કર્ફ્યૂનું ભાન ભૂલીને અમદાવાદમાં પૈસાદાર નબીરાઓ ફરવા નીકળ્યા, પોલીસથી બચવા માટે શ્રમજીવી પરિવારને કચડી નાંખ્યો

મોટા મોટા શહેરોમાં હિટ એન્ડ રનના બનાવો બનતા રહે છે. ત્યારે હાલમાં અમદાવાદમાં એક એવો બનાવ બન્યો કે લોકો જોતા રહી ગયા. આ બનાવમાં એવી કરૂણતા છે કે જે કોઈને પણ રડાવી દેશે. તો આવો જાણીએ કે આખરે આ કેસમાં બધા કેસ કરતાં શું નવીન છે. વાત એવી છે કે અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે 12:30 વાગે ફૂટપાથ પર સૂતેલા લોકો પર એક કાર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે.

image source

જો કે આ કેસમાં એક વાત એવી બની કે અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમીક્ષા કરી હતી કે આખરે કોણ જવાબદાર છે. આ કાર વિશે પણ માહિતી સામે આવી છે કે i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની છે તેમજ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી છે. જો કે બપોર બાદ કાર ચાલક શૈલેષ શાહનો પુત્ર પર્વ શાહ હોવાનો ખુલાસો થતા જ હવે નવો વળાંક સામે આવ્યો છે અને હાહાકાર મચી ગયો છે.

image source

હવે માહિતી સામે આવી રહી છે કે પર્વ શાહ સેટેલાઈટના N ડિવિઝિન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. પર્વ વિશે પણ માહિતી સામે આવી રહી છે કે 21 વર્ષીય પર્વ શાહે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પિતા શૈલેષ શાહને કુર્તીનો બિઝનેસ છે. તેઓ કાંકરિયા પાસેના સુમૈલ કોમ્પ્લેક્સમાં કુર્તીનો બિઝનેસ ચલાવે છે. આ ઘટના સમયે પર્વ શાહ કર્ફ્યૂ વચ્ચે મિત્રો સાથે મોજ કરવા નીકળ્યો હતો. પરંતુ સિંધુ ભવન રોડ પર પોલીસ તેને જોઈ જતા તેઓ ગલીમાં વળી ગયા કારણ કે બીક લાગતી હતી કે ક્યાંક દંડ ન ફટકારે. પરંતુ પાછળ પોલીસ હોવાથી તેઓએ કાર ભગાવી મારી હતી. જેને પગલે પોલીસે પણ તેનો પીછો કર્યો.

image source

હવે બન્યું એવું કે પોલીસ વેન્ટોકારમાં હતી અને એવામાં જ પર્વએ રેસ ડ્રાઈવિંગ શરૂ કર્યું હતું અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિશે વાત કરતાં પર્વના પિતા શૈલેષ શાહે મીડિયાને જણાવ્યું કે, રાતનો ટાઈમ હોય એટલે અમને એમ કે એપાર્ટમેન્ટ બહાર ઉભો હશે. પોલીસના ડરથી તેણે કાર ભગાવી હતી. અકસ્માત બાદ તે ઘરે આવ્યો હતો અને કહ્યું કે મારાથી આમ થઈ ગયું છે. અમે ગભરાઈ ગયા હતા. સવારે અમે વડીલોની સલાહ લીધી કે આવો બનાવ બની ગયો છે. હવે શું કરવું. તો વળી આ કેસમાં આરોપી પર્વ શાહે દાવો કરતા કહ્યું કે, મારી કાર 40 કિ.મી.ની જ સ્પીડથી જ ચાલતી હતી.

image source

પરંતુ ત્યારબાદ પર્વએ એવો દાવો કર્યો કે કાર અંદર ઘુસી ગઈ એટલે લોકો લાકડી લઈને મારવા આવ્યા અને એક વ્યક્તિએ મારા મિત્રને માર્યો એટલે અમે દોડીને મીઠાખળી ભાગવાની નોબત આવી ગઈ હતી. મને આ વાતનું દુઃખ છે અમે એ ફેમીલીને બનતી મદદ કરીશું. મને લાગ્યું કે પોલીસ મારી કારનો પીછો પોલીસ કરે છે એટલે અમે ભાગ્યા હતા. તો વળી અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રનની ઘટનામાં શહેર ટ્રાફિક પોલીસે પણ નિવેદન આપ્યું છે અને વાત કરી છે કે કાર ચાલવાનાર આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. બનાવ બન્યા બાદ પોલીસ તાત્કાલિક પહોંચી હતી. કાર શૈલેષ શાહ નામે કાર રજીસ્ટર છે. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર ચાલુ છે.

image source

જો ઘટના શું બની એના વિશે વાત કરીએ તો અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. વરસાદથી બચવા પ્રયાસ કરી રહેલાઓને જરા પણ ખબર ન હતી કે તેમની સાથે થોડીવારમાં શું બનવા જઇ રહ્યું છે. મોડી રાત્રે કાળ બનીને આવેલી i20 કાર આ લોકો પર ફરી વળી હતી. માસૂમ લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. અન્ય લોકો માટે જમવાનું બનાવી રહેલી સંતુબેન નામની એક મહિલાને કારે કચડી મારતાં તેમનું મોત નીપજ્યું છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!