માત્ર પૈસા લેવાનું જ કામ નથી કરતાં કિન્નર, આ ગરીબ યુવકના લગ્નનો આખો ખર્ચ ઉપાડીને કર્યા ઘામધૂમથી લગ્ન

કિન્નર શબ્દ ભારતીય ઉપખંડમાં ઈતર લિંગી લોકો માટે વપરાય છે. આ સિવાય તેમને અરવાણી, અરુવાણી , જગપ્પ અથવા છક્કા તરીકે પણ ઓળખાય છે. ભારતમાં આ સમુદાય, પૌરાણીક નૃત્ય સંગીતથી મનોરંજન કરનારા સમૂહ પરથી પોતાને કીન્નર તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે. કિન્નરોની એક અલગ જ દુનિયા છે. માંગલિક કાર્યક્રમોમાં લોકોને આશીર્વાદ આપી, તેમની આનંદ અને ખુશી સાથે જોડાતા જોવા મળતા હોય છે. ઘણી વખત તેમને લોકોના અપશબ્દોનો સામનો પણ કરવો પડતો હોય છે, તેમની સંઘર્ષ કહાની પણ ઘણી વખત સામે આવતી હોય છે. પરંતુ કિન્નરો હવે ધીમે ધીમે પગભર થઈ રહ્યા છે.

image source

કિન્નરો સાથે સંકળાયેલ આવી જ એક વાત અહી થઈ રહી છે. ઉત્તર પ્રદેશ કાનપુરના કિન્નર સમાજે એક ગરીબ યુવકના ધુમધામથી લગ્ન કર્યા છે. અહી કિન્નરોએ લગ્નનો આખો ખર્ચ ઉઠાવી લીધો હતો. મળતી મહિતી મુજબ, મંગામુખી એ મસવાનપુરમાં કિન્નર સમાજનો બેઠક છે. આ સિંહાસન ગુરુ મંજુ કપૂર સાથે મન્નત કપૂર, નેહા કપૂર સહિત 35 શિષ્યો ચલાવી રહ્યા છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો સાહિલ ખાન નામના યુવકે બેકનગંજના લગ્ન આફરીન નામની યુવતી સાથે કરવાનું નક્કી કર્યું હતું પરંતુ આર્થિક તંગીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પછી જિલ્લાના મસ્વાનપુરમા વડાએ યુવકને આશીર્વાદ આપ્યા હતા અને લગ્નની ખુબ સારી તૈયારી કરી હતી. લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લીધો હતો. આ અંગે વધારે વાત કરતા મંજુ કપૂરે કહ્યું હતુ કે, મંગલમુખી સમાજ હંમેશા લોકોની સેવા કરવા તત્પર રહે છે. સાહિલના લગ્ન માટે સંપૂર્ણ ભંડોળ અને મસાવાનપુરના મંગલમુખી સોસાયટી દ્વારા ગોઠવવામાં આવ્યું છે.

image source

કિન્નરોની આ અગાઉ પણ એક વાત ભારે ચર્ચામા આવી હતી. સમાજના ડર સામે લડી સ્વનિર્ભર બનતા કિન્નરની એક કહાની સુરતમા જોવા મળી હતી. કિન્નર સમાજની પ્રેરણા ‘રાજવી જાન’ની વાત સામે આવી હતી. રાજવી જાનને બિઝનેસ વુમન બનવુ હતુ અને કિન્નર પ્રત્યે સમાજનો નજરીયો બદલવા માટે તેણે આ કાર્ય કરવાનુ નક્કી કર્યુ હતુ. સુરતની 34 વર્ષની રાજવી જાન બાળપણથી જ સમાજના ડરથી દબાઈને કિન્નર તરીકે પોતાની ઓળખ છૂપાવતી રહી હતી. સુરતની ‘રાજવી જાને’ સ્વનિર્ભર બનવા માટે પહેલ કરવાનુ નક્કી કરી લિધુ હતુ. કિન્નર સમાજમાંથી રાજવી પહેલી વ્યક્તિ છે જેણે અડાજણમાં પોતાની નમકીનની દુકાન શરૂ કરી છે. હવે તે તેમાથી પોતાનું અને તેના માતા-પિતાનું ગુજરાન પણ ચલાવી રહી છે. રાજવીએ પોતાના કિન્નર સમાજમાં સ્વનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!