આ કારણે 15 ફિલ્મોમાં સલમાન ખાનનું નામ રાખવામાં આવ્યું હતું પ્રેમ, આ રસપ્રદ કિસ્સો વાંચવાની તમે પણ આવશે જોરદાર મજા

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ જ્યારે પણ પડદા પર રિલીઝ થાય છે તો એમના ફેન્સમાં એક અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળે છે. સલમાન ખાનની ફિલ્મોમાં દર્શકોને રોમાન્સ, ઇમોશન અને કૉમેડીનો ડોઝ એકસાથે મળી જાય છે. સલમાન ખાન 90ના દાયકાથી અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. જો કે શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે સલમાન ખાનની લગભગ 15 ફિલ્મોમાં એમનું નામ પ્રેમ હતું? તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ સલમાન ખાનનું 15 ફિલ્મોમાં પ્રેમ નામ રાખવા પાછળનું કારણ.

image source

સલમાન ખાનની પહેલી સુપરહિટ ફિલ્મ હતી મેને પ્યાર કિયા જે વર્ષ 1989માં રિલીઝ થઈ હતી.સૂરજ બળજાતયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે જબરદસ્ત સફળતા મેળવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાને એક પ્રેમ નામના છોકરાનું પાત્ર ભજવ્યું હતું. એમના પાત્રને ફિલ્મમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

image source

આ ફિલ્મના સુપરહિટ થયા પછી આ નિર્દેશક અને અભિનેતા સલમાન ખાનની જોડીએ હમ આપકે હે કોન, હમ સાથ સાથ હે અને પ્રેમ રતન ધન પાયો જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું. સૌથી ખાસ વાત એ હતી કે આ બધી જ ફિલ્મોમાં સલમાન ખાનનું નામ પ્રેમ જ હતું. આ નામને લઈને સૂરજ બળજાતયાએ કહ્યું હતું કે પ્રેમ એક એવી વ્યક્તિને દર્શાવે છે જે પારંપરિક રીતે પોતાના મૂળ સાથે જોડાયેલો છે.મસ્તી કરે છે પણ એને પોતાના પરિવાર સાથે રહેવું ગમે છે. એ દિલનો સારો છે”

image source

ફિલ્મોમાં સલમાન ખાનનું નામ પ્રેમ રાખવાની શરૂઆત રાજશ્રી પ્રોડક્શનની સુપરહિટ ફિલ્મ દુલહન વહી જો પિયા મન ભાએથી થઈ હતી. પ્રેમ કૃષ્ણ આ ફિલ્મનો હીરો હતો અને ફિલ્મમાં પણ એમનું નામ પ્રેમ જ હતું. સૂરજ બળજાતયાએ એ વખતે કહ્યું હતું કે એમને વિચાર્યું હતું કે જો આ નામથી આ ફિલ્મ હિટ થઈ તો કેમ નહિ આપણે આ જ નામને આવનારી બધી ફિલ્મોમાં ઉપયોગ કરીએ તો કદાચ એ પણ હિટ થઈ જાય.

image source

એવામાં સલમાન ખાનનું નામ રાજશ્રીની દરેક ફિલ્મમાં પ્રેમ રાખવામાં આવ્યું અને બધી જ ફિલ્મો હિટ થઈ.. ફક્ત રાજશ્રી જ નહીં બીજા નિર્દેશકોએ પણ સલમાન ખાનનું નામ પોતાની ફિલ્મમાં પ્રેમ રાખ્યું અને લગભગ બધી જ ફિલ્મો હિટ રહી. અંદાજ આપના અપના, મેને પ્યાર કયો કિયા, જુડવા, દીવાના મસ્તાના, બીવી નંબર 1, કહી પ્યાર ના હો જાએ, નો એન્ટ્રી, પાર્ટનર, રેડી જેવી હિટ ફિલ્મોમાં સલમાન ખાનનું નામ પ્રેમ રાખવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *