વિશ્વભરમાં ફેમસ થઈ ગયો કરોડપતિ લુલૂ, માલિકે કુતરાના નામે કરી અધધધ…કરોડની સંપત્તિ, આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

દુનિયામાં કુતરાને સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. કુતરા પોતાના માલિકની રક્ષા કરવા અને સાથ આપવા માટે કોઈપણ હદ પાર કરી શકે છે. પરંતુ એક માલિકે પોતાના કુતરા પ્રત્યે એવી રીતે પ્રેમ વ્યક્ત કર્યો છે કે જેની ચર્ચા વિશ્વભરમાં થવા લાગી છે. આ ઘટના છે અમેરિકાની.

image source

અહીંના નૈશવિલેના રહેવારી એક વ્યક્તિએ બોર્ડર કોલી પ્રજાતિનો એક કુતરો પાળ્યો હતો. જેનું નામ તેણે લુલૂ રાખ્યું હતું. હવે આ વ્યક્તિ પોતાના લુલૂ માટે અંદાજે 36 કરોડની સંપત્તિ છોડી ગયો છે. આ કારણે આ માલિક અને કુતરાનો પ્રેમ ચર્ચાનો વિષય બની ગયો છે.

image source

આ અંગે જાણવા મળતી ખબર અનુસાર લુલૂની દેખરેખ કરતી માર્થા બર્ટનને જણાવ્યાનુસાર આ કુતરાનો માલિક બિલ ડોરિસ નામનો ઉદ્યોગપતિ હતો. બિલ ખૂબ સફળ ઉદ્યોગપતિ હતો અને તેનું મોત ગત વર્ષે થયું હતું. બર્ટને જણાવ્યું કે ડોરિસે પોતાની વસીયતમાં લુલૂની દેખરેખ માટે કેટલીક રકમ બચાવી રાખી છે. આ રકમમાંથી દર મહિને લુલૂની દેખરેખ માટે પૈસા મળે તેવી વ્યવસ્થા તેણે કરી છે. બિલને લુલૂ પ્રત્યે ખુબ પ્રેમ હતો.

image source

બર્ટને કહ્યું કે તેને ખબર હતી કે લુલૂ માટે તેના માલિકે પૈસા જમા રાખ્યા છે પરંતુ એ વાતની ખબર ન હતી કે લુલૂ માટે જે ધન જમા રાખવામાં આવ્યું છે તે કરોડોમાં છે. લુલૂ માટે તેના માલિકે એટલા રૂપિયા જમા રાખ્યા છે કે તેને સારામાં સારી રીતે રાખવામાં આવે તો પણ આ રકમ પૂર્ણ થાય નહીં. એટલે કે લુલૂને જીવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની સમસ્યા થશે નહીં.

image source

મહત્વપૂર્ણ છે કે અમેરિકાની આબાદી 32 કરોડ છે અને અહીં અનેક એવા લોકો છે જેમની સંભાળ લેનાર કોઈ છે નહીં. આવા લોકોમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમની પાસે અઢળક સંપત્તિ પણ તેની દેખરેખ કરનાર કોઈ નથી. કારણ કે આવા ધનિક લોકોનો વારસો જાળવનાર પણ કોઈ હોતું નથી.

image source

આવામાં જ્યારે તેમનું મૃત્યુ થાય છે ત્યારે તે મોટાભાગે સંપતિ દાન કરી દેતા હોય છે. પરંતુ બિલ જેવા કોઈ કોઈ વ્યક્તિ એવા પણ હોય છે જે સંપત્તિ પોતાના પાલતૂ પ્રાણીના નામે કરી દેતા હોય છે. જો કે બિલના આ કામથી લુલૂ વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયો છે એક કરોડપતિ કુતરા તરીકે. બિલના અવસાન બાદ લુલૂની દેખરેખ જે કરી રહી છે તે માર્થા પણ કહે છે કે લુલૂની દેખરેખ સારામાં સારી રીતે કરવા તે પ્રયત્ન કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!