PM મોદીની સગી ભત્રીજીએ માંગી ટિકિટ, ભાજપ નેતાઓએ યોગ્ય જવાબ ના આપ્યો

અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપ પક્ષની પાર્લામેન્ટરી બોર્ડમાં બેઠકનો સોમવારના દિવસથી શરુઆત થઈ ગઈ છે. તે સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીએ પોતાની દીકરી સોનલ મોદી દ્વારા માંગવામાં આવેલ ટીકીટ વિષે ટકોર કરવામાં આવી હતી કે, મારી દીકરી લોકશાહીમાં જીવી રહી છે અને તે ટીકીટ માંગવા માટે સ્વતંત્ર છે. સોનલ મોદીના મનમાં શક્ય છે કે, એવી ભાવનાઓ હોઈ શકે છે કે, વડાપ્રધાન તરીકે તેના મોટા બાપા પપ્પા છે તો એટલા માટે તેના લાભ તે પ્રાપ્ત કરી શકે છે. જયારે પ્રહલાદ ભાઈ મોદી કહે છે કે, મારા મતે મારી પુત્રીને કેટલું મહત્વ આપવામાં આવશે તેના
આધારે પાર્લામેન્ટરી બોર્ડમાં નરેન્દ્રભાઈની કેટલી ઈજ્જત કરવામાં આવે છે તેનો ખ્યાલ આવી જશે.

image source

અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી માટે ઉમેદવારોને નક્કી કરવા માટે ભાજપ પક્ષ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની મીટીંગ.

image source

ભાજપ પક્ષની પાર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસ સુધી ચાલવાની મીટીંગના પહેલા દિવસે ભાજપ પક્ષના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા ૬૦ વર્ષ કે તેના કરતા વધારે ઉમર ધરાવતા, ૩ ટર્મ કરતા વધારે વાર ચૂંટાયેલ નેતા અને આવા નેતાઓના સગા- સંબંધીઓને ટીકીટ નહી આપવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

image source

ભાજપ પક્ષના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા આ નિર્ણયની જાહેરાત કર્યા બાદ અમદાવાદની પરિસ્થિતિને જોવા જઈએ તો કુલ ૩૯ કોર્પોરેટર્સને ટીકીટ નહી આપવામાં આવે તેવી સંભાવનાઓ ઉભી થઈ રહી છે. આ ૩૯ કોર્પોરેટર્સ માંથી ૨૬ કોર્પોરેટર્સ એવા છે જેમની ઉમર ૬૦ વર્ષ કે તેના કરતા વધારે ઉમર ધરાવે છે. જયારે અન્ય ૫ કોર્પોરેટર્સ ૩ ટર્મથી વધારે વાર ચૂંટાઈ ગયા છે અને તેમની ઉમર પણ ૬૦ વર્ષ કરતા વધારે ઉમર ધરાવે છે. ત્યાં જ બાકીના અન્ય ૨૧ કોર્પોરેટર્સ ત્રણ ટર્મ કરતા વધારે વારથી ચૂંટાઈ આવ્યા છે. એટલું જ નહી, અમદાવાદ શહેરના ભાજપ પક્ષના ત્રણ સીનીયર નેતાઓ દ્વારા પોતાના દીકરાઓ માટે ટીકીટ માંગવામાં આવી છે. અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતા અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને કોર્પોરેટર તુલસી ડાભી દ્વારા પોતાના દીકરાઓ માટે ટીકીટ માંગવામાં આવી છે જેમાં તેમનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત