Site icon News Gujarat

5 ફરિયાદ, જે દરેક પતિ પત્ની એકબીજાને કરે છે અને પછી આ વાત બને છે ઝઘડાનું કારણ

1. તમે હવે પહેલા જેવા નથી રહ્યા.

image source

લગ્નના થોડા વર્ષો પછી દરેક પરિણીત યુગલની આ જ ફરિયાદ રહે છે. લગ્નના શરૂઆતના વર્ષોમાં બધું જ સારું લાગે છે.પણ વર્ષ બે વર્ષમાં જ પ્રેમની સ્ક્રીપટ કમજોર પડવા લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો તને જોતા જ સવારની શરૂઆત થાય, અને તારી સાથે જ દરેક સાંજ ઢળે એ દાવ ધીમે ધીમે દમ તોડવા લાગે છે. લગ્ન પછી ઘર પરિવારની જવાબદારીઓને ભાર નીચે પ્રેમ એની અસર ગુમાવવા લાગે છે અને એકબીજાની ફક્ત ખૂબીઓ શોધનાર વ્યક્તિઓ એકબીજાની ખામીઓ ગણવા લાગે છે.

2. તમે હવે મને પહેલા જેવો પ્રેમ નથી કરતા.

image source

લગ્નના થોડા વર્ષો પછી પતિ પત્નીને એકબીજાની ફરિયાદ રહે છે કે એ પોતાના પાર્ટનરને હવે પહેલા જેવો પ્રેમ નથી કરતા. એવું કેમ થાય છે એનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે. રોબર્ટ ફ્રેયર દ્વારા કરવામાં આવેલા પ્રયોગો અનુસાર જ્યારે કોઈની સાથે પ્રેમ થઈ જાય છે તો એક ખાસ પ્રકારના ન્યુરો કેમિકલ ફીનાઇલ ઇથાઇલ અમીનના કારણે એને પ્રેમી કે પ્રેમિકાની ખામીઓ દેખાવાની બંધ થઈ જાય છે. પણ આ રસાયણ એક જ લેવલ પર નથી રહેતું. એક બે વર્ષ પછી શરીરમાં એનું લેવલ ઓછું થઈ જાય છે અને ચાર પાંચ વર્ષ પછી એની અસર શરીર પર બિલકુલ બંધ થઈ જાય છે. જો કે એના ઉતાર ચડાવની અસર પ્રેમીઓના સ્વભાવમાં પણ ચોખ્ખું દેખાઈ આવે છે.

3. તમારી પાસે કઈ આશા રાખવી જ બેકાર છે.

image source

પતિ પત્નીની ફરિયાદોમાંથી આ પણ એક સામાન્ય ફરિયાદ છે. એકબીજા પર દોષારોપણની એક ખાસ કારણ હોય છે પતિ પત્નીની એકબીજા પાસે જરૂરત કરતા વધુ આશાઓ, જેમાં સ્ત્રીઓ પુરુષો કરતા ઘણી આગળ હોય છે. પુરુષ પત્ની સાથે એવો જ વ્યવહાર કરે છે જેવો એને પોતાના પિતાના માતા પ્રત્યે જોયો હતો પણ પત્ની એમને એક સારો મિત્ર, ખૂબ જ પ્રેમ કરનાર પ્રેમી, જવાબદાર પિતાના રૂપમાં જોવા માંગે છે. ક્લિનિકલ સાઇકોલોજીસ્ટ કહે છે કે અમારી પાસે એવા ઘણા કેસ આવે છે જેમાં પત્નીની ફરિયાદ હોય કે પતિ એમનો હાથ નથી પકડતા, ઓફીસ જતી વખતે એમને કિસ નથી કરતા. સ્ત્રી પુરુષના બ્રેનનું વાયરિંગ જ અલગ અલગ હોય છે. પત્ની ઈચ્છે છે કે પતિ એમને દિવસમાં બે ત્રણ વાર ફોન કરે, મેસેજ કરે, જ્યારે પતિને લાગે છે કે જ્યારે સાંજે ઘરે જવાનું જ છે તો પછી ફોન કે મેસેજ કરવાની શુ જરૂર છે.

4 તને તો મારામાં બસ ખામીઓ દેખાય છે..

image source

લગ્નના થોડા સમય પછી પતિ પત્ની દરેક વાતમાં એકબીજાની ખામીઓ ગણવા લાગે છે. એવું એ જાણી જોઈને કે સમજી વિચારીને નથી કરતા પણ તો ય એમની ફરિયાદ જળવાઈ રહે છે.

5. તું મને શાંતિથી જીવવા કેમ નથી દેતી?

લગ્ન પછી લગભગ બધા પુરુષોની આ ફરિયાદ હોય છે મેં એમની પત્ની વાત વાતમાં એમને ટોકે છે, એમને આઝાદીથી જીવવા નથી દેતી. એવામાં પુરુષો કાં તો પત્ની સામે જૂઠું બોલીને મનમાની કરી લે છે કે પછી નફ્ફટ બની જાય છે.

image source

પ્રેમ વ્યક્ત કરવો કે એકબીજા પર દોષારોપણ કરવાની બધા કપલ્સની રીત ભલે અલગ અલગ હોય પણ એ વાત તો નક્કી જ છે કે જ્યારે પાર્ટનર પાસે જરૂરતથી વધુ આશા રાખવામાં આવે છે ત્યારે સંબંધોમાં કડવાશનો સિલસિલો પણ શરૂ થઈ જાય છે. પ્રેમના ઇતિહાસ, ભૂગોળ પર ટીકા ટિપ્પણી કર્યા વગર પ્રેમ ને પ્રેમ જ રહેવા દો, કોઈ નામ ન આપો ફક્ત મહેસુસ કરવામાંઆવે તો કદાચ આપણે પ્રેમના આ સુંદર સંબંધનો આખી જિંદગી લુફ્ત ઉઠાવી શકો છો.

પ્રેમમાં આશક્તિ જરૂરી છે.

એક શોધકર્તા અનુસાર પ્રેમ આપણે પાસે ત્રણ રૂપમાં હોય છે. પહેલો વાસના, બીજો ચાહત અને ત્રીજો આશક્તિ.વાસના અને ચાહત તો સમયની સાથે ખતમ થઈ જાય છે પણ જો ચાહત આશક્તિમાં બદલાઈ જાય તો પછી આ બંધન જિંદગી ભરનો સાથ બની જાય છે.

શીખો પ્રેમ નિભાવવાની 5 અસરકારક રીત

જરૂરતથી વધુ અપેક્ષાઓથી બચો.

image source

પ્રેમ કરો, અધિકાર જતાવો પણ હુકુમત ન કરો.

પતિ પત્ની પરંપરાગત ફ્રેમથી બહાર નીકળીને સારા મિત્રો બનો.

પઝેસિવ થવાથી બચો.

નજીક રહો, પણ એટલા પણ નહીં કે શ્વાસ લેવામાં મુશ્કેલ પડવા લાગે. સંબંધોમાની સ્પેસને સમજો.

Exit mobile version