Site icon News Gujarat

માનવતા જીવે છે એનો ઉત્તમ દાખલો, આ દંપત્તિએ 23 વર્ષમાં સાડા પાંચ લાખ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યું ભોજન

આપણાં શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભૂખ્યાને જમાડવુ આપણું કર્તવ્ય છે. પરંતુ આજનાં સમયમાં લોકો બસ પોતાનાં માટે ભાગદોડ કરી રહ્યાં છે તેવામાં સેવા જેવો શબ્દ છૂટતો જાય છે. પરંતુ અહીં એક એવી સેવાની વાત થઈ રહી છે જેને સંભાળીને તમે પણ સલામ કરશો. આ વાત છે સુરત જિલ્લાના કિમની. અહી એક શિક્ષક દંપતીએ સેવાયજ્ઞ શરૂ કર્યો છે અને આ સેવા તેમણે પોતાના ઘરેથી જ ચાલુ કરી હતી. તેઓ ઘરે જ જમવાનું બચેલું હોય એ કિમ રેલવે સ્ટેશન જઈ ભૂખ્યાને જમાડતા હતાં. જો કે આ કામની શરૂઆત તેઓએ આજથી 23 વર્ષ અગાઉ કરી હતી અને આજે પણ અવરીત કરી રહ્યાં છે.

image source

જાણવા મળ્યું છે કે આ સેવાકાર્યમાં આજે કિમ વિભાગની હોસ્પિટલોમાં 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને ભોજન પહોંચાડવા સાથે શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા કેન્દ્રની રચના કરવામાં આવી છે જેમાંથી 16 જેટલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એકલા હાથે જ શરૂ થયેલી પ્રવૃત્તિ તેઓ અહી સુધી લઈ જઈ શકશે તેવી તેમને કલ્પના પણ ન હતી પણ તેમની સેવા ખરેખર રંગ લાવી. આજે સવા કરોડના સુવિધાયુક્ત સંસ્થાના મકાનમાં કાર્યરત થઈ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવી રહી છે.

તેમની સાથે થયેલી વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે જ્યારે આજથી 23 વર્ષ પૂર્વે આ કામ ચાલુ કર્યું ત્યારે વિચાર્યુ પણ ન હતું કે અહી સુધી પહોંચી શકીશું. કિમમાં સેવા શરૂ કરનાર અને મુખ્ય ટ્રસ્ટી સેવા કેન્દ્રના નાગરભાઈ લાડએ જણાવ્યું હતું કે આ સંસ્થા સ્વામી વિવેકાનંદજીના આદર્શોને પર અમે ચલાવી રહ્યાં છે. 23 વર્ષ પહેલાં કલ્પના ન હતી કે સેવાનો વિસ્તાર આટલો વ્યાપક થશે. પરમાત્માની કૃપા, સંતોના આશીર્વાદ, સમર્પિત કર્મચારીઓ અને વિભાગની જનતાનાં તન, મન અને ધનથી અને સહકારથી આજે નાનકડી સેવા આજે વટવૃક્ષ બની છે અને હજુ પણ વધારે લોકો સુધી પહોંચી મદદ કરી શકાય તેવો અમારો પ્રયત્ન રહેશે.

image source

મળતી માહિતી મુજબ હાલ કિમમાં રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા કેન્દ્ર નામથી આ કામ થઈ રહ્યું છે. તે સમયે આ સેવા કામ શરૂ કરનાર શિક્ષક દંપત્તિ આજે નિવૃત્ત થઈ ચૂક્યા છે અને આખો દિવસ આ સેવા કાર્યમાં આપી રહ્યાં છે. આ શિક્ષક દંપત્તિ વિશે વિગતે વાત કરીએ તો નાગરભાઈ લાડ અને તેમનાં ધર્મ પત્ની પુષ્પાબેન લાડ દ્વારા આજથી 23 વર્ષ પૂર્વે પોતાના ઘરમાં વધે એ ભોજન બનાવી કિમ સ્ટેશન પર ગરીબોને આપવા જતા હતાં. થોડા દિવસો પછી વિચાર આવ્યો વધે તો નહીં પણ આ બહાને થોડું વધુ બનાવી ગરીબોને જરૂર જમાડી શકાય. આ પછી તેમણે સ્ટેશનને બદલે કિમની હોસ્પિટલમાં કાયમી અન્નક્ષેત્ર શરૂ કરવામાં અંગે પ્લાનિંગ કર્યું અને ત્યાંની તમામ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી અને તેનાં સગાંને સવાર-સાંજ ભોજન આપવાનું શરૂ કર્યું હતું.

