મેકઅપના કારણે ટ્રોલ થઈ ચૂક્યા છે આ સ્ટાર્સ, જેમાં રાનું મંડલનો છે પહેલો નંબર અને પછી તો…

વર્ષ 2019માં રાનું મંડલ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનું ગુજરાન કરનારી રાનું મંડલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો હતો કે એ રાતોરાત સુપરસ્ટાર બની ગઈ. સ્વર કોકિલા લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમાં હે ગાઈને રાનું મંડલ સોશિયલ મીડિયા દ્વારા ફર્શ થી અર્શ પર પહોંચી ગઈ. રાનુની કિસ્મત એવી ચમકી કે એમને હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્દિ એન્ડ હિરમાં ઘણા ગીતને પોતાનો અવાજ આપ્યો. એ સિવાય એ ઘણા રિયાલિટી શોમાં પણ આવી ચૂકી છે.હાલમાં જ રાનું મંડલે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સજી ધજીને પહોંચી. ઓવર મેકઅપમાં રાનુંએ આ કાર્યક્રમમાં રેમ્પ વોક પણ કર્યું. એમના આ અંદાજને જોઈને ત્યાં હાજર બધા જ હેરાન રહી ગયા. પણ હવે રાનું મંડલના ઓવર મેકઅપ અને સ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર મિમ્સની વરસાદ થઈ રહ્યો છે. જો કે રાનું સિવાય બોલીવુડની ઘણી અભિનેત્રીઓ અને ફિલ્મી કલાકારો પણ ખરાબ મેકઅપના કારણે ટ્રોલ થઈ ચૂક્યા છે. જાણી લો એમના વિશે…..

પ્રિયંકા ચોપરા.

image source

મેટ ગાલા વર્ષ 2019માં પ્રિયંકા ચોપરા પોતાના ડ્રેસ અને મેકઅપના કારણે ટ્રોલ થઈ હતી. ન્યુયોર્કમાં થયેલા મેટ ગાલામાં પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનસ સાથે ગઈ હતી. પ્રિયંકાએ પારદર્શક ડ્રેસ પહેર્યો હતો અને એમના વાળ પણ અજીબ લાગી રહ્યા હતા. પ્રિયંકાના આ લુકની વિદેશમાં વખાણ થયા હતા પણ ભારતમાં યુઝર્સે એમને ટ્રોલ કર્યા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચન.

image source

બચ્ચન પરિવારની વહુ અને બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશા પોતાના સુંદર લુકના કારણે ચર્ચામાં રહે છે. લોકો એમના સ્ટાઈલને ઘણું જ પસંદ કરે છે. ઐશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણીવાર પોતાની અદાઓ બતાવી ચુકી છે. જ્યાં દર વખતે એ પોતાના લુકસને લઈને ચર્ચામાં રહે છે તો ઘણીવાર એ પોતાના આ લુકસ માટે ટ્રોલ પણ થઈ ચૂકી છે. વર્ષ 2016માં ઐશ્વર્યાએ ડ્રેસ સાથે પર્પલ રંગની લિપસ્ટિક લગાવી હતી. આ લિપસ્ટિકના કારણે એમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

નિસા દેવગન

image source

અમિતાભ બચ્ચને પોતાના ઘરે દિવાળી પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં અજય દેવગનનો પરિવાર પણ સામેલ થયો હતો. આ અવસર પર અજય દેવગનની દીકરી નિસાએ પિચ કલરની ચણીયો અને ગોલ્ડન વર્કવાળું બ્લાઉઝ પહેર્યું હતું. નિસાનો મેકઅપ પ્રશંસકોને પસંદ નહોતો.નિસાએ આઈલાઈનર સાથે ગ્લોસી લિપસ્ટિક લગાવી હતી અને ગાલને હાઇલાઇટ કર્યા હતા. ન્યાસા ખૂબ જ સુંદર લાગી રહી હતી. યુઝર્સે એમના આ લુકનો મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું.

રણવીર સિંહ.

image source

રણવીર સિંહ પોતાના અતરંગી અંદાજ માટે જાણીતા છે. વર્ષ 2019માં રણવીરનો વિચિત્ર અંદાજ ફેન્સને ઘણીવાર જોવા મળ્યા. પણ રણવીર સિંહ જ્યારે આઈફા એવોર્ડમાં પહોંચ્યા હતા તો એ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા. ચોટલી કરીને લાકડી લઈને રણવીર પહોંચ્યા હતા, એ પછી એમની ઉપર ઘણા મિમ્સ બન્યા હતા.

દીપિકા પાદુકોણ.

image source

બોલીવુડની ટોપ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ દીપિકા પાદુકોણને પોતાના આ લુકના કારણે ટ્રોલ થવું પડ્યું હતું. આ લુકમાં દીપિકાએ બ્રાઉન સ્કિન પર લાઈટ ફાઉન્ડેશન શેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે એમને જરાય સારો નહોતો લાગતો. લોકોએ એમના આ લુકનો ખૂબ જ મજાક ઉડાવ્યો હતો.

કંગના રનૌત.

image source

કંગના રનૌત પણ પોતાના ઓવર મેકઅપના કારણે લોકોના ટ્રોલિંગનો શિકાર બની ચુકી છે.

સોનમ કપૂર.

image source

સોનમ કપૂર બોલીવુડની સુંદર અભિનેત્રી છે, તમને જણાવી દઈએ કે એ પોતાના ઓવર મેકઅપના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ચૂકી છે. એક ઇવેન્ટ દરમિયાન સોનમ કપૂરને એમના ખરાબ ફાઉન્ડેશનના કારણે ટ્રોલ થવું પડ્યું હતું. સોનમના આ લુકમાં ફાઉન્ડેશન શેડ સરખી રિતે બ્લેન્ડ ન થવાના કારણે એમના ફેસ પર ધબ્બા દેખાઈ રહ્યા હતા જે એમના લુકને ખરાબ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *