Site icon News Gujarat

શક્તિ અને આરોગ્યના દેવતા છે સૂર્યદેવ, આ રીતે પૂજાથી મળશે ચમત્કારિક ફળ

વૈદિક કાળથી ભગવાન સૂર્યની ઉપાસનાનો ઉલ્લેખ મળે છે. સૂર્યને વેદમાં જગતની આત્મા અને ઇશ્વરને નેત્ર કહેવાયું છે. સૂર્યને જીવન, સ્વાસ્થ્ય, શક્તિના દેવતાના રૂપમાં માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપાથી પૃથ્વી પર જીવન કાયમ છે.

image source

ઋષુ મુનીઓના ઉદય થતાં જ સૂર્યને જ્ઞાનરૂપી ઈશ્વર જણાવતા સૂર્યની સાધાન આરાધનાને અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. પ્રત્યક્ષ દેવતા સૂર્યની ઉપાસના જલ્દી ફળ આપનારી માનવામાં આવે છે. તેમની સાધના સ્વયં પ્રભૂ શ્રી રામે કરી હતી. ધ્યાન રહે કે પ્રભુ શ્રી રામના પૂર્વજ પણ સૂર્યવંશી હતા. ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સાંબ પણ સૂર્યની ઉપાસના કરીને કુષ્ઠરોગથી મુક્ત થયા હતા.

સૂર્યની સાધનાનું મહત્વ

image source

ભગવાન ભાસ્કર એટલે કે સૂર્યદેવની સાધના- આરાધનાનું અક્ષય ફળ મળે છે. સાચા મનથી કરાયેલી સાધનાથી પ્રસન્ન થઈને ભગવાન ભાસ્કર પોતાના ભક્તોને સુખ અને સમૃદ્ધિ અને સારી હેલ્થના આર્શિવાદ પ્રદાન કરે છે. જ્યોતિષના અનુસાર સૂર્યને નવગ્રહોમાં સૌથી પ્રથમ ગ્રહ અને પિતાના ભાવ કર્મનો સ્વામી માનવામાં આવે છે. જીવન સાથે જોડાયેલા તમામ દુખ અને રોગ વગેરે ને દૂર કરવાની સાથે સાથે જેમને સંતાન નથી થતા તેઓએ સૂર્યની આરાધના લાભ હોય છે. પિતા પુત્રના સંબંધોમાં વિશેષ લાભ માટે સૂર્ય સાધના પુત્રએ કરવી જોઈએ.

સાત ઘોડાના રથ પર સવાર છે ભગવાન સૂર્ય

image source

આપણી સૃષ્ટિના પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યના રથમાં સાત ઘોડા હોય છે. જેમને શક્તિ અને સ્ફૂર્તિનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન સૂર્યનો રથ આ પ્રેરણા આપે છે કે આપણે સારા કામ કરીને સદા આગળ વધવું જોઈએ ત્યારે જ જીવનમાં સફળતા મળી શકે છે.

મંત્રથી મૂર્તિ સુધી આ રીતે શરૂ થઈ સૂર્ય સાધના

image source

વૈદિક કાળથી ભારતમાં સૂર્યની પૂજાનું પ્રચલન રહ્યું છે. પહેલાં આ સાધના મંત્રોથી કરાતી હતી પણ પછી તેમની મૂર્તિ બની. આ પછી તમામ જગ્યાઓએ ભવ્ય મંદિરો બનવા લાગ્યા. પ્રાચીન કાળમાં ભગવાન સૂર્યના અનેક મંદિર આજે પણ ભારતમાં છે. સૂર્યની સાઘના અને આરાધના સાથે જોડાયેલા પ્રમુખ પ્રાચીન મંદિરોમાં કોર્ણાક, માર્તંડ અને મોઢેરા છે.

સૂર્યની સાધનાને સમર્પિત છે રવિવાર

રવિવારના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરાય છે. આ દિવસે ભગવાન સૂર્યની સાધના – આરાધના કરવાથી તરત જ તેમની કૃપા મળે છે. રવિવારે ભક્તિ ભાવથી પૂજન કરવાથી પ્રસન્ન થયેલા સૂર્યદેવને ભક્તોના આરોગ્યનો આર્શિવાદ મળે છે.

આ રીતે કરો સૂર્યની આરાધના

image source

સનાતન પરંપરામાં પ્રત્યક્ષ દેવતા સૂર્યની સાધના આરાધના શીઘ્ર ફળ આપનારી માનવામાં આવે છે. સૂર્યદેવની પૂજા માટે સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાન કરો. આ પછી ઉગતા સૂર્યના દર્શન કરીને તેમને ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ કહીને જળ ચઢાવો. સૂર્યને અપાતા જળમાં લાલ રોલી, લાલ ફૂલ મિક્સ કરો. સૂર્યને અર્ધ્ય આપ્યા બાદ લાલ આસન પર બેસીને પૂર્વ દિશામાં મોઢું કરીને સૂર્યના મંત્રનો ઓછામાં ઓછી 108 વાર જાપ કરો. ફક્ત ઉગતા સૂર્યને જ નહીં ડૂબતા સૂર્યને પણ અર્દ્ય આપો તે જરૂરી છે. અસ્ત થતા સૂર્યની પૂજા કરવાથી મનોકામનાઓ પૂરા થાય છે.

આ મંત્રથી સૂર્યની આરાધના કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે.

image source

एहि सूर्य सहस्त्रांशो तेजोराशे जगत्पते।

अनुकम्पय मां भक्त्या गृहणाध्र्य दिवाकर।।

ॐ घृणि सूर्याय नमः।।

ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पतेए अनुकंपयेमां भक्त्याए गृहाणार्घय दिवाकररू।।

ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ।।

સૂર્યદેવને અનેક અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો જાણો તેમના તમામ નામ પણ.

ॐ सूर्याय नमः।

ॐ भास्कराय नमः।

ॐ रवये नमः।

ॐ मित्राय नमः।

ॐ भानवे नमः।

ॐ खगय नमः।

ॐ पुष्णे नमः।

ॐ मारिचाये नमः।

ॐ आदित्याय नमः।

ॐ सावित्रे नमः।

ॐ आर्काय नमः।

ॐ हिरण्यगर्भाय नमः।

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version