરમિયાન યોજાયેલા આ લગ્ન સમારોહ દરમિયાન કોવિડના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. ભીડ એવી હતી કે બે ગજનું અંતર તો દૂરની વાત બધા લોકો એકબીજાને અડીને ઉભેલા દેખાતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!