image source

ધીરે ધીરે આ સેવાનું કામ આગળ વધતું ગયું અને બે ટાઈમ ભોજનની સેવા શરૂ રાખવામાં આવી. આ હેઠળ વર્ષ 2000ની સાલમાં સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે અન્નક્ષેત્રની પણ શરૂઆત કરવામાં આવી અને તેની મદદથી કિમની તમામ હોસ્પિટલમાં દાખલ થતા દર્દી અને તેનાં સગાંને સવાર-સાંજ ભોજન આપવાનો સેવાયજ્ઞ શરૂ થયો. તેમનું કહેવું છે કે આ રીતે તેમણે અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ દર્દી સહિત ગરીબ સ્વજનોને ખાવાનું પહોંચાડ્યું છે.

આ કામમાં આગળ વધતાં તેમણે અન્નક્ષેત્ર સાથે શિક્ષણ, આરોગ્ય, સંસ્કાર અને સ્વાસ્થ્યની 16 જેટલી વિવિધ સેવાઓ વિભાગની શરુઆત કરી છે. આ સિવાય તેઓએ આ સેવા આપતાં સમયે જોયું કે લોકોને અમુક અન્ય બાબતોમાં મદદની જરૂર છે અને તે મદદ કરાવી જોઈએ. આ પછી તેમણે આ માટે અન્નક્ષેત્ર, સાર્વજનિક પુસ્તકાલય, ગરીબ બાળકોને નિઃશુલ્ક ટયૂશન વર્ગો, વિધવા, ત્યકતાને મદદ, રાહત દરે હોમિયોપેથિક, આયુર્વેદિક દવાખાના, આંખના કેમ્પ, એક્યુપ્રેશર સારવાર, સત્સંગ, નિઃશુલ્ક યોગ વર્ગો, અભુદયપ્રકલ્પ યોજના સહિત 16 જેટલી સેવાઓને આગળ વધારી.

image source

તેમણે આ વિશે આગળ વાત કરતાં કહ્યું હતું કે 20 વર્ષમાં આ બધી સેવા કિમ વિસ્તારમાં 8 વિવિધ જગ્યા પરથી સ્થળ બદલાતાં થતી સેવામાં ઘણી અગવડ પડતી પરંતુ આજે 23 વર્ષ બાદ 16 જેટલી વિવિધ સેવાપ્રવૃત્તિઓ તેઓ ચલાવી રહ્યાં છે. આ માટે તેઓએ સવા કરોડના ખર્ચે કર્યો અને સુવિધાયુક્ત સંસ્થા પોતાના મકાનમાં જ ઉભી કરી છે. એક નાનકડા સારા કામની શરૂઆત આજે સફળ થઈ તેવું લાગી રહ્યું છે. આ કામગીરી હેઠળ એક્યુપ્રેશરનો 27676 લોકોએ લાભ લીધો છે. આંખ વિભાગ દ્વારા 11840 લોકોની સારવાર કરાઈ છે. ગદાધર પ્રકલ્પમાં 344 બાળકને લાભ મળ્યો છે જ્યારે તેજસ્વી તારલા, વાચક સન્માન અંતર્ગત 20,000 લાભ લઈ ચૂક્યાં છે.

image source

આગળ વધતાં આ કામમાં તેઓ અન્ય સેવાઓનો પણ ઉમેરો કરતાં ગયાં જેનાં ભાગ રૂપે શિબિરો પણ યોજવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે આ સંસ્થા દ્વારા 137 જેટલી વિવિધ આરોગ્ય શિબિરો કરવામાં આવી છે સાથે જ નિઃશુલ્ક ટયૂશન વર્ગનો 1820 વિદ્યાર્થીએ લાભ લીધો છે. આ સાથે આજનાં સમયમાં યોગથી દુર જતી પેઢીનાં 7000 લોકોને તેમાં જોડયા છે. આ સાથે પુસ્તકાલયમાં વાચકો પણ 98,698 તેમજ 28,875 વિદ્યાર્થીઓએ લાભ લઈ ચૂક્યા છે. હોમિયોપેથિક સારવારનો 21,792 લોકોને લાભ મળ્યો છે, જ્યારે આયુર્વેદિકનો 9372 લોકોએ લાભ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version