બોલિવૂડની આ 5 અભિનેત્રીઓ પાસે છે અઢળક રૂપિયા, જેમાં પ્રિયંકાની ધન-દોલત જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

બોલિવુડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ ખૂબ જ લકઝરી લાઈફ જીવે છે અને ઘણીવાર લોકો એમની લાઇફસ્ટાઇલ જોઈને હેરાન થઈ જાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક સેલેબ્સે સફળતાનાં શિખરો સર કરી લીધા છે તો અમુક સાવ ફ્લોપ સાબિત થયા. પણ ફ્લોપ થયા પછી પણ અમુક સ્ટાર્સની કમાણી જાણીને લોકો અચરજ પામી જાય છે. આજે અમે એવી જ અમુક અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમની કમાણી સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે.

ઐશ્વર્યા રાય બચ્ચન.

image source

આ કડીમાં સૌથી પહેલું નામ આવે છે સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું. ઐશ્વર્યાએ ભલે ફિલ્મોથી થોડું અંતર બનાવી લીધું હોય પણ એ આજે પણ હિટ છે. ઐશ્વર્યાએ ઓર પ્યાર હો ગયા ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને એમને સ્ક્રીન પર લગભગ 35 મિલિયન ડોલર એટલે કે લગભગ 24 કરોડની કમાણી કરી છે.

કાજોલ.

image source

અભિનેત્રી કાજોલ આજે પણ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતી છે. હાલમાં જ એમની શોર્ટ ફિલ્મ દેવીને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે કાજોલે લગભગ દરેક અભિનેતા સાથે ફિલ્મોમાં કામ કર્યું છે પણ એમની અને શાહરૂખ ખાનની જોડી ફિલ્મોમાં હિટ રહી છે. કાજોલની કુલ સંપત્તિની વાત કરીએ તો એ લગભગ 16 મિલિયન ડોલર એટલે કે 12 કરોડની આસપાસ છે.

દીપિકા પાદુકોણ

image source

આ લિસ્ટના ત્રીજું નામ છે એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું. દીપિકા આજે કોઈ ઓળખની જરૂર નથી અને એમના ખાતામાં ઘણી ફિલ્મો સામેલ છે. દીપિકાએ એકથી લઈને એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે અને આ જ કારણ છે કે એમને સૌથી ધનવાન અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. દીપિકાની વાર્ષિક કમાણી 45 મિલિયન ડોલર એટલે કે 30 કરોડ રૂપિયા છે.

કરીના કપૂર ખાન.

image source

બોલીવુડમાં બેબોના નામથી જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન આજે પણ ફિલ્મોમાં સક્રિય છે. એમની પાસે એક પછી એક ફિલ્મોના પ્રોજેકટ લાઈનમાં હોય છે. કરીના કપૂર દર વર્ષે ફિલ્મો અને જાહેરાતમાં લગભગ 35-37 મિલિયન ડોલર એટલે કે 23થી 25 કરોડ રૂપિયા કમાય છે.

પ્રિયંકા ચોપરા.

image source

મિસ વર્લ્ડ રહી ચુકેલી પ્રિયંકા ચોપરા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. હાલમાં જ પ્રિયંકાએ ન્યુયોર્કમાં પોતાનું રેસ્ટોરેન્ટ ખોલ્યું છે જેનું નામ સોના છે. આ રેસ્ટોરેન્ટમાં ભારતીય વ્યંજન ખાવા મળશે. તો કમાણીની વાત કરીએ તો પ્રિયંકા એક વર્ષમાં 40 મિલિયન ડોલર એટલે કે લગભગ 27 કરોડ રૂપિયા કમાય છે. પ્રિયંકા બોલીવુડની બીજી સૌથી ધનવાન અભિનેત્રી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *