Site icon News Gujarat

નોકરિયાત કર્મચારીઓ માટે સરકાર લાગુ કરવા જઈ રહી છે આ નવો નિયમ, જાણો તમને શું થશે મોટો ફાયદો

Gratuity Transfer : નોકરી બદલવા પર જે રીતે EPF અકાઉન્ટ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર થઈ શકે છે તેમ હવે તમારી ગ્રેચ્યુટીની રકમ પણ નોકરી બદલવા પર ટ્રાન્સફર થઈ જશે. કેન્દ્ર સરકાર સેલરીડ કલાસ માટે નજીકના ભવિષ્યમાં જ આ સંબંધે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે.

ગ્રેચ્યુટી પણ થઈ શકશે ટ્રાન્સફર

image source

આ નવા નિયમને લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર અને કર્મચારી યુનિયન તથા ઇન્ડસ્ટ્રી વચ્ચે હાલની સ્થિતિના ગ્રેચ્યુટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માટે સહમતી બની છે. હવે ગ્રેચ્યુટી ટ્રાન્સફરને સોશ્યલ.સિક્યુરિટી કોડ (Social Security Code) સાથે જોડાયેલા નિયમોમાં શામેલ કરવામાં આવશે. મની કન્ટ્રોલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ.અનુસાર સરકાર, યુનિયન અને ઇન્ડસ્ટ્રી દરમિયાન હાલની સ્થિતિમાં લાગુ ગ્રેચ્યુટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા સારું સંમતિ મળી ગઈ છે અને સાથે જ સોશ્યલ સિક્યુરિટી કોડના સંબંધિત નિયમમાં શામેલ કરવામાં આવશે.

ગ્રેચ્યુટી પોર્ટેબિલિટી પર સહમત

image source

મની કન્ટ્રોલમાં પ્રકાશિત અહેવાલ મુજબ હવે PF ની જેમ ગ્રેચ્યુટી ટ્રાન્સફરનો વિકલ્પ પણ મળશે. ગ્રેચ્યુટી પોર્ટેબિલિટી પર ઇન્ડસ્ટ્રી, કર્મચારી યુનિયન વચ્ચે સહમતી થયા બાદ નોકરી બદલવા પર PF ની જેમ ગ્રેચ્યુટી પણ ટ્રાન્સફર થઈ શકશે. PF ની જેમ માસિક ગ્રેચ્યુટી કન્ટ્રીબ્યુશન પર પણ સહમતી બની ગઈ છે.

વર્કિંગ ડે વધારવા પર રાજીપો નહીં

image source

મની કન્ટ્રોલના અહેવાલ પ્રમાણે સૂત્રોના હવાલાથી એમ કહેવામાં આવ્યું છે કે શ્રમ મંત્રાલય, કર્મચારી યુનિયન અને ઇન્ડસ્ટ્રીની બેઠકમાં આ સહમતી સધાઈ હતી. ગ્રેચ્યુટીને CTC નો જરૂરી ભાગ બનાવવા માટે પણ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ પ્રસ્તાવ સોશ્યલ સિક્યુરિટી કોડના નિયમમાં શામેલ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બાબતે અંતિમ નોટિફિકેશન આગામી મહિને આવી શકે છે. જો કે ગ્રેચ્યુટી માટે વર્કિંગ ડે વધારવા મામલે ઇન્ડસ્ટ્રી સહમત નથી. એટલે કે ઇન્ડસ્ટ્રી ગ્રેચ્યુટી માટે વર્કિંગ ડે 15 દિવસથી 30 દિવસ કરવાના પ્રસ્તાવ પ4 રાજી નથી.

ગ્રેચ્યુટી એટલે શું ?

image source

આ આર્ટિકલ વાંચનારા જો ગ્રેચ્યુટી શબ્દથી વાકેફ ન હોય તો તેઓને માહિતી હેતુ જણાવી દઈએ કે કોઈ કંપનીમાં સતત અનેક વર્ષો સુધી કામ કરનાર કર્મચારીનો પગાર, પેંશન અને પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF સિવાય જે કંઈ રકમ મળે તેને ગ્રેચ્યુટી (Gratuity) કહેવામાં આવે છે. તેનો એક નાનકડો ભાગ કર્મચારીના પગારમાંથી કાપવામાં આવે છે પરંતુ ગ્રેચ્યુટીનો એક મોટો ભાગ કંપની પોતાના તરફથી આપે છે. ગ્રેચ્યુટીની રકમ બે બાબતો પર નિર્ભર છે. પહેલી બાબત એ કે કર્મચારીએ જે તે કંપનીમાં કેટલા વર્ષ સુધી કામ કર્યું છે ? અને બીજી બાબત એ કે તે કર્મચારીના છેલ્લા પગારમાં બેઝિક પગાર કેટલો છે અને મોંઘવારી ભથ્થું કેટલું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version