આ બોલીવુડ અભિનેત્રીઓ જેવો ફેશ શેપ હોય તો આવી રીતે કરો મેક અપ, જાણો અને ચહેરાને બનાવો સુંદર

દરેકનો ચહેરો પરફેક્ટ હોય, દરેકનો ચહેરો હસીન હોય એ જરૂરી નથી. પણ પોતાના ચહેરાના શેપ અનુસાર મેકઅપ કરીને તમે સુંદર
દેખાય શકો છો.

image source

જો તમારા ચહેરાનો શેપ પણ છે આ બૉલીવુડ એક્ટ્રેસ જેવો છે તો આ મેકઅપ ટ્રિક્સ ટ્રાય કરો અને મેળવો તમારી ફેવરિટ એક્ટ્રેસનો
મેકઅપ લુક, તો ચાલો અમે તમને જણાવી દઈએ એ વિશે વધુ વિગતો.

image source

દીપિકા પાદુકોણ

ફેશ શેપ – હાર્ટ શેપ.

image source

હાર્ટ શેપ ચહેરાને પરફેક્ટ શેપ આપવા માટે તમારે એવો મેકઅપ કરવો પડશે જે તમારા ચહેરાને નાનો અને પહોળો લુક આપે. એ
માટે આ મેકઅપ ટ્રિક્સ ટ્રાય કરો.

આખા ચહેરા પર ફાઉન્ડેશન અને પાઉડર લગાવો.

ફોરહેડ અને ચીન પર ડાર્ક શેડનો બેઝ મેકઅપ કરો. સૌથી પહેલા ટી જોન માટે બ્રાઇટ શેડ અને બાકીના ભાગમાં મીડીયમ શેડનો બેઝ
મેકઅપ કરો. પછી માથા પર ડાર્ક શેડ લગાવીને બેઝ મેકઅપને બરાબર બ્લેન્ડ કરી લો.

ચીક અને ચીકબોન્સને હાઇલાઇટ કરો.

ચીકબોન્સની નીચે બ્રોન્ઝર એપ્લાય કરો. ઉપર અને હેરલાઈન તરફ બહારની બાજુ બ્લેન્ડ કરો.

image source

આંખની સેન્ટરના ડાર્ક શેડના આઈશેડો લગાવો. બાકીના ભાગમાં લાઈટ શેડ લગાવીને બ્લેન્ડ કરો. હાઇલાઇટર લગાવીને કાન તરફ
બ્લેન્ડ કરો.

ચીકબોનના એપ્પલ પર બલ્સ ઓન લગાવો. ફિનિશીંગ ટચ આપવા માટે ચીકને ઉપસેલા ભાગ પર લાઈટ હાઇલાઇટર કે ઇલ્યુમિનેટિંગ પાઉડર લગાવો. એનાથી ચહેરાને બ્રોડ લુક મળશે

આઈ મેકઅપ સાથે એક્સપરિમેન્ટ કરો જેથી બધું અટેન્સન આઇઝ પર જ હોય. કેટ આઈ મેકઅપ, બોલ્ડ આઈશેડો કલર્સ, ડ્રામેટિક
લુક તમે જે ઈચ્છો એ ટ્રાય કરી શકો છો.

કેટરીના કેફ.

ફેશ શેપ- ઓવલ ફેસ.

image source

ઓવલ ફેસ એટલે કે ઇંડાકાર ચહેરો પરફેક્ટ શેપ માનવામાં આવે છે. જો કે આવા ચહેરાવાળા લોકોને વધુ કઈ કરવાની જરૂરત નથી
હોતી. પણ તમે ઇચ્છો તો આ ટ્રિક્સ અપનાવીને તમારી સુંદરતાને વધારી શકો છો.

નોર્મલ ફાઉન્ડેશન યુઝ કરો. જો તમારે તમારા ફેશને શોર્ટ અને સ્લિમર લુક આપવો છે તો તમારા નેચરલ સ્કિન કલરથી એક શેડ ડાર્ક
ફાઉન્ડેશન જોલાઈન પર લગાવો.

image source

ફોરહેડ અને ચીનના સેન્ટરમાં હાઇલાઇટર લગાવો એનાથી તમારી સુંદરતા વધશે.

તમારા ચહેરાના સારા ફિચર્સને હાઇલાઇટ કરો.

