બેનના સમયગાળામાંથી પસાર થઈ રહેલ આ ક્રિકેટરને કરવી છે વાપસી, કહ્યું-માતાના કેન્સરની સારવાર માટે પૈસા નથી

બાંગ્લાદેશનો ઝડપી બોલર શહાદત હુસૈન હાલમાં પાંચ વર્ષના પ્રતિબંધમાંથી પસાર થઈ રહ્યો છે પરંતુ તે ક્રિકેટમાં વાપસી કરવા માટે ઉત્સુક છે અને તેથી તેણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને અપીલ કરી છે કે તે તેના પર લગાડવામા આવેલ બેનને ઘટાડે કે જેથી તે સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરી શકે. ઘરેલુ મેચમાં તેના સાથીને મારવા બદલ શાહદત પર બોર્ડ દ્વારા પ્રતિબંધ મૂકાયો હતો. બાંગ્લાદેશની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ નેશનલ ક્રિકેટ લીગની મેચમાં શહાદત હુસૈન અને અરાફાત સન્ની વચ્ચે વિવાદ થયો હતો, ત્યારબાદ શાહદતે હાથાપાઈ કરી હતી, બોર્ડે તરત જ તેની નોંધ લીધી અને શહાદત હુસૈન પર પાંચ વર્ષ માટે બેન મૂકી દીધો હતો.

image source

શહાદત હુસૈને ક્રિકબાઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેની માતા કેન્સરથી પીડાઈ રહી છે અને તેની સારવાર માટે ચૂકવણી કરવા માટે તેમને સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાની જરૂર છે જેથી તે તેની માતાની સારવાર કરાવી શકે. તેમણે કહ્યું, “મેં બોર્ડને અપીલ કરી છે કે મારો પ્રતિબંધ ઓછો કરવામાં આવે અને બાકી તો હવે બોર્ડ પર નિર્ભર છે.” મારે સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરવાની જરૂર છે કારણ કે મારે કેન્સર સામે લડતી માતાના તબીબ બીલ ચૂકવવાના છે અને મારી પાસે પૈસા નથી. મને ક્રિકેટ સિવાય કંઈ જ ખબર નથી. મને મારી ભૂલનો અહેસાસ છે અને પછતાવો પણ થાય છે. મેં કહ્યું છે કે જો બીસીબીને ફરીથી મારી વિરુદ્ધ કોઈ ફરિયાદ મળે, તો હું મારો ચહેરો બતાવીશ નહીં.

image source

જ્યારે ટીમનો આ સિનિયર બોલર તેની ટીમના સાથીઓ સાથે શનિવારે નેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને એકેડેમી છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું, “હું જાણતો નહોતો કે હું બોલિંગ કરી શકતો નથી.” હું ત્યાં ગયો અને નેટ બોલરની જેમ બોલ ફેંક્યો. અચનાકથી મુખ્ય ક્યુરેટર ગેમિનીએ મને બહાર જવા કહ્યું. હું મારા આંસુ રોકી શક્યો નહીં. શાહદાતે બાંગ્લાદેશ તરફથી 38 ટેસ્ટ મેચ ઉપરાંત 51 વનડે અને 6 ટી -૨૦ મેચ રમી છે. તેના નામે કુલ 123 વિકેટ છે. ભૂતકાળમાં શાહદતને તેના નોકરને પજવવા માટે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

image source

5 વર્ષ પહેલાની જો વાત કરીએ તો બાંગ્લાદેશના પ્રતિબંધિત ઝડપી બોલર શહાદત હુસૈને 11 વર્ષીય નોકરાણી સાથે હિંસા તથા ફટકારવાના મામલે સોમવારે અદાલતમાં આત્મસમર્પણ કર્યું હતું. શહાદતની ધરપકડ કરીને તેને જેલભેગો કરી દેવામાં આવ્યો હતો. એક દિવસ પહેલાં જ પોલીસે આ મામલે તેની પત્નીની ધરપકડ કરી હતી. શહાદત 38 ટેસ્ટ તથા 5 ની વકીલે જણાવ્યું હતું કે શહાદતે જામીનની અરજી દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. આ ઉપરાંત આક્ષેપોનો ઇનકાર કરનાર તેની પત્ની રિત્તો શહાદતની પણ જામીન અરજીને કોર્ટે નકારી નાખી હતી. બંને આરોપીઓ સામે બાળશોષણ તથા બાળમજૂરી કાનૂન હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. શહાદત અને તેની પત્ની આ મામલો સપાટી પર આવ્યા બાદ ધરપકડના ભયથી છુપાયેલા રહેતા હતા પરંતુ પોલીસે નેશનલ ટીમના ખેલાડીની પત્નીની રવિવારે તેના પરિવારજનોના ઘરેથી ધરપકડ કરી લીધી હતી અને શહાદતે પણ આત્મસમર્પણ કરી લીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!