મોટી-મોટી વાતોમાં પરવીન બાબીથી લઇને આ અભિનેત્રીઓ રહી ગઇ કુંવારી, જેમાં નંબર 3 તો…

ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી દુનિયા છે જયાના લોકો પોતાની પાછળ વાર્તા મુકતા જાય છે અને દુનિયા માટે ઘણા બધા અનુભવો પણ. અહીંયા દરેક વસ્તુ જોવા મળે છે. પ્રેમ, દગો અને લગ્નના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે. તો અમુક એવા કલાકારો પણ છે જેમને આજ સુધી લગ્ન નથી કર્યા. પણ એમાં અમુક અભિનેત્રીઓ એવી છે જે વિવાહિત પુરુષોના પ્રેમમાં પડી. પણ એમનો પ્રેમ સફળ ન રહ્યો.

પરવીન બાબી

image source

જ્યારે આવી વાર્તાઓની વાત થાય છે તો બૉલીવુડ અભિનેત્રી પરવીન બાબીનું નામ લોકોના મનમાં સૌથી પહેલા આવે છે. પોતાના સમયમાં અભિનેત્રીના ઘણા અફેર્સ રહ્યા. દર વખતે એમનો ઝુકાવ વિવાહિત પુરુષો તરફ રહ્યો.વિવાહિત લોકો તરફ આકર્ષણ રાખવાના કારણે પરવીનને ઇન્ડસ્ટ્રીમાં અલગ નજરોથી જોવામાં આવતી હતી. ડેની સિવાય મહેશ ભટ્ટ અને કબીર બેદી સાથે એમના ગાઢ સંબંધ રહ્યા. બધા સાથે એ લિવ ઇનમાં રહી પણ લગ્ન ન કરી શકી અને કુંવારી જ દુનિયાને અલવિદા કહી ગઈ.

આશા પારેખ.

image source

બોલીવુડની જાણીતી અભિનેત્રી આશા પારેખને પ્રેમ તો થયો પણ ક્યારેય સફળ ન થઈ શક્યો. આશાને નાસિર હુસેન સાથે પ્રેમ થયો હતો. આ વાતને એમને પોતાની આત્મકથામાં પણ સ્વીકારી છે.આશા પારેખ હમેંશા કહેતી હતી કે નાસિર હુસેન એમની જિંદગીનો સાચો પ્રેમ રહ્યા છે. એમના કારણે એ કુંવારી જ રહી ગઈ.

નગમાં.

image source

ફિલ્મ બાગીથી લોન્ચ થયેલી નગમાં પણ હજી સુધી કુંવારી છે. ફિલ્મો પછી હવે અભિનેત્રી રાજનીતિ તરફ વળી છે. 40ની ઉંમર પાર કરવા છતાં નગમાં હજી સુધી કુંવારી છે. એક સમયે સૌરવ ગંગુલી સાથે એમના અફેરની ખૂબ જ ચર્ચાઓ ઉડી હતી.

સુસ્મિતા સેન.

image source

પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુસ્મિતા સેન આજે પણ કુંવારી છે. એ પોતાની બે દત્તક લીધેલી દીકરીઓ સાથે રહે છે. હવે જોવાનું એ છે કે આવનારા સમયમાં એ લગ્ન કરે છે કે નહીં.સુસ્મિતા સેનનું અફેર વિક્રમ ભટ્ટ, સંજય દત્ત, સંજય કપૂર સહિત અન્ય ઘણા વિવાહિત એકટર સાથે રહ્યું. હાલ સુસ્મિતા રોહમન શાલને ડેટ કરી રહી છે. એમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

શમિતા શેટ્ટી

image source

બોલિવુડ અભિનેત્રી અને શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી હજી સુધી કુંવારી છે. શમિતાનું દિલ પહેલા વિવાહિત મનોજ બાજપાઈ પર આવ્યું હતું.એ પછી શમીતાનું નામ હરમન બાવેજા અને આફતાબ સિવદાસની સાથે પણ જોડવામાં આવ્યું હતું. જો કે એમની મોટી બહેન શિલ્પાએ પણ પરણિત રાજ કુન્દ્રાને પ્રેમ કર્યો હતો પણ એમના લગ્ન થઈ ગયા..

તબ્બુ.

image source

બોલીવુડની જાણીતી અભિનેત્રી તબ્બુ પણ કુંવારી છે. તબ્બુની ઉંમર 50 વર્ષ છે અને એ આજે પણ હસીન દેખાય છે. કહેવામાં આવે છે કે તબ્બુની સગાઈ સાજીદ નડિયાદવાળા સાથે થઈ હતી.જો કે આ ખબરમાં કેટલું સત્ય છે એ ક્યારેય સામે નથી આવ્યુ. એ પછી અભિનેત્રીનું દિલ સાઉથ સુપરસ્ટાર નાગર્જુન પર આવ્યું હતું.