Site icon News Gujarat

લવિંગનો આ રીતે કરશો ઉપયોગ તો તમારી ઇમ્યુનિટી વધશે અને રહેશો સ્ટ્રોન્ગ

ભારતીય મસાલામાં લવિંગનું સ્થાન મહત્વનું છે. આ ન ફક્ત ખાવાનાનો સ્વાદ વધારે છે અને સાથે હેલ્થને માટે પણ ફાયદારૂપ છે. તેને હજારો વર્ષોથી ભારતીય આયુર્વેદમાં ઔષધિના રૂપમાં પ્રયોગમાં લેવાય છે. એટલું નહીં વૈજ્ઞાનિકોએ પણ તેના ફાયદાને વિશે અનેક શોધ કરી છે. તેના ફાયદાને પણ સ્વીકાર્યા છે. તેના ઉપયોગને લઈને પેટમાં દર્દથી લઈને ખાંસી અને શરદીના ઉપયોગને માટે કરાય છે. તમને જણાવી દઈએ કે તેમાં અનેક ગુણકારી તત્વો હોય છે, જેમકે વિટામિન ઈ, ફોલેટ, વિટામિન સી, રિબોફ્લેવિન અને વિટામીન એ, થિયામિન, વિટામીન ડી, ઓણેગા 3 ફેટી એસિડ વગેરે. આ સિવાય તેમાં એ્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફલામેટરી પ્રોપર્ટીઝ પણ હોય છે.

જાણો તેનો પ્રયોગ

image source

જો તમે રોજ રાતે ડિનર બાદ અને સૂતા પહેલા 2 લવિંગ ચાવીને ગરમ પાણીની સાથે ખાઓ છો તો તના ગુણ અનેક ગણા વધી જાય છે. આ રીતે પ્રયોગ કરવાથી શરીરની અનેક સમસ્યાઓ ઘીરે ધીરે ખતમ થઈ શકે છે.

આ છે લવિંગના ઉપયોગના ફાયદા

image source

રાતે ગરમ પાણીની સાથે તેનું સેવન કરવાથી કબજિયાત, ડાયરિયા, એસિડીટી વગેરે સમસ્યા સારી થાય છે.

લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોવાના કારણે પિંપલ્સ અને એક્નેની સમસ્યા દૂર રહે છે.

image source

દાંતમાં દર્દ થાય તો રાતે સૂતા સમયે તેને ગરમ પાણીની સાથે ચાવી લો. આમ કરવાથી દર્દમાં આરામ મળશે અને ઈન્ફેક્શન નહીં થાય.

ગળામાં જો દર્દ રહે છે ખાંસી રહે છે તો તમે રાતે લવિંગ તાવી લો તે જરૂરી છે. તેનાથી આરામ મળશે.

તમારા હાથ કે પગમાં ખાલી ચઢી જાય છે તો તમે રાતના ડિનર બાદ લવિંગને ચાવી લો અને સાથે ગરમ પાણી પી લો. તમારી સમસ્યામાં તમને રાહત મળશે.

image source

રાતે લવિંગના સેવનથી રોગ પ્રતિરોધક ક્ષમતામાં પણ ઝડપથી વધારો થાય છે.

લવિંગ ખાવાથી હાડકા પણ મજબૂત અને હેલ્ધી રહે છે.

બીપી, શુગર અને ઈન્સ્યુલિનને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.

રાતે લવિંગના સેવનથી આ ઓક્સીડેનટિવ સ્ટ્રેસને ઘટાજી શકાય છે અને તે લિવરને પ્રોટેક્ટ કરે છે.

Exit mobile version