આ છે ગુજરાતનું એક એવુ ફરવાલાયક સ્થળ કે જેની તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો વાહ!

મિત્રો, હાલ ઠંડીની મૌસમ જોરશોરથી ચાલી રહી છે અને આ મૌસમમા મોટાભાગના ફરવાના શોખીન લોકો જુદી-જુદી જગ્યાએ રજાઓ માણવા માટે જાય છે ત્યારે આંજે અમે તમને આ લેખમા ગુજરાતના એક એવા સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમને ગુજરાતમા જ મનાલી જેવો અનુભવ કરાવી શકે છે, તો ચાલો જાણીએ કઈ છે આ જગ્યા અને શું છે તેની વિશેષતા?

image source

જ્યારે પણ આપણે ગુજરાતના ફરવાલાયક અને જોવાલાયક સ્થળો વિશે ચર્ચા કરીએ તો તેમા કચ્છનુ નામ સૌથી પહેલા આવે છે. અહિયા ઠંડીની મૌસમ દરમિયાન જે રણોત્સવ થાય છે તેમા લોકોનો સારો એવો ધસારો જોવા મળી રહે છે. આ ઉત્સવ દરમિયાન ફક્ત અહીના લોકો જ નહિ પરંતુ, બહાર વિદેશોમાંથી પણ લોકો આ ઉત્સવની ભવ્ય ઉજવણી જોવા માટે અહી પધારે છે.

image source

આ ઉપરાંત હાલ અહી ખુબ જ રમણીય પ્રવાતીય સ્થળ જેવા દ્રશ્યો સર્જાયા છે. હાલ અહીના રસ્તાઓ પર ગાઢ ધુમ્મસ છવાયેલુ છે. હાલ, રાપરના ખેંગારવાવના ગવરીપર વિસ્તારમા એકદમ ધુમ્મસ ભરેલુ વાતાવરણ છવાયેલુ છે અને આ ધુમ્મસના કારણે એક એવુ પ્રાકૃતિક દ્રશ્ય સર્જાયુ છે કે, જે ખુબ જ મનમોહક છે. જો કોઈ વ્યક્તિ એકવાર આ મનમોહક દ્રશ્યને જોઈ લે તો તેના પરથી પોતાની આંખો હટાવી શકતો નથી કે ના તો તેને ભૂલી શકે.

image source

આ એક એવી જગ્યા છે કે, જ્યા તમને અનેકવિધ જગ્યાઓએ પ્રકૃતિનો આહલાદક આનંદ માણવા માટે મળે છે. જો અહીની સુંદરતા વિશે વાત કરીએ તો તે અહી આવેલા રણથી જ છે. ૨૩,૦૦૦ કિલોમીટરમા પથરાયેલ આ રણમા તમને વરસાદની ઋતુ પછી અનેકવિધ મનમોહક દ્રશ્યો જોવા મળે છે અને આવા જ મનમોહક દ્રશ્યોને નિહાળવા માટે અહી દર વર્ષે લાખો લોકો મુલાકાતે આવે છે.

image source

આ સિવાય અહી આવેલો માંડવી બીચ પણ લોકો માટે ખાસ આકર્ષણનુ કેન્દ્ર બનીને રહે છે. આ બીચને ગુજરાતમા આવેલા તમામ બીચોમા સૌથી શ્રેષ્ઠ અને સુંદર માનવામા આવ્યો છે.

image source

આ બીચ એ માંડવીથી પાંચ કિલોમીટર દૂર આવેલો છે. અહી ચોમાસની ઋતુ સિવાય જ્યારે પણ તમે જાવ ત્યારે તમને લોકોની ભીડ જોવા મળી રહેશે. અહીના બીચ પર તમને એક અલગ જ આનંદ અને શાંતિનો અનુભવ થશે.

image source

આ ઉપરાંત અહીનુ નારાયણ સરોવર પણ લોકો માટે મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર બનીને રહેલુ છે. આ સ્થળની સાથે હિંદુ લોકોની ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે. આ સરોવરને પ્રભુ નારાયણનુ સરોવર તરીકે પણ ઓળખવામા આવે છે. અહી એક પ્રાચીન તીર્થસ્થળ પણ આવેલુ છે જ્યા દર્શન માટે દર્શકોની ભીડ ઉમટી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત