નાના નાના બાળકો આવી રહ્યા છે કોરોનાની ઝપેટમાં, આખરે આ રીતે રાખો સુરક્ષિત? સલાહ માનશો તો બચી જશો

હાલમાં કોરોનાએ એવો ભરડો લીધો છે કે કોઈ જગ્યાએ દવાખાનાની હાલત પણ જોવાઈ એવી નથી, કારણ કે દરેક જગ્યાએ બેડ ફૂલ છે, કોઈ દવાખાનામાં દર્દીને દાખલ કરવા માટે રાજી નથી. એ જ રીતે સ્મશાનમાં પણ લાઈન છે. ત્યારે હવે જે રિપોર્ટ આવ્યો એ ખરેખર ખતરનાક છે. સમગ્ર દુનિયા કોરોનાના વધુ આક્રમક બીજા રાઉન્ડનો સામનો કરી રહી છે. આ વખતે વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો પણ મોટી સંખ્યામાં વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. આપણે આજે જ સુરતના 14 દિવસની બાળકીનો કેસ જોયો હતો. આખી હોસ્પિટલ આ કેસ જોઈને રડી પડી હતી. ત્યારે હાલમાં દુનિયાભરમાં તેમના માટે પણ વેક્સિનની તાતી જરૂર છે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેરથી તો બાળકો બચી ગયાં હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈમ્યુનિટી સારી છે એટલે તેમને જોખમ ઓછું છે, પરંતુ બીજી લહેર આવતાં જ આ અભિપ્રાય બદલાઈ ગયો. હવેના આંકડા ચોંકાવનારા છે. બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. દર 20માંથી એક દર્દી દસ વર્ષથી પણ નાનું બાળક છે જે આખા વિશ્વ માટે ચોંકાવનારી વાત છે. જો વિગતે વાત કરીએ તો નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કુલ દર્દીઓમાંથી 4.42 ટકા દર્દી 10 વર્ષથી પણ ઓછી વયનાં એટલે કે બાળકો છે. 11 વર્ષનાં બાળકોથી લઈને 20 વર્ષના યુવકો કોરોના બીમારીમાં 9.79 ટકા હિસ્સો ધરાવે છે.

image source

આ કેસ ધડાધડ બાળકોમાં આવી રહ્યા છે એમના વિશે નિષ્ણાતોના જણાવી રહ્યા છે કે બાળકો પહેલા એસિમ્ટોમેટિક હતા, પરંતુ તેમનામાં ઘણાં લક્ષણો જોવા મળી રહ્યાં છે, જેમ કે નાક બંધ, પેટમાં દુખાવો, ઝાડા, ગળામાં દુખાવો, થાક અને માથામાં દુખાવો. બાળકોની વેક્સિનને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, આ તમામ સવાલોના જવાબ અહીં તમને મળી જશે. બાળકોની વેક્સિન ક્યારે આવશે એ અત્યારે નક્કી નથી. અત્યારે ફાઈઝર અને બાયોટેકે 16 વર્ષ અને તેનાથી વધુની ઉંમરનાં બાળકો માટે વેક્સિન અપ્રૂવ કરી દીધી છે, પરંતુ તેનાથી ઓછી ઉંમરનાં બાળકો માટે હજી સુધી કોઈ વેક્સિન અપ્રૂવ નથી થઈ.

image source

આ સિવાય જો બાળકોની વેક્સિન માટે વાત કરવામાં આવે તો યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન સ્કૂલ ઓફ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થમાં વેક્સિન પ્રોગ્રામને નજીકથી જોનારા ડૉ. જેમ્સ કોન્વેના જણાવ્યા પ્રમાણે, 12થી 15 વર્ષ સુધીનાં બાળકો માટે વેક્સિન આ ઉનાળામાં આવે એવી અપેક્ષા છે. 5થી 11 વર્ષ સુધીનાં બાળકો માટે 2021ના અંત સુધી વેક્સિન આવે એવી અપેક્ષા છે અને 6 મહિનાથી 4 વર્ષ સુધીનાં બાળકો માટે 2022ની શરૂઆતમાં વેક્સિન આવી શકે છે. આ સિવાય એક એવી પણ સલાહ આપવામાં આવી છે કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય અને એનો સમય 2 અઠવાડિયાંથી વધારે થઈ ગયો છે તેઓ પોતાના ઘરમાં એક નાના ગ્રુપની સાથે ગેટ-ટુ-ગેધર કરી શકે છે, પરંતુ એમાં માત્ર તે જ લોકો સામેલ થઈ શકે છે જેમને વેક્સિન લીધી છે. જો દરેક વ્યક્તિ વેક્સિનેટેડ છે તો માસ્ક પહેરવું એટલું જરૂરી નથી. કારણ કે બાળકોને આ ગેટ-ટુ-ગેધરથી કોઈ જોખમ થવાની સંભાવના ઓછી છે અથવા તો નહીંવત છે એવું પણ કહી શકાય.

image source

બાળકો સાથે ટ્રાવેલિંગ કરતાં લોકો માટે પણ એક વાત ખાસ કરવામાં આવી છે. કેટલિન રિવર્સ જોહન્સ હોફકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યોરિટીના મહામારી નિષ્ણાતે આ વિશે વિગતે વાત કરી છે. તેમણે કહ્યું છે કે બાળકોની સાથે ટ્રાવેલ કરતી વખતે સૌથી વધારે સાવધાની રાખવાની જરૂર છે. પહેલા તમે જે જગ્યાએ જઈ રહ્યા છો ત્યાંના લોકલ હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી માહિતી લો કે ત્યાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ તો નથીને. જે જગ્યાએ તમારે રોકાવવાનું છે એ સુરક્ષિત છે કે નહીં. જો બાળકોને કોઈપણ પ્રકારની હેલ્થ સમસ્યા છે તો એ વિશે તેના ડૉક્ટરની સલાહ લો.

image source

હાલમાં માહોલ એવો છે કે બાળકો અને લોકો ક્યાય બહાર ન નીકળતા હોવાના કારણે તનથી તો સુરક્ષિત છે પણ મનથી સુરક્ષિત નથી. ત્યારે જોવા મળતા માહોલમાં બાળકોમાં એકલતા, ડિપ્રેશન, એન્ક્ઝાઈટી જેવી ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે, તેથી જરૂરી છે કે માતા-પિતાએ એ બાબતોનું ધ્યાન રાખવું કે બાળકો એકલતા ન અનુભવે. તેમને સારી સારી વાતો કરતાં રહો અને હંમેશા પોઝિટિવ જ રહો. આ વિશે વાત કરતાં ડૉ. જોહન્સના જણાવ્યા પ્રમાણે, લોકો સાવધાની રાખીને તેમના મિત્રો અને સંબંધીઓની સાથે ઘરની બહાર એક પ્લે ડેટ રાખી શકે છે. તમે ઘરની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને, માસ્ક અને સેનિટાઈઝરની સાથે ગેટ-ટુ-ગેધર રાખી શકો છો. જો કે આ સમય એવો છે કે બાળકોને લઈને ક્યાંય બહાર જવું જ નહીં એ જ વાતને પ્રાધાન્ય આપવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!