લિપ્સ કે આઇઝમાંથી ગમે તે એક પર વધુ ફોક્સ કરો. જો આઈ મેકઅપ હેવી કરી રહ્યા છો તો લીપને ન્યૂડ રાખો. એવી જ રીતે જો
ડાર્ક લિપસ્ટિક કરી રહ્યા છો તો આઈ મેકઅપ માટે બ્રાઉનાઈ શેડો, મસ્કરાનો એક કોઈ અને નેચરલ આઈ લાઈનર જ પૂરતી છે.

અનુષ્કા શર્મા.

ફેશ શેપ – સ્કેવર ફેસ.

image source

જો તમારો ચહેરો સ્કવેર એટલે કે પહોળો છે તો તમારે તમારા ચહેરાને પરફેક્ટ શેપ આપવા માટે બેઝ મેકઅપથી ચહેરાની પહોળાઈ
છુપાવવી પડશે.

સૌથી પહેલા અરીસાની પાસે બેસી તમારા ચહેરાને ધ્યાનથી જુઓ અને નક્કી કરો કે ચહેરાનો કયો ભાગ છુપાવવાથી તમારો ચહેરો
ઓવલ શેપ દેખાશે.

હવે ચહેરાને ત્રણ ભાગમાં વહેંચો, પહેલો ટી જોન, બીજો એ ભાગ જેને મેકઅપની મદદથી છુપાવવાનો ચર અને ત્રીજો ટી જોન
સિવાય વધેલો ભાગ.

ટી ઝોન એરિયા એટલે કે માથું, આંખની નીચેનો ભાગ અને નાકની ઉપરનો ભાગ, અપર લિપ્સની સ્કિન ટોન સાથે મેચ થાય એવું
ફાઉન્ડેશન લગાવો.

વધેલા ભાગ પર મીડીયમ બેઝ મેકઅપ કરો.

image source

છેલ્લે જે ભાગને મેકઅપથી છુપાવવાનો છે ત્યાં શેડિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરો. બ્રોન્ઝર કે ડાર્ક ફાઉન્ડેશન લાગવો. અને એને સારી
રીતે બ્લેન્ડ કરી લો.

માથાના સેન્ટરમાં તમારી સ્કિન ટોનથી એક શેડ લાઈટ હાઇલાઇટર લગાવો. સારી રીતે બ્લેન્ડ કરી લો. ચીન પર પણ હાઇલાઇટર
લગાવો અને કાન તરફ બ્લેન્ડ કરો. એનાથી ચહેરાને પરફેક્ટ શેપ મળશે.

રાઉન્ડ આઈબ્રોઝ આ ફેશ પર સુટ કરે છે.

ચીકબોનના એપલ એરિયામાં બલશર લગાવીને બ્લેન્ડ કરો.

લિપ મેકઅપને હાઇલાઇટ કરો. એનાથી બધું ધ્યાન લિપ્સ પર રહેશે અને જોલાઈન પર ઓછું ધ્યાન જશે.

આલિયા ભટ્ટ.

ફેશ શેપ- રાઉન્ડ ફેશ.

image source

આવા ચહેરા વાળા લોકોએ એવો મેકઅપ કરવો જોઈએ જેનાથી એમનો ચહેરો સ્લિમ અને લાંબો લાગે.

ટી જોન માટે બ્રાઇટ શેડ, વધેલા ભાગ માટે મીડીયમ શેડ અને જે ભાગને છુપાવવાનો છે ત્યાં ડાર્ક શેડનું ફાઉન્ડેશન લાગવો.સ્પોન્જની મદદથી સારી રીતે બ્લેન્ડ કરી લો.

ફોરહેડના સેન્ટર અને ચીન પર પોતાની સ્કિન ટોનથી બે શેડ લાઈટ હાઇલાઇટર લગાવો.

image source

સોફ્ટ સમઝડ આઈ લાઈનર લાગવો.

આંખોના આઉટર કોર્નર પર ડાર્ક આઈશેડો લગાવો અને ઇનર કોર્નર પર લાઈટર. એનાથી આંખો સુંદર લાગશે અને ચહેરાને ઓવલ
શેપ મળશે.

ચીક બોનની નીચેની તરફ ડાર્ક અને ઉપરની તરફ લાઈટ શેડનું બલ્સ ઓન લગાવો. બલ્સ ક્યારેય ચીક બોનના એપ્પલ પર ન લગાવો.

ડાર્ક લિપ કલર યુઝ કરો.હળવું લિપ ગ્લોસ લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *