Site icon News Gujarat

હોટેલ માલિકો માટે ખુશખબર, આ તારીખથી 50 ટકા કેપિસિટી સાથે ગ્રાહકોને બેસાડી શકશે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. જેના કારણે રાજ્ય સરકારે લાગુ કરેલા પ્રતિબંધો પણ ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત સરકાર દ્વારા વધુ રાહત આપવામાં આવી છે. નોંધનિય છે કે, તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવાની જાહેરાત થઈ છે.

image source

સીએમએ કોર કમિટીની બેઠક બાદ વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખવાની પરવાનગી આપી છે.

image source

આ ઉપરાંત ટેક અવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખવાની સરકારે પરવાનગી આપી છે. તો બીજી તરફ રાજ્યમાં રાત્રિ કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9 થી 26 જૂન 2021ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ કરવાનો રહેશે. તો બીજી તરફ તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી રાખી શકાશે. આનો મતલબએ કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

image source

આ ઉપરાંત લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ લાંબા સમયથી બંધ જીમ પણ હવે ખોલી શકાશે. આ અંગે જાહેર કરવામાં આવેલી સુચના અનુસાર 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને SOPનું પાલન કરવાનું ફરજીયાત રહેશે.

image source

તો બીજી તરફ રાજ્યમના વિદ્યાર્થીઓ માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સીએમ રૂપાણીએ આ પરીક્ષાઓ SOPના પાલન સાથે યોજવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં SOPના પાલન સાથે આ સમયગાળા દરમિયાન યોજવાની મંજૂરી પણ આપી છે.

image source

હવેથી રાજ્યના તમામ ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ SOPનું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તો બીજી તરફ શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% યાત્રીની ક્ષમતા સાથે ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે લાંબા સમયથી પ્રતિબંધોનો સામનો કરી રહેલા ગુજરાતના વેપારીઓને આ નવા આદેશથી ઘણી રાહત મળશે. નોંધનિય છે કે પ્રતિબંધોના કારણે હોટેલ બિઝનેસને ઘણુ નુકશાન થયુ છે. તો બીજી તરફ જીમ પણ લાંબા સમયથી બંધ હતા તેથી જીમ સંચાલકોમાં પણ ખુશી જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version